________________
પણ શંકા ન થાય.
પણ હોલમાં વ્યાખ્યાન બેસવાનું હોય અથવા હોલમાં શ્રાવકો વગેરેની પુષ્કળ અવરજવર, “અવાજ હોવાથી ત્યાં બેસીને સ્વાધ્યાય ક૨વો શક્ય ન હોય... આવા કારણોસર રૂમમાં બેસવું જ પડે તો (૧) ઓછામાં ઓછા ત્રણ સંયમીઓ રૂમમાં બેસીને સ્વાધ્યાયાદિ કરે (૨) એક જ સંયમીએ બેસવું હોય તો એણે રૂમનું બારણું સંપૂર્ણ ખુલ્લું રાખવું. અર્થાત્ સ્ટોપર તો ન જ મારવી પણ બારણું આડું પણ ન કરવું. બારણું આખું ખુલ્લું રાખવું. કદાચ બહારનો અવાજ અટકાવવા માટે બારણું આડું ક૨વું પડે તો પણ એને સ્ટોપર તો ન જ મારવી. કોઈપણ વ્યક્તિ એ બારણું ધક્કો મારીને ખોલી શકે એવી અવસ્થામાં બારણું રાખવું.
હવે તો કેટલાંક પીઢ શ્રાવકો ઉપાશ્રય બનાવે ત્યારે એમાં રૂમ બનાવતા નથી. માત્ર પડદાઓની વ્યવસ્થા ગોઠવી દે છે જેથી ગોચરી વા૫૨વાદિ ક્રિયા કરી શકાય. પણ રૂમો નથી બનાવતા. આ પણ એક અનુમોદનીય બાબત છે. પણ આ વાત કેટલા જણ સ્વીકારશે ? માન્ય રાખશે ? એ પ્રશ્ન છે. અત્યારે રૂમ વિનાના ઉપાશ્રયની પ્રશંસા કરનારાઓ કેટલા મળશે ?
૧૪૯. હું સાધ્વીજીઓએ લાવેલા ગોચરી-પાણી વાપરીશ નહિ અને મારા ગોચરી-પાણી સાધ્વીજીઓને આપીશ નહિ :
ગચ્છાચાર પયન્નામાં કહ્યું છે,(૮૨) “જે ગચ્છના સાધુઓ સાધ્વીજીઓએ લાવેલા ગોચરી, પાણી, પાત્રા વગેરે કોઈપણ વસ્તુઓ વાપરે છે. તે ગચ્છ ગચ્છ ન કહેવાય.” આ જ વાત સાધ્વીજીઓએ સાધુઓને આશ્રયીને સમજવાની છે.
આની પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે “સાધુ-સાધ્વીજીઓનો પરસ્પર પરિચય, વાતચીત ન થાય અને તેથી બ્રહ્મચર્યની રક્ષા થાય.”
સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ પાણી લાવીને ઠારે, ગાળે, ઘડાઓ ભરીને મૂકે અથવા પોતાના ઉપાશ્રયમાં જ ઘડાઓ તૈયાર કરીને સાધુઓના ઉપાશ્રયમાં મૂકે, સાધુઓની ગોચરી માંડલીમાં સાધ્વીજીઓ એક મિનિટ માટે પણ પ્રવેશ કરે, સાધ્વીજીઓ સાધુઓને ગોચરી લાવી આપે... આ તમામ પ્રવૃત્તિઓ જો ક્યાંય પણ ચાલતી હોય તો એ જિનાજ્ઞાભંગ રૂપ સમજવી.
એક સુવિહિત ગીતાર્થ ગુરુભગવંત તો ત્યાં સુધી કહે છે કે,“ગોચરી ખૂબ વધી પડે તો પણ એ પરઠવી દેવી. સાધુ-સાધ્વીજીઓએ પરસ્પર આપ-લે ન કરવી.”
પૂર્વે મેં આ વાત કરી જ છે કે સાધ્વીજીઓની જવાબદારી જેના શિરે હોય તે અત્યંત સંવિગ્ન મહાત્મા સિવાય બાકીના કોઈએ પણ સાધ્વીજીઓનો પરિચય લેશમાત્ર પણ કરવો ઉચિત નથી. ગચ્છાચારાદિ ગ્રંથોનો અભ્યાસ કરનારાઓને આ વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જશે.
૧૫૦. હું એકલા સાધ્વીજીઓને-એકલા બહેનોને એક ગાથા આપવા જેટલું પણ ભણાવીશ
નહિ
ઉપદેશપદમાં એક ખૂબ જ સુંદર કથાનક કે જેમાં એક સતીસ્ત્રીને યોગ્ય ગુરુ પાસે દીક્ષા અપાવવા માટે એક દેવે યોગ્ય ગુરુની તપાસ કરવા માટે એક આચાર્ય ભગવંતની પરીક્ષા કરી. બપો૨ના સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૫૯)