________________
આ ઉપરાંત તમાકુ ઘસવું, છીંકણી લેવી એ બધું પણ નુકશાનકારક હોવાથી એનો ત્યાગ કરવો
જોઈએ.
, ૧૧૦. હું દાંડો-કામળી રાખ્યા વિના ગોચરી-પાણી કોઈપણ વસ્તુ નહિ વહોરું.
પ્રાચીનકાળમાં તો સંયમીઓ ઘરોમાંથી જ ગોચરી-પાણી લાવતા અને એટલે તેઓ તો દાંડાકામળી સાથે જ ગોચરી-પાણી વહોરતા. આજે નીચેથી કે આજુ-બાજુમાંથી જ પાણી લાવવું હોય તો કેટલાકો દાંડા-કામળી વિના જ પાણી વહોરી લાવે છે. એમ ઉપાશ્રયમાં જ કે નજીકમાં જ રસોડું હોય તો કેટલાંકો દાંડા-પાણી વિના પણ ગોચરી વહોરે છે.
આ બાબતમાં દરેકે પોત-પોતાના ગુરુજનને પુછી લેવું. જો તેઓ આ રીતે લાવવાની રજા આપે તો એમની સામાચારીમાં આ રીતે લાવવું માન્ય હોવાથી એમાં તે તે સંયમીને દોષ ન લાગે. પણ જો ગુરુજનો એમ કહે કે “ના. ખરેખર તો દાંડો-કામળી સાથે હોવા જ જોઈએ.” તો પછી એનો અર્થ એ થયો કે દાંડા-કામળી વિના વહોરવું એ અવિધિ છે અને તો પછી સંયમીઓએ આ બાધા લેવી.
કેટલાંકો ‘૧૦૦ ડગલાની અંદર કામળી વિના માત્ર દાંડાથી પણ ગોચરી-પાણી વહોરી શકાય’ એમ પણ માને છે.
આમાં લાભ-નુકશાનની ચર્ચા કર્યા વિના એટલું જ વિચારવું કે “આ જિનાજ્ઞા છે અને એનું ઉલ્લંઘન આપણાથી ન કરાય.”
૧૧૧. હું પડિલેહણ બાદ મારો કાજો જાતે લઈ, સુપડીમાં લઈને પરઠવીશ.
‘કોઈપણ વાતમાં પરાધીનતા ન હોવી જોઈએ.' એ સિદ્ધાંતને અનુસરીને આ નિયમ છે. પડિલેહણ કર્યા પછી કેટલાંકો રાહ જોતા હોય છે કે “કોઈક સંયમી કાજો લેવા આવે તો સારું.” જો તે કાજો લેવા આવે તો આનંદ થાય. પણ પછી જો એ કાજો લેવા ન આવે, ભુલી જાય તો સંક્લેશ થાય એના પ્રત્યે અસદ્ભાવ થાય. ક્યારેક પછી આદેશ પણ કરી દે કે “મારી જગ્યા ઉપરથી તમે કાજો લઈ લો.” એમાં સામેવાળા સંયમીને અપ્રીતિ થાય.
એટલે આવી પરિણતિની અશુદ્ધિ જ જો થતી હોય તો એને બદલે સ્વાધીન જ બની જવું શું ખોટું? બીજા પાસે કાજો ન લેવડાવવાની બાધા જ હોય તો પછી ‘બીજો કાજો લેવા આવે' એવી અપેક્ષા જ ન રહે. અને તો પછી દુઃખી થવાનો વારો ન આવે.
કોઈ સંયમી એની મેળે સામેથી કાજો લેવા આવે તો પણ નમ્રતા પૂર્વક ના પાડી દેવી કે “મારે બાધા છે.’” બાકી જો એકવાર કાજો લેવા દેશો અને એ રીતે પોતાનામાં બીજા પાસે કાજો લેવડાવવાના સંસ્કાર પાડશો, તો ભવિષ્યમાં ઉપર કહ્યું તેમ સંક્લેશો ઉભા થવાની શક્યતા રહેશે.
કાજો લીધા પછી સુપડીમાં જ લઈને પરઠવવાની વાત પૂર્વે કરી જ છે. વિહારમાં ઉતાવળને લીધે જો બીજાને કાજો આપવો પડે તો ત્યારે પણ વડીલની રજા તો લઈ જ લેવી.
૧૧૨. હું રોજ ગુરુદેવનું પડિલેહણ અવશ્ય કરીશ. ગુરુદેવ ન હોય તો મુખ્યવડીલનું પડિલેહણ અવશ્ય કરીશ.
જે ગુરુએ આપણો હાથ પકડી સંસારમાંથી ઉગાર્યા, અનંત સંસાર કાપી આપ્યો એમના વસ્ત્રોના વિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૨૭)