________________
કર્ણ જુદો પકડવા ખૂબ જ કપરો થઈ પડે. માટે દાંડા ઉપર પોલીસ સિવાય બીજો કોઈ રંગ ન કરાવવો જોઈએ.
- આ જ કારણસર સીસમ વગેરેના દાંડા વાપરવા પણ ઉચિત નથી. તેનો સ્વાભાવિક રંગ જ કાળો હોવાથી તેમાં જીવ જલ્દી ન દેખાય. વળી એ દાંડાઓ વજનદાર હોવાથી પણ શાસ્ત્રકારો એનો નિષેધ કરે છે. અધિક વજનદાર વસ્તુ ઉંચકવામાં સંયમીને પોતાને જ પીડા થાય. પીડિત થયેલો સંયમી માનસિક પ્રસન્નતા ગુમાવે અને પછી બરાબર સંયમનું પાલન ન કરી શકે. (૭)માટે જ વજનદાર વસ્તુઓ કે વધારાની વસ્તુઓ રાખવાનો શાસ્ત્રકારોએ સ્પષ્ટ નિષેધ કર્યો છે.
આપણે અનુભવ પણ કરીએ છીએ કે જ્યારે ગોચરી વહો૨વામાં વજન પુષ્કળ વધી ગયું હોય ત્યારે પછી ખૂબ જ ઉતાવળથી ચાલીને ઉપાશ્રયે પહોંચવું પડે છે. એમાં ઈર્યાસમિતિનો ઉપયોગ જળવાતો નથી. એમ વિહારમાં પણ ઘણું વજન ઉંચકીને ચાલવું પડે ત્યારે આર્તધ્યાન, ખેદ, કંટાળો અને તેના દ્વારા પાપકર્મનો બંધ થાય છે.
ઘણીવાર સાધ્વીજીઓના દાંડા કાળા વર્ણના જોવા મળ્યા છે. એટલે આ સૂચન આવશ્યક બન્યું છે કે સ્વભાવથી જ કાળા સીસમના દાંડાઓ કે પછી કાળો રંગ કરેલા દાંડાઓ ન વા૫૨વા જોઈએ. ૧૨૯. વરસાદ ચાલુ હોય અને સમાધિ ન ટકવાથી ગોચરી વાપરવી પડે તો હું ઉપાશ્રયે ગોચરી નહિ મંગાવું. પણ જાતે ગૃહસ્થોના ઘરોમાં લેવા જઈશ :
પ્રથમસંઘયણના સ્વામી, પ્રાચીન મહામુનિઓ ચોમાસામાં ગોચરી, ઠલ્લે, માત્રા વગેરે ક્રિયાઓ અકાય, નિગોદ વગેરેની પુષ્કળ વિરાધનાઓનું કારણ જાણીને તે અટકાવવા માટે ચાર મહિનાના ચોવિહારા ઉપવાસ કરતા. ઓછી શક્તિવાળાઓ પણ શક્તિ પ્રમાણે ઉપવાસાદિ કરીને ઓછામાં ઓછી વિરાધના થાય એવી યતના કરતા.
આજે સંઘયણ છે છઠ્ઠું, આમ છતાં કેટલાંક મહાત્માઓ એવા છે કે વરસાદનું એક ટીપું પણ આકાશમાંથી પડતું હોય ત્યાં સુધી ગોચરી લેવા નથી જતા. ગૃહસ્થો તો ઝરમર વરસતા ઘીમા વરસાદને વરસાદ જ ન ગણે. તેમને પુછીએ તો તેઓ તો એમ જ કહે કે,“વરસાદ બંધ પડી ગયો છે.” પણ મહામુનિઓ તો ઝીણવટથી બહાર જુએ અને જો છૂટા-છવાયા પણ છાંટા પડતા દેખાય તો ગોચરી ન જ જાય. ઉપવાસ, છઠ્ઠ અને અઠ્ઠમ પણ કરે. જ્યારે સંપૂર્ણ વરસાદ બંધ પડે ત્યારે જ ગોચરી લાવીને વાપરે. એ વખતે પણ એમને એક વાતનો ખેદ તો હોય જ કે ભલે; ઉપરના સચિત્ત વરસાદની વિરાધના નથી. પણ નીચે જમીન પર રહેલા મિશ્ર પાણીની વિરાધના તો મારા હાથે થઈ જ રહી છે.’
એટલે જો શક્તિ-સામર્થ્ય-ધી૨જ-સમાધિ પહોંચતી હોય તો ઉપવાસાદિ કરી લઈને પણ એક ટીપા માત્ર વરસાદની હાજરીમાં ગોચરી જવાનું ટાળવું જોઈએ.
પણ આવું સામર્થ્ય બધામાં ન હોય એ સ્વાભાવિક છે. છતાં તેઓ પણ જેટલા કલાક ખેંચી શકે એટલા કલાક તો ખેંચે જ. દા.ત. સવારે ૮ વાગે નવકારશી વાપરનારાઓ વરસાદના કારણે નવ-દસ વાગ્યા સુધી રાહ જુએ. છતાં વરસાદ બંધ ન પડે અને સમાધિ ન ટકે તો પછી ગોચરી લેવા જાય. થોડીક પણ રાહ ન જોવી એ જીવદયાના પરિણામમાં શંકા ઉત્પન્ન કરી દે છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૪૧)