________________
તપરૂપી ધનવાળા સંયમીઓ સ્વયંદાસ હોય. અર્થાત્ પોતે જ પોતાના દાસ હોય. જેમ શેઠ કોઈપણ કામ પોતાના દાસને સોંપે. એમ સંયમીઓ પોતાનું કોઈપણ કામ પોતાના દાસને જ સોંપે. અને પોતાનો દાસ તો પોતે જ છે. એટલે એનો અર્થ એ કે સંયમી પોતાના તમામ કામ જાતે જ કરે. નાના કે મોટા કોઈપણ સંયમીને ન સોંપે.
જેઓ જેટલા સ્વાધીન રહે છે, તેઓ એટલા સુખી રહે છે. જેટલી પરાધીનતા એટલું જ દુઃખ ! આજે ઘણા મહાત્માઓ ૨૦-૨૦ વર્ષના દીક્ષાપર્યાય પછી પણ પોતાનો કાપ જાતે જ કાઢતા હોય છે. કોઈને પોતાનો કાપ કાઢવા આપતા નથી. અને આવા સ્વાધીન સંયમીઓ પ્રત્યે ગ્રુપના બાકીના સંયમીઓનો સદ્ભાવ પણ ખૂબ જ હોય છે.
એનાથી તદ્દન ઉંધુ જેઓ પોતાના વસ્ત્રો બીજાને કાપ કાઢવા માટે વારંવાર, વગર કારણે સોંપતા હોય. તેમના પ્રત્યે સંયમીઓનો સદ્ભાવ ટકતો નથી. છેવટે સંયમીઓ ઘસીને ‘ના’ પણ પાડી દેતા હોય છે કે “અમે તમારું એકપણ વસ્ર કાપ કાઢી નહિ આપીએ.”
એક ગ્રુપમાં ગુરુના ઘણા કામ કરનારો એક સાધુ જ્યારે પણ કોઈપણ કાપ ચાલતો હોય ત્યારે ત્યાં જઈને પોતાના એક-બે વસ્ત્રો એના ફીણમાં બોળી જ દેતો હતો, એટલે પેલાને ના પાડવાનો અવસર જ ન મળે.
પણ આવું ક્યાં સુધી ચાલે ? એકવાર એ સાધુએ બીજાના કાપના ફીણમાં પોતાનું વસ્ત્ર ઝબોળી દીધું અને ગુસ્સે થયેલા બીજા સંયમીએ એ વસ્ત્ર બહાર કાઢી, ભીનું વસ્ત્ર જ પાછું આપી દઈને કહી દીધું કે “હું કાપ કાઢી આપવાનો નથી.” (અલબત્ત આવું વર્તન કરવું ઉચિત નથી.)
આવા કડવા ઘુંટડા ગળવા જ ન પડે એ માટે પહેલેથી જ સ્વાધીન બનીને રહીએ તે ઘણું સારું. હા ! માંદગી વિગેરે પુષ્ટ કારણો હોય તો તે બીજા સંયમીઓ પણ સમજે. પણ નિષ્કારણ, સુખશીલતાથી જ કોઈ બીજાને વસ્ત્રો કાપ માટે આપે તો આ કાળમાં એવું સહન કરનારા ઘણા ઓછા મળે.
આ નિયમમાં કાપ કાઢતી વખતે બીજા સંયમીઓને વસ્ત્રો સુકાવવા આપવાની, કાપનું પાણી પરઠવવા આપવાની છૂટ આપવામાં આવી છે. પણ કોઈ એટલી પણ છૂટ ન રાખે તો એ સારું જ છે.
૯૭. હું સાધ્વીજીઓ સાથે વાતચીત નહિ કરું.
આ નિયમ સાધુઓ માટે છે. સાધુઓ કોઈપણ રીતે સાધ્વીજીઓ સાથે પરિચય સંપર્ક કરે એ શાસ્ત્રકારોને બિલકુલ માન્ય નથી. માટે જ) આઠમ-ચૌદશના દિવસે મુખ્ય આચાર્યશ્રીને વંદન કરવા અને રોજ વાચના સિવાય સાધ્વીજીઓને સાધુઓના ઉપાશ્રયમાં જવાનો પણ નિષેધ કરેલો છે. અને વાચના તથા આઠમ-ચૌદશ મુખ્ય આચાર્યને વંદન કરવા સિવાય સાધુના ઉપાશ્રયમાં જનારા સાધ્વીજીઓને અકાલચારી કહ્યા છે.
(૧)જે આચાર્ય ભગવંતોનો સાધ્વી સમુદાય હોય. માત્ર એ જ આચાર્ય ભગવંત અને એમના સહાયક અત્યંત પીઢ, ગીતાર્થ, ગંભીર, પરિપક્વ બીજા એક-બે સાધુ સિવાય બાકીના કોઈપણ સાધુઓએ સાધ્વીજીઓ સાથે વાતચીત વિગેરે ન કરાય.
સાધ્વીજીઓ સાથે પરિચયાદિ કરનાર સાધુ ખૂબ ઝડપથી અપકીર્તિનું ભાજન બને છે. -
વિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૧૪)