________________
'બે વસ્ત્રોનો, બોલપેન કે નોટોનો લાભ આપી દે છે. પોતાના સંયમજીવનમાં ઉપયોગી થાય એ છે તે સિવાયની બીજી કોઈપણ માંગણી કરોડપતિ પાસે પણ જેઓ કરતા નથી. જેઓને પોતાના એકેય આ પ્રોજેક્ટ નથી. પૈસા વિના જેમના કોઈ કાર્યો અટકે એવા નથી. જેઓ વ્યાખ્યાનમાં માત્ર પ્રેરણા કરી જ દે છે કે “શ્રીમંતોએ પોતાની સંપત્તિ અમુક અમુક માર્ગે ખર્ચવી જોઈએ. તે તે સ્થાનોમાં સંપત્તિની ખૂબ
જરૂર છે. શ્રીમંતોને ખૂબ લાભ થશે.” પણ “તમારે આટલું ફંડ કરવું જ પડશે. ટ્રસ્ટીઓએ આટલા પૈસા જ તો લખાવવા જ પડશે.” એવો લેશ પણ આગ્રહ જેઓ કરતા નથી.
આવા મહાત્માઓને કોટિ કોટિ વંદન હો ! તમામ સંયમીઓ આ જ આદર્શને જીવનમાં ઉતારે જ એવી હાર્દિક પ્રેરણા છે.
૧૦૩. હું ટ્રસ્ટ બનાવીશ નહિ. - સંયમીએ માનસિક પ્રસન્નતા અને આધ્યાત્મિક શુદ્ધિ મેળવવી હોય તો કોઈપણ સ્થાયી કામ છે આ ઉપાડવું નહિ. ધર્મદેશના સિવાય સંયમીએ પોતાના માથા ઉપર કોઈપણ કામનો બોજો લેવા જેવો જ
જ નથી.
3 તીર્થ માટે સાધર્મિકો માટે પુસ્તકો છપાવવા માટે કે બીજા અનેક કહેવાતા પ્રશસ્ત કાર્યો માટે છે
સંયમીઓ ટ્રસ્ટ બનાવવા પ્રેરાય છે. પણ એકવાર ટ્રસ્ટ બનાવ્યા બાદ (૧) ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કંઈપણ છે જ ગોલમાલ કરે તો, (૨) ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંયમીની જ સામે પડે તો (૩) ટ્રસ્ટ જે કામ માટે બનાવ્યું હોય
એ કામ માટે જો પૈસા ઘટી પડે તો પછી પૈસા ભેગા કરવાનો મોટો બોજો માથે રહે તો સ્વાધ્યાય, જ ધર્મધ્યાનમાં ચિત્ત ન ચોંટે. સતત આર્તધ્યાન ચાલે. પુષ્કળ કર્મબંધ થાય.
૧૦રમાં નિયમ એ જ પાળી શકે જે આ નિયમને ધારણ કરે. બાકી ટ્રસ્ટ બનાવી દીધા બાદ આ “પૈસા માંગવા જ નહિ એવો નિયમ તો મહાપુણ્યવાન વ્યક્તિ જ પાળી શકે.
ક્યારેક બુદ્ધિ બગડે તો ટ્રસ્ટના પૈસાનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવાની પણ વૃત્તિ જાગે.
એટલે કોઈપણ ભોગે કોઈપણ ટ્રસ્ટના સ્થાપક ન બનવું. હા! તે તે સ્થપાઈ ચૂકેલા ટ્રસ્ટો કોઈક માર્ગદર્શન માંગે તો શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપવામાં કોઈ વાંધો દેખાતો નથી. ૪ - ૧૦૪. હું કોઈપણ સંસ્થા કે તીર્થ સ્થાપીશ નહિ. : જે નુકશાનો ટ્રસ્ટમાં છે, એ જ નુકશાનો સંસ્થામાં પણ છે. વધુમાં સંસ્થામાં માણસોના પરસ્પર જ 1 ઝઘડાઓ, ચોરી વિગેરે ગોલમાલો, પૈસાની ખેંચ, ચેરિટી કમિશ્નરની જોહુકમી વિગેરેના કારણે સંયમી આ પરિણતિ ગુમાવી બેસે એવી પાકી શક્યતા છે. જેણે મુનિ મટીને મુનીમ બનવું હોય તેણે આ સંસ્થા,
ટ્રસ્ટ વિગેરે સ્થાપવા. : - હજી કદાચ મહાન, ગીતાર્થ સંવિગ્ન, પાપભીરુ, આચાર્ય ભગવંતો શાસનનું હિત જોઈ અપવાદ આ માર્ગે સંસ્થા, તીર્થ, ટ્રસ્ટાદિ કરતા હોય તો પણ બાકીના અપરિપક્વ, અગીતાર્થ સામાન્ય સાધુ- સાધ્વીજીઓએ તો આમાં બિલકુલ પડવા જેવું નથી.
૧૦૫. હું વિહારમાં માણસ સાથે રાખીશ નહિ. મારી ઉપાધિ જાતે ઉંચકીશ. વિહારમાં સંયમીઓ સામાન ઉંચકાવવા માટે સાઈકલવાળો માણસ રાખતા હોય છે. હવે તો જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૨૧) |