________________
ઘડામાં ધગધગતું ગરમ પાણી લાવીએ તો એ ઘડાઓ રીઢા થઈ જાય. પછી એ ઘડામાં પાણી ઠરે નહિ. એટલે પ્લાસ્ટીકના ઘડામાં ધગધગતું પાણી લાવી, ઠારીને પછી જ માટીના ઘડામાં ભરવામાં આવે તો એ ઘડાઓ લાંબો કાળ સુધી પાણીને ઠંડુ કરનારા રહે.
આ બધા કારણોસર કેટલાંક સંયમીઓમાં પ્લાસ્ટીકના ઘડાઓનો વપરાશ શરૂ થઈ ચૂક્યો છે. પણ આ બધા જ લાભો કરતા આરોગ્યને પહોંચતુ નુકશાન એ મોટો ગેરલાભ સંયમીઓએ ધ્યાનમાં લેવો જોઈએ. (૧) માટીના ઘડા પણ ઓછા વજનવાળા મળે જ છે. થોડીક ટેવ પાડવી પડે. તુંબડાઓ તો વજનમાં ઘણા હલકા હોય છે. (૨) સાચવણી કરીએ તો માટીના ઘડાઓ પણ ન તુટે. લાંબોકાળ વાપરી શકાય. (૩) મોટા ગ્રુપોમાં બે-ત્રણ સંયમીઓ રીઢા ઘડા રાખે અને એમાં જ બધું પાણી લાવવામાં આવે તો બાકીના સંયમીઓના ઘડાઓ રીઢા ન થાય અને લાંબોકાળ વાપરી શકાય.
આ જ રીતે પ્લાસ્ટીકની ટોક્સીઓને બદલે લાકડાની ટોક્સીઓ વપરાય તે વધુ યોગ્ય જણાય છે. છતાં છેવટે નિશ્રાદાતા ગુર્વાદિને પુછીને યોગ્ય નિર્ણય લેવો.
૧૩૮. હું ગૃહસ્થના કે સંઘના કોઈપણ ધાબડાઓ વાપરીશ નહિ :
‘સ્લીપડીસ’ વગેરે રોગોની મુશ્કેલી ન હોય તો ઉનાળા-ચોમાસામાં માત્ર સંથારો જાડો ક૨વા, સુખશીલતા માટે ધાબડાઓ વાપરવા એ ઉચિત નથી જ. સંયમીએ એક માત્ર સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરીને ઉંઘવાનું છે. માટે જ અતિચારસૂત્રમાં ‘સુતા.....અધિકો ઉપકરણ વાપર્યો' બોલીએ છીએ. (૧) ધાબડાનો રંગ લગભગ કાળાશ પડતો હોય છે અને એમાં જીવ ભરાયો હોય તો ય ખબર ન પડે. માટે જ ધાબડાઓ દુશ્રૃતિલેખિત છે. વળી એ વજનદાર હોવાથી એમાં શાંતિથી નિરીક્ષણ કરતા કરતાં પ્રતિલેખન કરવું પણ ન ફાવે. (૨) કોઈપણ સંયમીઓ વિહારમાં ધાબડાઓ ઉંચકતા હોય એવું સાંભળ્યું નથી. સંઘવાળાઓ સંયમીઓ માટે જ ધાબડાઓ ખરીદે છે અને ઉપાશ્રયમાં રાખે છે. આમા ધાબડાઓ ખરીદવા, એને માટે કબાટ રાખવું, એ ધાબડાઓ દ્વારા કીડી વગેરેની વિરાધના થવી વગેરે અનેક પ્રકારના દોષો સંયમીના નિમિત્તે થવાથી સંયમીને સંયમમાં ડાઘાઓ લાગે. (૩) ધાબડા વગેરે ઉપર ઉંઘ ખૂબ સારી આવે. વધારે ઊંઘી રહેવાનું મન થાય. પ્રમાદ વધે. સુખશીલતા પણ પોષાય. જો માત્ર સંથારો જ હોય તો જેટલો થાક હોય એટલી જ ઉંઘ લેવાય. જરૂરિયાત પુરતી ઉંઘ થઈ ગયા બાદ વધુ ઉંઘવાની ઈચ્છા ન રહે. પ્રમાદ ઓછો થાય. (૪) અત્યારે ગૃહસ્થોના ઘરોમાં .C. નું પાલન બરાબર થતું નથી. ધાબડાઓ પણ શુદ્ધ ઉનના નથી હોતા. M.C.વાળા બહેનોએ પણ એ ધાબડાઓ વાપર્યા હોય. એવા અશુદ્ધ ધાબડાઓ શી રીતે સંયમીઓ વાપરી શકે ? વર્તમાનમાં તો ગૃહસ્થોમાં અનેક પ્રકારના વિચિત્ર પાપો પ્રવેશેલા હોવાથી તેઓએ વાપરેલા, ધાબડા વગેરે વાપરવાની છૂટ આપવી કે કેમ ? એ ખૂબ જ વિચારણીય છે. (૫) એકવાર ધાબડાઓ વાપરવાના સંસ્કાર પડે એટલે પછી જ્યાં ધાબડાની વ્યવસ્થા ન હોય ત્યાં સંક્લેશ થાય. સ્કૂટરો દોડાવીને પણ ધાબડાઓ મંગાવાય. સાંજના વિહારોમાં સ્કુલ વગેરેમાં ધાબડા ન મળે તો આજુબાજુના ગામના શ્રાવકો પાસે ધાબડાઓ મંગાવવા પડે. આમાં સ્કુટરો કે ગાડીઓ ૮-૧૦ કિ.મી. દોડે. પહેલા મહાવ્રતને કેટલા કાળા ડાઘાઓ લાગે ?
પણ ધાબડાઓ વિના જ જીવવાની ટેક હોય તો ઉપરના કોઈ જ દોષ ન લાગે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૪૮)