________________
લવા દઈ વાયુવિરાધના અટકાવનારા સંયમીઓ પણ છે. વિહારમાં કામળી કપડાનો છેડો લટકેલો રહીને ઉચા કરે તો એને બરાબર વ્યવસ્થિત કરીને બિલકુલ ઉડવા ન દેનારા સંયમીઓ પણ છે.
આમ આજે પણ સંયમના જીવંત આદર્શો વિદ્યમાન તો છે જ. એને નજર સામે લાવીને આપણે પણ એ જ પ્રમાણે જીવન જીવીએ.
ગોચરીનું લુણું પાણીમાં ધોઈને સુકવ્યા બાદ તેને તરત ઉતારી દેવાની કાળજી પણ ખાસ કરવી
જોઈએ.
૧૪૫. હું મારા પુસ્તકો, નોટો વગેરેના કાગળો પવનથી ઉડ્યા ન કરે એની પુરતી કાળજી
રાખીશ :
ટેબલ ઉપર પુસ્તકો, નોટો મૂકીને સંયમી ઠલ્લે જાય, ગોચરી વાપરવા જાય અને બીજી બાજુ પવનની ઝાપટથી પુસ્તકના પાનાઓ કલાકો સુધી ઉડ્યા જ કરે. એકવાર તો એક સંયમીના પ્રતના અનેક પાનાઓ ઊડી ગયા, ઉપાશ્રયની બહાર જઈ પડ્યા. કેટલાક ખોવાઈ ગયા. કેટલાંક પાણીમાં પડીને તદ્દન ભીના થઈને ફાટી ગયા..આખી પ્રતના ટુકડા થયા. આવું જો અતિમહત્ત્વની હસ્તલિખિત પ્રત માટે કે નવા લખેલા મહત્ત્વના લખાણ માટે થાય તો ? કેટલું બધું ગુમાવવું પડે ?
માટે જ પુસ્તકો એવી જગ્યાએ જ રાખવા કે પવનથી એ લેશ પણ ઉડે નહિ. અને જો પવનવાળા સ્થાનમાં જ પુસ્તકો પડ્યા હોય તો પછી પુસ્તક ઉપર ભારે વસ્તુ મૂકી દેવી જેથી પાનાઓ ન ઉડે.
મંદ પવન હોય તો જો એ પવન પૂર્વદિશામાંથી આવતો હોય તો પુસ્તક પશ્ચિમદિશાભિમુખ મૂકી શકાય. જેથી વજનદા૨ વસ્તુ વિના પણ એ ન ઉડે. જો પુસ્તક પૂર્વાભિમુખ હોય અને પૂર્વમાંથી જ પવન આવતો હોય તો એનું પૂઠું અને પાના ખોલ-બંધ થયા જ કરે. પણ આ બધું મંદ પવન હોય ત્યારે જ સમજવું. બાકી તો વજનદાર વસ્તુ ઉપર મૂકવી જ પડે. એ વિના ન ચાલે.
૧૪૬. માંડલી વ્યવસ્થાપક મને જે કામ સોંપે એમાં હું કંદ ના નહિ પાડું, શારીરિક મુશ્કેલી હશે તો પણ સ્પષ્ટ ના નહિ જ પાડું :
સંયમીઓમાં પરસ્પર સંક્લેશનું વાતાવરણ ઉભું થતું હોય તો એનાં અનેક કારણોમાં એક અગત્યનું કારણ એ છે કે “માંડલીના પોતાને યોગ્ય કામ કરવામાં આળસ-પ્રમાદ-ઉપેક્ષા કરવી.’ કેટલાંક સંયમીઓ અમુક કામ કરવામાં ખૂબ જ આળસુ, રસહીન હોય છે. દા.ત. કેટલાંક સંયમીઓ કદિ પાણીના ઘડા લાવે જ નહિ. એ કામ એમને નાનું, હલકું, શરમજનક લાગે. ગોચરી વગેરે કામો એમને ખૂબ સારા લાગે.
હવે જો આ રીતે સંયમીઓ પાણી લાવવાની ના પાડી દે તો પછી માંડલીનું પાણી કોણ લાવે? જે એક-બે સેવાભાવી સંયમીઓ હોય એમના ઉપર બધો બોજો આવે. અને આ રીતે પોતાના ઉપર વધારે બોજો આવવાથી એમના પણ ભક્તિભાવો ખતમ થઈ જાય.
એમ ઉનાળામાં કેટલાંક સંયમીઓ બપોરે ગોચરી જવા તૈયાર ન થાય. ત્યારે તેઓ આંબિલ ખાતેથી ઘડાઓ ભરીને ઉપાશ્રયમાં મૂકી દેવાનું જ કામ કરે.
કેટલાંકો વળી એકે ય કામ ન કરે. એમાં જ્યારે સંયમીઓ ઓછા હોય અથવા તો બે-ત્રણ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૫૫)