________________
* તેઓને સંક્લેશ થાય છે.”
જો ત્રણ-ચાર સાધુ માંદા હોય તો સાજો સંયમી ઉત્સાહથી બે-ચાર કામ કરશે. વૈયાવચ્ચ કરશે. જ પણ બધા સાધુ સાજા હોય તો એ જ સંયમીને નાનકડું એક પણ કામ વધારે કરવામાં પ્રાયઃ સંક્લેશ થશે. આ કાપ કાઢનાર સંયમીને ડૉક્ટરે વજન ઉંચકવાની ચોખી ના પાડી હોય તો એવા વખતે બાકીના જે સંયમીઓ સામે ચાલીને ઉત્સાહથી બધું પાણી લાવી આપશે. પણ એમને દેખાય કે એ “કાપ કાઢનાર આ સંયમી શક્તિશાળી છે. બધું લાવી શકે એમ છે.” તો પછી એક પણ ઘડો લાવવાની તૈયારી તેઓ નહિ જ બતાવે.
એટલે બીજા પાસે આદર્શ સાધુતાની અપેક્ષા રાખવી એના કરતા આપણી શક્તિ ન ગોપવવી છે એ વધુ હિતકારી છે. હા ! જેઓ પાણી લાવવા માટે શક્તિમાન ન હોય એમની વાત જુદી છે. તેઓ માટે આ નિયમ નથી. ( ૧૧૫. હું સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં જ કરીશ.
જે પ્રતિક્રમણમાંડલીમાં પ્રવેશવા માટે યોગો દ્વહન બાદ આંબિલો કરવા પડ્યા. એ પ્રતિક્રમણ ? જે માંડલીની કિંમત પછી એટલી બધી ઘટી જાય કે સંયમીઓ પોતાના સ્થાને જ પ્રતિક્રમણ કરી લે, ગમે આ તે કાળે પ્રતિક્રમણ કરી લે એ તો ઉચિત ન જ ગણાય. જ માંડલીમાં પ્રતિક્રમણ કરીએ એટલે ઘણાની હાજરી હોવાથી ઉભા-ઉભા પ્રતિક્રમણ કરવું પડે. * વચ્ચે વચ્ચે કોઈની સાથે વાતચીત ન કરાય. સૂત્રોનો આદેશ મળે તો સ્પષ્ટ ઉચ્ચાર પૂર્વક સૂત્રો બોલવા ? છે પડે. સ્તવન-સજ્જાયાદિ સાંભળવાનો કે બોલવાનો ય લાભ મળે.
જેઓ જુદું પ્રતિક્રમણ કરે તેઓ પ્રમાદને કારણે બેઠાં બેઠાં પણ કરે. ત્યાં તો કોઈ જોનાર કે જે જ કહેનાર છે જ નહિ કે જેનો ભય-શરમ નડે. વળી થોડુંક પ્રતિક્રમણ થાય અને કોઈ ગૃહસ્થ કે સાધુ મળવા જ જ આવે તો પ્રતિક્રમણ બાજુ પર મૂકી અડધો-એક કલાક વાતચીત પણ થાય અને ફરી પાછું બાકીનું ? છે પ્રતિક્રમણ શરુ થાય. આ રીતે પ્રતિક્રમણ જેવી ઉત્કૃષ્ટ ક્રિયા ટુકડે-ટુકડે કરવામાં ઘોર આશાતના લાગે. ૪ જુદા પ્રતિક્રમણમાં તો મનમાં જ સૂત્રો બોલવાના હોય. એમાં કેટલા શબ્દો-અક્ષરો ખવાઈ જાય છે * એ ય ખબર ન પડે. સૂત્રો મોઢા ઉપર ન ચડે. માટે જ કેટલાંક સંયમીઓ જ્યારે માંડલીમાં આવે ત્યારે ? છે. સૂત્રોના આદેશ માંગતા ખચકાતા જોવા મળે છે. '
જુદા પ્રતિક્રમણ કરે એટલે સ્તવન અને સક્ઝાય બે મિનિટમાં પતી જાય. બધા સ્તવન-સજ્જાયા ૪ ગદ્ય=રાગ વિના જ ચાલે. એ સંયમીઓ પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કરતા હોય તો હજી બરાબર. પણ પછી જો વાત-ચીતો કે સંથારો જ કરવાનો હોય તો શું લાભ?
એટલે બધા કામ પડતા મૂકીને પણ પ્રતિક્રમણ માંડલીમાં પ્રતિક્રમણ કરવું. .
પ્રાચીનકાળમાં તો આચાર્ય ભગવંતો પણ માંડલીમાં જ પ્રતિક્રમણ કરતા. જો તેઓ કોઈ કામમાં છે રોકાયા હોય તો પણ શાસ્ત્રકારોએ એમ નથી લખ્યું કે “બાકીના સાધુઓ પ્રતિક્રમણ કરી લે.” પણ એમ જ લખ્યું છે કે () “જ્યાં સુધી આચાર્ય ભગવંત કામ પૂર્ણ કરીને માંડલીમાં ન આવે ત્યાં સુધી બધા સાધુઓ જ સ્વાધ્યાયાદિ કરે. આચાર્ય ભગવંત આવ્યા બાદ બધા સાથે પ્રતિક્રમણ કરે.”
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૩૦)