________________
અમદાવાદ ડોળીમાં લાવવામાં માત્ર પગાર પેટે રૂપિયા ૩૦,૦૦૦ ચૂકવવા પડ્યા. કેમકે આઠ બહેનો ડોળી ઉંચકવા માટે રાખવી પડી. એમનો જમવા વિગેરેનો ખર્ચો તો વળી જુદો જ.
આજે તો એવા સંયમીઓ પણ છે કે જેઓ રસ્તામાં ગાડીવાળો શ્રાવક વિનંતિ કરે કે “સાહેબ! હું આપ જ્યાં જાઓ છો, ત્યાં જ જવાનો છું. આપની ઉપધિ આપી દો. ત્યાં મૂકી દેશું.” તો પણ ઉપધિ આપતા નથી. ૨૦-૩૦ કિલોમીટરના લાંબા વિહારો પણ ઉપધિ સાથે રાખીને જ કરે છે.
સંયમીઓ આવા આદર્શ સાધુપણાને પોતાનામાં વિકસાવે તો સર્વત્ર આદરણીય બને. ક્યાંય દુઃખી ન થાય.
સુરતથી અમદાવાદ જવું હોય તો વધારાની ઉપધિ જો ન ઉંચકી શકાતી હોય તો સીધી અમદાવાદ કોઈક સોબત દ્વારા મોકલી આપવામાં ઓછો દોષ. પણ એ બધી વસ્તુઓ સાઈકલ સાથે રાખીને અમદાવાદ સુધી લઈ જવામાં રોજીંદી વિરાધનાથી ઘણો મોટો દોષ લાગે.
ધારો કે સાઈકલ સાથે રાખવી જ પડે તો પણ આનો અર્થ એ તો નથી જ કે સાઈકલ સાથે છે, માટે બધી ઉપધિ એના ઉપર ચડાવી દઈને ખાલી હાથે ચાલવું. જેટલી ઉપધિ ઉંચકવી શક્ય હોય એટલી ઉંચકવી. જે ઉંચકી ન શકાય એ જ સાઈકલ ઉપર મૂકાય.
૧૦૬. હું દવા વિગેરેની સંનિધિ નહિ રાખ. સાંજે એની પોટલી ગૃહસ્થને ભળાવી દઈશ અને કોઈપણ દવા વહોરીને વાપરીશ.
શાસ્ત્રકાર્યો કહે છે કે (૭)સાધુ માંદો પડે તો પણ દવા ન લે, ચિકિત્સા ન કરે. એ તો પોતાના આત્માની ગવેષણા કરે કે હે આત્મન્ ! તે બાંધેલા અશાતાકર્માદિને કારણે આ રોગ આવ્યો છે. હવે એવી આરાધના કર કે એ બધા કર્મો તુટી જાય. એટલે પછી રોગ એની મેળે જતો રહે. એ માટે દવા લેવી જ ન પડે.
સાધુની સાધુતા એ જ છે કે એ માંદો પડે તો પણ દવા કરે નહિ અને કોઈની પાસે પોતાની દવા
કરાવે નહિ.
પણ જિનકલ્પી વિગેરેને માટેનો આ ઉત્સર્ગમાર્ગ બધા સ્થવિર કલ્પીઓ શી રીતે પાળી શકે ?
અને આજે તો સંઘયણ નબળા પડતા જાય છે. ખોરાકની પોષ્ટિકતા ખલાસ થતી જાય છે. પ્રદૂષણને લીધે રોજ અવનવા રોગોનો જન્મ થતો જાય છે. આવી પરિસ્થિતિમાં લગભગ કોઈ સંયમી એવો નહિ હોય કે જેણે એકપણ દવા (પેટ સાફ કરવા માટે હરડે સુધ્ધાં પણ) લેવી ન પડતી હોય.
ભલે ! અપવાદ માર્ગે દવા લેવાય. પણ એમાં સાપેક્ષભાવ જાળવવો જોઈએ. શાસ્ત્રકારોએ (૮)પ્રવાહીવસ્તુનો એકબિંદુ જેટલો પરિગ્રહ, ચૂર્ણવસ્તુનો એક રાખના કણ જેટલો પરિગ્રહ અને ઘનવસ્તુનો એક તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પરિગ્રહ કરવાની પણ ના પાડી છે. અર્થાત સૂર્યાસ્ત બાદ આટલો પણ પરિગ્રહ સંયમીએ ન રાખવો જોઈએ.
શાસ્ત્રોમાં તો એવી વ્યાખ્યા કરી છે કે (૯)સંનિધિદોષ સેવવાથી આત્મા નરકાદિગતિમાં સ્થાપિત થાય છે અને માટે આ દોષનું નામ સંનિધિ છે.
દિવસ દરમ્યાન જે દવાઓ લેવી પડે એ વહોરી-વહોરીને લેવી. સાંજે સૂર્યાસ્ત બાદ એ દવાઓ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૨૩)