________________
YYYYYYYY
પ્રતિલેખનાદિ સામાન્ય કાર્યોમાં પણ જો શિષ્યો ઉપેક્ષા કરે તો એ તો ભયંકર કૃતજ્ઞતા કહેવાય.
ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન એ તો સંયમજીવનની મૂડી છે. અણમોલ લ્હાવો છે.
એક સ્વર્ગસ્થ મહાન શાસનપ્રભાવક, પ્રખર વ્યાખ્યાનકાર સાધુ અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં જ પણ પોતાના ગુરુદેવના વસ્ત્રોના પ્રતિલેખનમાં અચૂક હાજરી આપતા. જેવી પ્રતિલેખનની બુમ પડે કે હું તરત બધા કામ પડતા મૂકીને પહોંચી જતા. જો એમને વસ્ત્રનું પ્રતિલેખન ન મળે તો સાધુઓ ઉપર
નારાજ થતા કે “તમે શા માટે મારા માટે વસ્ત્ર ન રાખ્યું ?” જ જો મહાપુરુષો પણ ગુરુના પ્રતિલેખનનું આટલું મહત્ત્વ સમજતા હોય તો બાકીના સંયમીઓ શું ? જ એમાં ઉપેક્ષા કરી શકે ?
- સવારે કો'ક સંયમીઓ મોડા ઉઠે એટલે પડિલેહણમાં ન પહોંચે. કો'ક વળી જાપ વિગેરે કરવા ? બેસે માટે પડિલેહણમાં ન પહોંચે. કોક વળી “ઘણા કરનારા છે. હું નહિ જાઉં તો શું વાંધો છે?” એમ જ વિચારી પોતે તૈયાર હોવા છતાં ય આળસ-ઉપેક્ષા કરીને ન જાય.
ગમે તે ભોગે, ગમે તે રીતે વ્યવસ્થા કરીને પણ ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન કરવું જોઈએ. “ઘણા જે પડિલેહણ કરનાર છે. હું ન જાઉં તો શું વાંધો?” એમ વિચારનારાઓએ દીક્ષા લેતી વખતે એવું કેમ છે ન વિચાર્યું કે “ઘણા દીક્ષા લેનારા છે. હું દીક્ષા ન લઉં તો શું વાંધો ?”
જો આત્મકલ્યાણ માટે જાતે જ દીક્ષા લેવી પડે તો આત્મકલ્યાણ માટે જાતે જ પ્રતિલેખન કરવું પડે. ગુરુએ પોતાનું પ્રતિલેખન જાતે કરવું પડે એ તો શિષ્યો માટે શરમજનક બાબત છે.
ગુરુ નાના હોય. પદવીધર, દીર્ઘપર્યાયવાળા ન હોય તો પણ શિષ્ય એમના એક વસ્ત્રનું : જે પ્રતિલેખન તો કરવું જ જોઈએ.
ગુરુ હાજર ન હોય તો જે વડીલ સંયમી હોય એને ગુરુતુલ્ય માનીને એમના પણ ઓછામાં ઓછા - જ એક વસ્ત્રનું પ્રતિલેખન બે ટાઈમ કરવું જ જોઈએ.
કેટલાંક ગુરુના પ્રતિલેખનમાં હોંશે-હોંશે દોડે. પણ વડીલના પ્રતિલેખનમાં બિલકુલ ઉપેક્ષા કરે. એ ન ચાલે. ભલે વડીલની ભક્તિ ગુરુના જેવી ન કરીએ પણ ઔચિત્યસેવન રૂપ પ્રવૃત્તિ પણ ન કરીએ : છે એ ન ચાલે. છે આ ઉપરાંત ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વિગેરેના પ્રતિલેખન કરવાની પણ પ્રત્યેક સંયમીની અંગત જ ફરજ છે એમ સમજી લેવું.
૧૧૩. હું માત્રાનો પ્યાલો ઢાંકીને જ પરઠવવા લઈ જઈશ.
માત્રાનો ખુલ્લો પ્યાલો લઈ જવામાં નુકશાન એ કે (૧) જો કામળીકાળ હોય તો ઉપરથી પડતા ; જ સૂક્ષ્મ અપકાયના જીવો ગરમ માત્રામાં પડી કિલામણ પામે, મૃત્યુ પામે. (૨) પ્યાલો પરઠવવા જતા છે હોઈએ અને દાદર ઉપર શ્રાવકો ઉભા હોય કે કોઈક શ્રીમંતો ઉપાશ્રયમાં પ્રવેશતા હોય તો પ્યાલામાં - ૪ માત્રુ જોઈને એમને દુગંછા થવાની શક્યતા છે. અલબત્ત, તેઓ જાણે છે કે સંયમીઓ પ્યાલામાં માત્ર જ જઈને પરઠવતા હોય છે. પણ ખુલ્લા પ્યાલામાં માત્રુ જુએ એટલે જુગુપ્સા થાય. દુર્ગધાદિને લીધે પણ એમને ચીડ ચડે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨૮)