________________
કે આમાં પાણી કેટલા વાગે ઉકાળ્યું?' એવો પ્રશ્ન ન પુછવો. પણ “ગ્યાસ કેટલા વાગે બંધ કર્યો? $ કે ચૂલા ઉપરથી પાણીનું તપેલું કેટલા વાગે નીચે ઉતાર્યું?” એમ પૂછવું. પાણી ઉકાળનારા માણસો જ તે અણસમજુ હોવાથી “પાણી કેટલા વાગે ઉકાળ્યું' એ પ્રશ્નનો ઉત્તર આપવાનો આવે ત્યારે જો સાત વાગે જે પાણી મૂકયું હોય તો કહે કે “સાત વાગે ઉકાળ્યું. અને સંયમી સાત વાગ્યાથી પાણીનો કાળ ગણે. જે
હકીકતમાં તો અડધો કલાક પાણી ઉકળતા થયો હોય તો સાડાસાત વાગે પાણી ઉકળેલું કહેવાય. ૪ ૪ અને એટલે સાડાસાત વાગ્યાથી જ પાણીનો કાળ ગણવાનો હોય. એટલે પ્રશ્ન આ જ પૂછવો કે, “ગ્યાસ જ કેટલા વાગે બંધ કર્યો ?”
શિયાળામાં ચાર પ્રહરનો પાણીનો કાળ છે. અને દિવસ ચાર પ્રહરનો જ હોય. એટલે જો આ સૂર્યોદય સમયે પાણી ઉકળી ગયું હોય તો સૂર્યાસ્ત થતાની સાથે જ તે સચિત્ત બની જાય. હવે સંયમીઓ છે જ તો છેક સૂર્યાસ્તની બે-ત્રણ મિનિટ બાકી હોય ત્યાં સુધી પાણી વાપરે અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ આ પાણીમાં ચૂનો નાંખે તો સચિત્ત થઈ ગયેલા પાણીમાં ચૂનો નાંખેલો કહેવાય. આ તો ભયકંર વિરાધના જ જ કહેવાય. .
એટલે (૧) શિયાળામાં સૂર્યોદય પછી અડધો કલાક બાદ જ પાણી ઉકળી રહેલું હોય, એ જ પાણી વહોરવું. એ માટે વ્યવસ્થાપકોએ સૂચના પણ કરવી પડે. (૨) જો એ શક્ય ન હોય, સૂર્યોદય જ આ વખતે કે તે પૂર્વે પાણી ઉકળી ગયું હોય તો એ પાણી તદ્દન જૂદું રાખી સાંજ સુધીમાં બધું વાપરી લેવું. જ છે જે વધે એમાં વહેલો ચૂનો કરી દેવો. અને બીજીવાર મોડું ઉકળેલું પાણી જુદું રાખી એ સૂર્યાસ્ત સુધી જ વાપરવામાં લેવું. (૩) પાણીમાં ચૂનો કરવો, ઢોળાયેલું પાણી લૂંછવું, ઘડા-લોટ લુંછવા વગેરેમાં ગચ્છ જ જ પ્રમાણે ૧૦-૧૫ મિનિટ કે અડધો કલાક પણ થાય. તો પાણીનો કાળ જ્યારે થઈ રહેતો હોય ત્યારે – જ પાણીમાં ચૂનો નાંખવો, નીચે ઢોળાયેલ પાણી લુંછવું અને ઘડાદિ લુંછવા – એ બધા જ કામો થઈ ચૂક્યા છે હોય એ રીતે જ પાણી કાઢવાનું કામ શરૂ કરવું. દા.ત. સૂર્યાસ્ત બાદ પાંચ મિનિટ થાય ત્યારે જ પાણીનો જ કાળ થઈ જતો હોય તો સૂર્યાસ્તની ૧૫-૨૦ મિનિટ પહેલા જ બધા સંયમીઓને પાતરીઓમાં છેલ્લું ? કે વાપરવાનું પાણી આપી દઈ બાકી બધું પાણી તપેલા વગેરેમાં ભેગું કરી સૂર્યાસ્ત સમયે તેમાં ચૂનો નાંખી છે આ જ દેવો. અને તે પૂર્વે જ બધા ઘડા-લોટ લુંછી લેવા. ઢોળાયેલું બધું પાણી લૂંછી લેવું. જો આમાં એક મિનિટે પણ મોડું થાય તો સચિત્ત પાણીમાં ચૂનો નાંખવાનું, સચિત્ત પાણી લુંછવાનું ઘોર પાપ બંધાય. ૪
શિયાળામાં વિહારમાં ય મુશ્કેલી ઉભી થાય. સાંજના વિહારમાં સૂર્યાસ્ત સમયે પાણી વાપરી કે લઈએ અને હજી અડધો-એક કિલોમીટર સ્થાન દૂર હોય તો કેટલાંક સંયમીઓ સ્થાને પહોંચીને સૂર્યાસ્ત છે જ બાદ ૨૦-૨૫ મિનિટ પછી ચૂનો નાંખતા હોય છે. એ પાણી જો સૂર્યોદય બાદ અડધો-પોણો-એક કલાક આ મોડું જ ઉતર્યું હોય તો તો વાંધો નથી. પણ વહેલું ઉતર્યું હોય તો ભયંકર વિરાધના ચોટે જ. જે
" આવા વખતે જેની પાસે લોટ, તુંબડું હોય તેના એ લોટ તુંબડામાં બધું પાણી ભેગું કરી ત્યારે ? જ (પાણી ચૂકવ્યા પછી તરત જ, સૂર્યાસ્ત સમયે જો તેમાં ચૂનો કરી દેવો. જો બધા પાસે ઘડા જ હોય છે તો પછી કોઈપણ એક ઘડામાં પાણી ભેગું કરી એમાં ચૂનો કરવો. બીજા દિવસે ત્રણવાર ચોખ્ખા પાણીથી જ
એ ચૂનાના પાણીવાળો કરેલો ઘડો ખંગાળી લઈને પછી ચાલુ વાપરવાના પાણીમાં ઉપયોગમાં લઈ ? ન શકાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૪૩),