________________
જે સમયે સાધ્વીજીનું રૂપ ધારણ કરી આચાર્યશ્રી પાસે એ દેવ ગયો અને માંગણી કરી કે, “મને અમુક - જ ગાથાઓ આપો.”
કટ્ટર જિનાજ્ઞાપાલક મહાસંયમી આચાર્યભગવંતે સ્પષ્ટ ના પાડી દીધી કે “હું એકલા : જે સાધ્વીજીઓને એક પણ ગાથા નથી આપતો.”
એક મહાન જૈનાચાર્યની પણ આવી જોરદાર આજ્ઞાપાલકતા જોઈ દેવ પ્રસન્ન થયો. એ સતી 4 સ્ત્રીને એમની પાસે દીક્ષા લેવડાવી. આ પ્રસંગને લીધે એ આચાર્ય ભગવંતની ચોમેર ખ્યાતિ ફેલાઈ.
આજે કેટલાંક સંયમીઓ એકલા સાધ્વીજીઓને ભણાવે છે, પાઠ આપે છે, શાસ્ત્રીયપદાર્થોની જ ચર્ચાઓ કરે છે. એમ એકલા બહેનોને પણ ધર્મોપદેશ (!) આપે છે. એક સાધુને તો મેં ખુદ સમજાવ્યા છે કે “તમે એકલા જ બહેનોને વ્યાખ્યાન આપો છો એ શી રીતે યોગ્ય ગણાય?” એ સાધુ કહે, “ભાઈઓ ૪ આવતા નથી અને બહેનો ખૂબ આવે છે એટલે એકલા બહેનોને ભણાવું છું.”
આને શી રીતે સમજાવવો? એ સાધુના વ્યાખ્યાનમાં બે-ચાર ભાઈઓ પણ આવવા તૈયાર ન $ થાય એવું બને ખરું? અને જો ખરેખર એવું હોય તો એમનું વ્યાખ્યાન એકદમ દમ વિનાનું જ હશે ને? છે તો પછી બહેનો પણ શી રીતે પામશે ? છે રે ખરેખર એવા ઉપદેશોથી બહેનો પામતા હોય તો પણ આવા જોખમ લેવા જેવા નથી. ૪ આત્માનું હિત જોખમાય એવી પરહિતની પ્રવૃત્તિ જિનશાસનમાં કદિ માન્ય બની નથી.'
આ જ વાત સાધ્વીજીઓએ પણ સમજી લેવી. તેઓએ ભાઈઓને ભણાવાય નહિ. એમને ! જે ધર્મોપદેશ અપાય નહિ. (વર્તમાનકાળમાં હવે ભાઈઓને પાછળ બેસાડીને અને બહેનોને આગળ 3 ૪ બેસાડીને ધર્મોપદેશ સાધ્વીજીઓ આપે છે. સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષો જો આની સંમત્તિ આપતા હોય છે જ તો એનો વિરોધ ન જ કરી શકાય. પણ માત્ર પુરુષોને ધર્મોપદેશ આપવો એ તો ઉચિત નથી જ.)
૧૫૧. હું ગોચરી વહોરવા જઈશ ત્યારે કોઈને ધર્મોપદેશ-બાધા આપીશ નહિ!
કેટલાંક સંયમીઓ ભક્ત વગેરેના ઘરે ગોચરી વહોરવા જાય અને પછી “કેમ? રાત્રિભોજન નથી કરતા ને? જિનપૂજા કરો છો ને? જો તમે આટલા નિયમ લો, તો જ તમારે ત્યાં વહોરું, નહિ ૪ તો ગોચરી ન વહોરું.” વગેરે અનેક પ્રકારના ઉપદેશો આપતા હોય છે. બળજબરીથી, નહિ વહોરવાની જ ધમકીના બળ ઉપર બાધાઓ લેવડાવતા હોય છે. જ્યાં ગોચરી વહોરતા પાંચ-દશ મિનિટ થાય, ત્યાં જે વાતચીત-ઉપદેશ વગેરે દ્વારા અડધો કલાક પણ પસાર કરી દે. એ પણ ભૂલી જાય કે “હું ગોચરી વહોરવા નીકળ્યો છું, ધર્મોપદેશ આપવા નહિ.”
દશવૈકાલિક સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ગોચરી ગયેલો સાધુ ગોચરી સંબંધી પૂછ-પરછ કરવા * સિવાય કોઈ વાત ન કરે. કોઈને ધર્મોપદેશ આપવા જેવો લાગે તો એને ઉપાશ્રયમાં બોલાવીને ઉપદેશ જ આપે.
સાધુઓએ ગોચરીચર્યામાં ઉપદેશ આપવો નહિ” આવો તીર્થકરોનો ઉપદેશ જે સંયમીઓ નથી ૪ પાળતા, તે સંયમીઓનો ઉપદેશ શ્રાવક-શ્રાવિકાઓ સ્વીકારીને આત્મકલ્યાણ પામશે એ વાતમાં કેટલી જ શ્રદ્ધા કરી શકાય? રે ! કદાચ એ શ્રાવકાદિ તો પોતાની યોગ્યતાના બળથી આત્મકલ્યાણ સાધી પણ !
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૬૦) (