________________
પ્યાલો ઢંકણથી ઢાંકેલો હોય તો પછી કોઈ વાંધો ન આવે.
જ્યાં અગાસી વિગેરે એવા સ્થાને માત્ર પરઠવવાનું હોય કે જ્યાં સુધી પ્યાલો લઈ જતા કોઈપણ ગૃહસ્થ ભટકાઈ જવાની શક્યતા જ ન હોય અને કામળીકાળ નડતો ન હોય ત્યાં ઢાંક્યા વિના લઈ જઈએ એ હજી કદાચ ચાલી રહે.
સ્થંડિલનો પ્યાલો તો બધા ઢાંકીને જ લઈ જાય છે એટલે એ માટે કંઈપણ કહેવાની જરૂર લાગતી
નથી.
૧૧૪. હું મારા કાપનું પાણી જાતે લાવીશ. બીજા પાસે મંગાવીશ નહિ કે માંડલીનું પાણી વાપરીશ નહિ.
કેટલાંકો કાપ તો જાતે કાઢે, પણ પાણી લેવા જવાનો કંટાળો આવવાથી કે પછી પાણી લાવવું એ હલકું કામ લાગવાથી કે બીજા કોઈ કારણસર કાપનું પાણી જાતે ન લાવે પરંતુ જે માંડલીનું ચૂનાના પાણીનું તપેલું હોય. એમાંથી જ પાણી લઈને વા૫૨ી લે.
સંયમી એમ સમજે કે “મેં ક્યાં કોઈની પાસે મંગાવ્યું છે ?” પણ હકીકત એ છે કે તે સંયમી પાણી લઈ લે એટલે ચૂનાનું પાણી તો ઘટવાનું જ. વ્યવસ્થાપકે બીજા પાસે વધારાનું પાણી મંગાવવું જ પડે. એમાં ઘણીવાર એવું પણ બને છે કે પાણી લાવનારને જો ખબર પડે કે “પેલા સંયમીએ ચૂનાનું પાણી લીધું માટે મારે વધારે લાવવું પડ્યું” તો એને સંકલેશ થાય. વ્યવસ્થાપકને કહી પણ દે કે “આ પાણી તો એમણે જ લાવવું પડે.”
આમ બીજાને અરુચિ ઉત્પન્ન કરવામાં આ સંયમી નિમિત્ત બને.
જો બીજા કોઈક સંયમીને કાપનું પાણી લાવવાનું સોંપીએ તો એમાં એને અરુચિ વિગેરે થવાની શક્યતા છે જ.
એમ માંડલીમાં પડેલું ચોખ્ખું, પીવાનું પાણી પણ કોઈક સંયમીઓ કાપમાં લઈ લેતા હોય છે. એમાંય ઉ૫૨ મુજબ સંકલેશો થવાની પાકી શક્યતા છે.
કેટલાંકો વળી આ બધા સંકલેશમાંથી બચવા માટે માણસ-નોકર પાસે જ પાણી મંગાવી લે છે. આ તો બધા કરતા ભયંકર બાબત છે.
એટલે સંયમીએ કાપનું પાણી જાતે લાવવું.
પ્રશ્ન એ થાય કે “બીજા સંયમીઓને બે ઘડા વધારે પાણી લાવવામાં સંકલેશ થતો હોય તો શું એ તેની સાધુતા છે ? ગુરુભાઈ માટે જ બે ઘડા પાણી લાવવાનું છે ને ?”
આનો ઉત્તર એ છે કે આદર્શ તરીકે આ વાત સાચી જ છે કે “બે શું ? ૧૦ ઘડા પાણી વધારે લાવવું પડે તો પણ ભક્તિભાવ ઉછળવા જોઈએ. એમાં સંક્લેશ કરે તો તો કર્મબંધ જ થાય.”
પણ બધા આદર્શો જો ધરતી ઉપર ઉતરતા હોત તો તો આ પાંચમા આરામાં ય મોક્ષ બંધ ન થાત. જીવોની પરિણતિ અનેક પ્રકારની રહેવાની. આદર્શના ધારક સંયમીઓ તો કો'ક જ મળવાના. સામાન્યથી સંયમીઓને જ્યારે એમ લાગે કે “નિષ્કારણ મને વધારે કામ સોંપાય છે. ત્યારે જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ –
(૧૨૯)