________________
રે
છે પ્રાપ્ત થયા હોય એ તો સારા માટે છે. પણ એ બધી શક્તિઓની પોતાના મોઢે બીજા સામે પ્રશંસા કરવી ? જ એ અતિ-નિમ્નકક્ષાનું પાપ છે. જ કેટલાંક સંયમીઓ એવા હોય છે કોઈ ન પૂછે તો પણ પોતાની લબ્ધિ-શક્તિનું વર્ણન કરવા જ લાગે. (૧) મારે ૮૫ ઓળી થઈ ગઈ છે. ચાર માસક્ષમણ કર્યા છે. આંબિલો પણ બે જ દ્રવ્યના કરું આ છે.. (ર) મારે ૪૫ આગમો વંચાઈ ગયા છે. મેં સંસ્કૃતમાં ટીકાઓ પણ લખી છે. મારા પુસ્તકો ખબ રે * આદેય બન્યા છે. ચાર-પાંચ વાર ફરી-ફરી છપાવવા પડ્યા છે. હજારો લોકો મારા પુસ્તકો વાંચે છે. (૩) D
મારા ભક્તો ખૂબ ઉદાર છે. ચાર-પાંચ કરોડના ખર્ચે તીર્થ ઉભું થવાનું છે તે જોરદાર સંઘ નીકળવાનો
છે. હું જ્યાં કહું ત્યાં લાખો રૂપિયા આપી દેવા તૈયાર છે. (૪) મારે તો શિષ્યોની લાઈન લાગે છે. પુષ્કળ જ શિષ્યો થઈ ગયા છે. મારા વ્યાખ્યાનો સાંભળ્યા બાદ મુમુક્ષુઓ મારા સિવાય કોઈ પાસે જતા જ નથી.
આવા તો સેંકડો પ્રકારના સ્વપ્રશંસાના સ્વરૂપો છે. પ્રશમરતિકાર કહે છે કે, (૮૯) “જે વસ્તુનું જ અભિમાનઃસ્વપ્રશંસા કરવામાં આવે, તે વસ્તુ ભવાંતરમાં ગુમાવી જ દેવી પડે.” છે ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારમાં કમાલનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે, (૮) આત્મન્! 3 ૪ તને તારા ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ક્ષમા, સરળતાદિ ગુણોનો અહંકાર છે? તો તુ મૂર્ખ છે. કેમકે એ જ ગુણો તો બધાયમાં પડેલા જ છે. તમામ આત્માઓ અનંતગુણસંપન્ન છે. અને તને જો પુણ્યોદયથી પ્રાપ્ત જ થયેલા મધુરસ્વર, સુંદરરૂપાદિનું અભિમાન હોય તો ય તું મૂર્ખ છે. આવી તુચ્છ, પારકી વસ્તુઓનું 3 છે અભિમાન કયો મુનિ કરે?
આ વિષય ઉપર ઘણું કહેવું છે. પણ ટૂંકમાં એટલું જ જણાવીશ કે જો આત્મહિત ઈષ્ટ હોય તો ૪ સૌ પ્રથમ સ્વપ્રશંસાનું પાપ છોડી દો. કોઈ ન પૂછે ત્યાં સુધી આપણા કોઈપણ ગુણો કે શક્તિનું પ્રદર્શન : જ ન કરવું.
પણ કોઈક સામેથી પૂછે કે “શું તપ ચાલે છે? શું ભણો છો ?” તો ત્યારે જવાબ આપવો જ છે જ પડે. એ વખતે જેટલું પૂછાયું હોય એટલો જ ઉત્તર આપવો. એમાં વધારાની કોઈ વાત ન બોલીએ તો હું ? એ ઉત્તર સ્વપ્રશંસા ન ગણાય. દા.ત. ઉપરના બે પ્રશ્નોના ઉત્તર “મારે ૮૫મી ઓળી ચાલે છે અને જે ઉપમિતિ વાંચું છું.” એટલો જ આપવો. પણ એને બદલે “મારે સળંગ ચાર વર્ષથી આંબિલ છે. એમાં ?
૮૫મી ઓળી ચાલે છે. મારે બધો ન્યાય થઈ ગયો છે. ૨૫-૫૦ ગ્રંથો વાંચ્યા છે. હવે ઉપમિતિ વાંચું રે છું.” એવા ઉત્તરો સ્વપ્રશંસા રૂપ બને છે.
વળી આ ટૂંકા ઉત્તરમાં “દેવ-ગુરુની કૃપાથી ઓ સ્વાધ્યાય-તપ થાય છે.” એ વાત ઉપર સાચા જ ભાવ સાથે વજન મૂકવું. જાતની શક્તિ અને ક્ષયોપશમને તદ્દન ગૌણ કરી નાંખવા.
આ રીતે જેઓ વ્યવહાર પાળે તેઓ “સ્વપ્રશંસાના પાપ વિનાના છે' એમ નક્કી થાય.
ખૂબ જ સૂક્ષ્મતાથી આત્મસંપ્રેક્ષણ કરશો તો ડગલે ને પગલે આપણે સ્વપ્રશંસા રૂપ પાપનો ભોગ ૨ જ બની જઈએ છીએ એ દેખાશે. અને આ પ્રતિજ્ઞા લીધા બાદ દઢ રીતે જો એ પાપથી બચશો તો ? છે અણકલ્પિત આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિ પણ અનુભવાશે. આશ્ચર્યજનક આત્માનંદ છળશે. પણ એ : છે માટે સ્વપ્રશંસારૂપ પાપની સંપૂર્ણ તિલાંજલિ કરવી જ પડશે. આમ છતાં મોહને પરવશ થઈને સ્વપ્રશંસા :
YYYYYYYY xxxxxxxxx
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૧૯૮)