________________
પ્રશ્ન છે; શિયાળાનો ! અતિભયંકર ઠંડી એવી તો અસહ્ય હોય છે કે ધાબડાના ઉપયોગ વિના ઉંઘ પણ ન આવે. એમાં જો વિહારમાં ખુલ્લી સ્કુલો વગેરેમાં સાંજે ઉતરવાનું થાય અને બાજુમાં નદી વગેà હોય તો તો ઠંડી પરાકાષ્ઠાએ પહોંચે, ભલભલા સંયમીઓ સમાધિ ગુમાવી બેસે એવી ઘોર અશાતા અનુભવાય.
આના ઉપાય તરીકે નીચે પ્રમાણે વિચારણા કરી શકાય.
(૧) આજે એક એવા સંયમી છે કે જે ગમે તેવી કડકડતી ઠંડીમાં પણ માત્ર કપડો જ ઓઢે છે. ચાલુ કામળી પણ ઓઢતા નથી. નીચે સંથારા સિવાય એકપણ વસ્તુ પાથરતા નથી. એક ઘણા વિદ્વાન ગણિવર ગમે તેવી ઠંડીમાં માત્ર સંથારો જ પાથરીને ચલાવે છે. જો સત્વ ફોરવી શકાય તો ઠંડી સહન કરી લેવી પણ ધાબડાઓ ન જ વાપરવા.
(૨) કેટલાંક સંયમીઓ શિયાળાની કામળીઓ સાથે જ રાખતા હોય છે અને ઉંચકતા હોય છે. બે-ત્રણ કામળીઓ જાતે ઉંચકીને વિહાર કરે અને રાત્રે એનો વપરાશ કરે. પણ ધાબડા તો ન જ વાપરે. (૩) શિયાળામાં બન્નરની માફક મોટો સુતરાઉ કપડો છાતી ઉપર બરાબર બાંધીને પહેરવામાં આવે તો ઠંડી ઘણી જ ઓછી લાગે. આ કપડો એવી રીતે પહેરાય છે કે જેમાં બે ય ખભા ઢંકાઈ જાય અને છાતી પેટ વગેરેના ભાગ પણ ઢંકાઈ જાય.
આવા જો નિ૨વદ્ય ઉપાય અજમાવી શકાતા હોય તો ધાબડો ન જ વા૫૨વો જોઈએ. પણ આમ છતાં જો ધાબડો વાપરવો જ પડે તો પછી શિયાળાની કડકડતી ઠંડીવાળા બે મહિના /ત્રણ મહિના સિવાય બાકીના ૯-૧૦ મહિના તો ધાબડાનો વપરાશ ત્યાગી જ દેવો જોઈએ.
તાવ આવે તો કે ગ૨મ પાણીનો નાસ (બાફ) લેવો પડે તો ત્યારે ના-છૂટકે ધાબડા વાપરવાની છૂટ રાખી શકાય. પણ એ વખતે ગૃહસ્થોના ધાબડાઓ વા૫૨વાને બદલે સંઘના જ ધાબડાઓ વા૫૨વા વધુ ઉચિત જણાય છે.
દિવસ દરમ્યાન બેસવાના આસન તરીકે ધાબડાઓ ન વાપરવા. ગરમ આસન કે કામળી પાથરીને બેસી શકાય.
૧૩૯. હું લુંછણિયું આગળ-પાછળ બરાબર જોયા પછી, સહેજ ખંખેર્યા બાદ જ વાપરીશ :
ગોચરીમાં વાપરી લીધા બાદ કાજો કાઢવા વગેરે માટે લુંછણિયું ઘસવામાં આવે છે. આ લુંછણિયામાં દાળ-શાકના અવયવો લાગવાથી તેની સુગંધના કારણે કે બીજા પણ કોઈક કારણોસર કીડી વગેરે જીવો આવી પડતા હોય છે. જો એ લુંછણિયાને બરાબર જોયા વિના જ એના દ્વારા પાણી લુંછવાદિ પ્રવૃત્તિ કરીએ તો એ કીડીઓ પણ ભેગી ઘસાઈ જાય, મરી જાય. ઘણીવાર આવી અજયણાને કારણે ૧૦-૨૦-૨૫ કીડીઓ મરી જતી જોવામાં આવી છે. આપણો નાનકડો પ્રમાદ બીજા જીવોના મોતનું કારણ બને એ કયો સંયમી સ્વીકારી શકે ?
કોઈપણ દેશની સ૨કા૨ નાગરિકોના રક્ષણ માટે નિયમ બનાવે છે કે, “દારૂ પીને ગાડી-સ્કૂટરાદિ વાહનો ચલાવી શકાય નહિ.” તો તીર્થંકરો વહાલા જીવોની રક્ષા માટે આ નિયમ બનાવે કે, “લુંછણિયું બરાબર જોયા પછી જ એનો વપરાશ કરવો” તો એ નિયમ દરેકે સ્વીકારવો જ જોઈએ.
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૪૯)