________________
વળી આવી ડિઝાઈનો વગેરે તૈયાર કરવામાં સાધ્વીજીઓનો કેટલો બધો અણમોલ સમય ખવાઈ $ જ જાય? આ ડીઝાઈનો તૈયાર કરવામાં તો કલાકો પણ લાગે. શાસ્ત્રાભ્યાસાદિ કરવાનો અણમોલ સમય ૪ જ આવા કાર્યો પાછળ વેડફાઈ જાય એ તો શી રીતે માન્ય બને ?
રજોહરણ પૂજનીય છે. એનો અર્થ એ નથી કે એને સારામાં સારો શણગારવો. પંજવા-પ્રમાર્જવા છે છે માટે આ જ ઓઘો પગ વગેરે ઉપર પણ લગાડાય જ છે. એટલે “એ સંયમનું સાધન હોવાથી પૂજનીય છે જ છે' એ સાચુ. પણ એમાં આવા શણગાર કરવાની તો લેશ પણ અનુમતિ નથી. આજે પણ કેટલાંક ? જ સંયમીઓ શ્વેતવર્ણના, લેશપણ ડીઝાઈન વગેરે વિનાના, કોરા ઓઘાના પાટાઓ વાપરે જ છે. જે
કેટલાંકો વળી એમ કહે છે કે “મંગલ માટે ઓઘામાં અષ્ટમંગલના ચિત્રો તો દોરવા જ પડે ને? કે ' 'એમને કોણ સમજાવે કે જિનાજ્ઞાપાલન માટે, સંયમપાલન માટે અષ્ટમંગલાદિ કંઈ જ ન કરવું છે જ એ જ મહામંગલ છે. ઉલ્લુ મંગલ કરવા માટે આ અષ્ટમંગલાદિ ચિત્રો કરવા એ તો જિનાજ્ઞાભંગ રૂપ ૪ $ હોવાથી મોટું અમંગળ ન બને શું?
આમ છતાં જો કોઈક સમુદાયમાં ગીતાર્થ, સુવિહિત આચાર્ય ભગવંતોએ ઓઘામાં જ છે અષ્ટમંગલાદિના ચિત્રામણને આચાર તરીકે, સામાચારી તરીકે સ્વીકારી લીધી હોય તો પછી તે જ સમુદાયના સંયમીઓએ પોતાના ગીતાર્થ-સુવિહિત આચાર્ય ભગવંતને પૂછી લઈને એમના કહ્યા પ્રમાણે જ જ કરવું એ ઉચિત જણાય છે.
૧૨૮, હું દાંડા ઉપર કાળો રંગ કે ભૂખરો રંગ નહિ કરાવું. માત્ર દાંડા ઉપર પોલીસ કરવાની જ છૂટ રાખીશ :
- પ્રાચીનકાળના સંયમીઓ દાંડા ઉપર પોલીસ કે રંગ વગેરે કંઈ જ કરતા ન હતા. શાસ્ત્રોમાં એવું જ વાંચવામાં પણ આવ્યું નથી કે, “તે સંયમીઓ દાંડાને પોલીસ કરતાં હતા કે તેલ વગેરે ઘસતા હતા.” જ એટલે ખરેખર તો દાંડાને પોલીસ કરાવવાની પણ જરૂર નથી. આજે આ પોલીસ વગેરે બધું સંયમીઓ છે
જાતે તો કરવાના જ નથી. તેઓએ ગૃહસ્થો પાસે જ આ પોલીસ વગેરે કરાવવું પડે. અને એટલે પોતાનું છે જ કામ ગૃહસ્થ પાસે કરાવવાના કારણે સંયમીને દોષ તો લાગે જ. .
વળી પોલીસવાળા દાંડા સુંવાળા, ચકમકતા લાગે અને સાવ સાદા દાંડા એવા ન લાગે. એટલે જ છે પોલીસવાળા દાંડા સૂક્ષ્મરાગનું કારણ તો બને જ.
આજે કેટલાંક સંયમીઓ સાવ સાદા દાંડા વાપરે જ છે. ચોમાસામાં નિગોદ ન થઈ જાય તે માટે છે ૪ ચોમાસા પૂર્વે આખા દાંડાને બરાબર ધોઈ લે છે અને એટલે પછી નિગોદ થતી નથી.
આમ છતાં પોલીસવાળા દાંડામાં નિગોદ થવાની શક્યતા ઘણી ઓછી હોવાથી નિગોદની જ જ વિરાધનાથી બચવાના એકમાત્ર ઉદ્દેશથી પોલીસ કરાવવું પડે તો હજી એટલા પુરતી છૂટ રાખી શકાય. ? છે પરંતુ એ દાંડાઓને કાળો કે ભૂખરો રંગ કરાવવાની કોઈ જરૂર લાગતી નથી. કાળા રંગવાળા દાંડામાં છે જ જીવો વગેરે સ્પષ્ટ ન દેખાતાથી વિરાધના થવાની શક્યતા છે. સાદા-પોલીસવાળા, સફેદ જેવા દાંડામાં જ જ તો જીવો બરાબર દેખાઈ જવાથી તરત જયણા કરી શકાય. વળી સાદા દાંડામાં નિગોદ થાય તો એ સ્પષ્ટ જોઈ શકાય જ્યારે કાળા દાંડામાં તો નિગોદનો
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૪૦)