________________
જિનાજ્ઞા પ્રત્યેની ! બે-પાંચ મિનિટની નાનકડી ક્રિયા પણ વાતચીતોથી ભરી દેવામાં આવે એ કેટલું બધું ? અનુચિત ગણાય?
ક્રિયાના પ્રત્યેક શબ્દોમાં ભાવોલ્લાસ ઉછળવાની વાત તો દૂર રહી પણ દ્રવ્યથી પણ જો શુદ્ધ ક્રિયા જ આપણે ન કરી શકીએ એ તો શોકનું જ કારણ છે.
શાસ્ત્રો કહે છે કે (૪૮) સંવિગ્નપાક્ષિકો=અવંદનીય મહાત્માઓ પણ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ખૂબ જ જ ભાવોલ્લાસને પામીને કર્મોનો ખાત્મો બોલાવતા હોય છે.
આપણે તો બધા સંવિગ્ન કહેવાઈએ છીએ. વંદનીય કહેવાઈએ છીએ. આપણને પ્રતિક્રમણાદિ જ ક્રિયામાં ભાવોલ્લાસ ન આવે ? રે ! દ્રવ્યથી = બાહ્યથી પણ શુદ્ધક્રિયા આપણી ન હોય? છે તો પછી મહાન કોણ ? એ અવંદનીય સંવિગ્નપાક્ષિકો ? કે સંવિગ્ન તરીકે જગતવંદનીય
કહેવાતા વર્તમાનકાલીન આપણે બધા? જ કોઈપણ ભોગે આવી લોકોત્તર પ્રતિક્રમણાદિ ક્રિયામાં, ચૈત્યવંદનાદિમાં, ઈરિયાવહિમાં વચ્ચે જ જ વચ્ચે બોલવાની, વાતચીત કરવાની ટેવ છોડવી જ જોઈએ. આ અત્યંત ગાઢ કારણસર બોલવું પડે તો પછી બોલ્યા પછી ઈરિયાવહિ કરીને જ આગળની ક્રિયા ?
કરવી એવો નિયમ ધારણ કરવો. જ ૭૭. હું બધા ખમાસમણા પંચાંગ પ્રણિપાતપૂર્વક ઉભા ઉભા આપીશ. માંદગી કે મોટા વિહારના જ જ થાકને લીધે ઉભા ઉભા ન આપી શકું તો બેઠા-બેઠા પણ મસ્તક બરાબર નમાવીશ :
પ્રત્યેક ખમાસમણા સત્તર સંડાસા પૂર્વક આપવાની જિનાજ્ઞા છે. ખમાસમણા વખતે શરીરના જે ? જે સાંધાના ભાગો ભેગા થવાના હોય એ જો ઓઘાથી પુંજી લેવામાં ન આવે તો ત્યાં રહેલા ખૂબ જ નાના જ છે નાના જીવોની વિરાધના થવાની શક્યતા રહે. દા.ત. સંયમી જ્યારે ઉભો હોય ત્યારે પગનાં ઘુંટણનો એ આ પાછળનો ભાગ સીધો હોય છે અને એના ઉપર ધારો કે મચ્છરાદિ કોઈ જીવ હોય. સંયમી જો એ ભાગને જ જ પુંજ્યા વિના જ ખમાસમણું આપે તો એ ભાગ ખમાસમણા વખતે બે ય બાજુથી દબાઈ જવાથી જીવ ? છે વિરાધના થાય. આમ સત્તર સંડાસા જે કહ્યા છે, એ પ્રથમ મહાવ્રતની રક્ષા કરવા માટે છે. એમાં ? ૨ કપાળનો ભાગ પણ પુજવામાં આવે છે. કેમકે એ ભાગ જમીનને લાગવાનો છે. એમ પગની પાની, ૪ * બગલનો ભાગ વિગેરે બધા માટે સમજી લેવું.
એટલે હકીકત તો એ છે કે જો એકપણ ખમાસમણું સત્તર સંડાસા વિના આપીએ કે સત્તરને બદલે જ છે માત્ર સોળ સંડાસાવાળું આપીએ તો પણ એમાં અતિચાર લાગે.
પણ ચોથા આરાનું આવું નિરતિચાર સંયમજીવન આજે તો ક્યાંથી લાવવું? અલબત્ત આજે પણ છે : ઘણા મહાત્માઓ સત્તર સંડાસાપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયા કરનારા છે જ. પણ એમની સંખ્યા આંગળીના
વેંઢા ઉપર ગણી શકાય એટલી જ હશે. છે એટલે એને આદર્શ તરીકે રાખીને સંયમીએ આ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે “હું ભલે સત્તર છે
સંડાસાપૂર્વક ખમાસમણા ન આપુ. પણ કોઈપણ ખમાસમણા ઉભા થઈને જ આપીશ અને પ્રત્યેક 4 ખમાસમણામાં બે ઘુંટણ + બે હાથ + મસ્તક આ પાંચ જમીનને સ્પર્શાવીશ. ઉભા થઈને અપાતા કે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૯૮)