________________
છે કરી શકાય અને એ ચોમાશીની આલોચના જ ગણાય. $ ચાર મહિનાથી વધારે અંતર પડે એ ઉચિત લાગતું નથી. પાપોની આલોચના જેટલી મોડી કરી છે જ એટલા એના સંસ્કારો આત્મામાં ગાઢ થવાની શક્યતા ઘણી છે. છે. જો કોઈ ગંભીર ભુલ થઈ જાય તો એના માટે એક દિવસની પણ રાહ જોયા વિના સ્પેશ્યલ ૪ જે માણસને મોકલીને પણ તુરંત જ આલોચના કરવી. ગંભીર ભુલોની આલોચનામાં વિલંબ ન કરાય. આ જે સાંવત્સરિક મહાપર્વની આલોચના પણ જરૂરી છે. અર્થાત્ અષાઢ ચૌદશથી ૫૦ દિવસના છે ૪ પાપોની આલોચના સંવત્સરીએ કે તેના ૫-૭ દિવસ પહેલા કરી લઈ સાંવત્સરીક પ્રતિક્રમણ પૂર્વે સંપૂર્ણ $ શુદ્ધ થઈ જવું.
આમ ઓછામાં ઓછી એક વર્ષમાં ચાર વાર આલોચના પ્રત્યેક સંયમીએ લેવી જોઈએ.
પણ પ્રાયશ્ચિત્તદાતા અતિગંભીર, મહાગીતાર્થ, મહા સંયમી, વિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી હોવા છે અત્યંત આવશ્યક છે એ વાત ન ભુલવી.
૧૧૯. હું મારી માલિકીના પુસ્તકો, એના પોટલા રાખીશ નહિ.
મહાનિશીથસૂત્રમાં (૭)સુમતિ-નાગિલના દષ્ટાન્તમાં માત્ર એક મુહપત્તી વધારે રાખનાર જે સંયમીને અવંદનીય કહ્યો છે. કોઈપણ પ્રકારના પુસ્તકો સંયમી પોતાની માલિકીના રાખે એટલે પછી એ જ છે બધા પુસ્તકોની સાચવણી પોતે કરવી પડે. ૨૫-૫૦-૧૦૦ પુસ્તકો હોય એનું પોટલું બનાવી પોતાના જ જ વિહાર પ્રમાણે હેર-ફેર કરાવવું પડે. શ્રાવકો પાસે ગાડી દ્વારા મંગાવવું પડે. એ બધી વિરાધનાનો દોષ જ જ સંયમીને લાગે. શ્રાવકો પોતાની મેળે જ આવતા હોય અને એમની ગાડીમાં પુસ્તકોનું પોટલું મંગાવીએ : છે તો પણ અનુમોદનાનો દોષ તો લાગે જ.
- આજે તો મોટા શહેરોમાં વિશાળ જ્ઞાનભંડારોમાં બધી જાતના પુસ્તકો મળતા જ હોય છે. આખા જ જ ભારતમાં કુલ ૪00 જેટલા ભંડારો છે. એટલે સંયમીને જ્યારે જે પુસ્તકની જરૂર પડે ત્યારે જ
જ્ઞાનભંડારમાંથી મેળવી શકે છે. પોતાની માલિકીના પુસ્તકો રાખવાની કોઈ જરૂર જ નથી. જે
- ચોમાસામાં વ્યાખ્યાન માટે પુસ્તકો જોઈએ, તો જે જે પુસ્તકો જોઈતા હોય તે બધા જ $ જ્ઞાનભંડારમાંથી કઢાવી ચાર મહિના પાસે રખાય અને પછી પાછાં જ્ઞાનભંડારમાં આપી દેવાય. ૪ આમાં ખૂબ જ પ્રસન્નતા અનુભવાય. “હું પરિગ્રહી નથી. નિષ્કિચન છું. મારી પાસે કંઈ ૪ નથી.” એનો આનંદ સાચા સંયમીને ખૂબ જ હોય. જ્યારે પુસ્તકાદિના પોટલાવાળાને તો સતત એનો જ જે ભાર રહે. વિહાર થાય એટલે “એ પોટલું કેવી રીતે ઈષ્ટ સ્થાને મોકલવું એની ચિંતા રહે. શ્રાવકને જ જે ગોતવો પડે. એને સમજાવવો પડે. છે વળી એ પોટલાઓમાં જીવોની જયણા પણ શી રીતે સચવાય? પુસ્તકોમાં ઉધઈથી માંડીને જાત છે જ જાતની જીવસૃષ્ટિ ઉત્પન્ન થાય. દર પંદર દિવસે એનું પડિલેહણ કોણ કરે?
સંયમીઓ આઠ મહિના માટે પોતાના પોટલા સ્વજનાદિને ત્યાં મૂકાવતા હોય છે. અત્યારના જ કાળમાં સ્વજનોના ઘરો પણ નાના-સંકડાશવાળા હોય તો એમને પોટલાઓ ઘરે રાખવા ન પણ ગમે. જે ના ન પાડી શકે પણ મનમાં સંકલેશ થાય. ઘરના બાકીના સભ્યો તો બોલે ય ખરાં કે “આ શું બધું ભેગું
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૩૩)