________________
સંબોધિસત્તરીમાં કહ્યું છે કે (૨) “જે વૃદ્ધ સાધુના ૩૨ દાંત પડી ગયા છે. બોખા અને વયોવૃદ્ધ છે. જેને વિકારો ઉત્પન્ન થવાની લગભગ કોઈ શક્યતા નથી. એવા પણ વૃદ્ધ સાધુ જે ગચ્છમાં સાધ્વીઓ સાથે વાતચીત નથી કરતા. હે ગૌતમ ! તે ગચ્છ સાચો ગચ્છ જાણજે. ”
છેદગ્રંથોમાં કહ્યું છે સાધુને સંસારની સ્ત્રીઓ કરતા ઘણો વધારે ભય સાધ્વીજીઓથી છે. (આના અનેક કારણો ત્યાં બતાવેલા છે.)
સાધ્વીજીઓનો સંપર્ક ભડભડ બળતી આગ જેવો છે. એમાં પડનારો સાધુ બળીને રાખ થયા વિના ન રહે.
સાધ્વીજીઓનો સંપર્ક તાલપુટ ઝેર જેવો છે એને ખાનારો સાધુ ક્ષણવારમાં ભાવસંયમજીવનથી મરણ પામે.
રે ! એક સાધુ અને એક સાધ્વી, એક સાધુ + બે સાધ્વી, બે સાધુ + એક સાધ્વી, બે સાધુ + બે સાધ્વીને પણ એક જગ્યાએ ઉભા રહેવાની પણ છૂટ આપી નથી. તો સાધુ-સાધ્વીજીઓને પરસ્પર વાતચીત કરવાની છૂટ તો શી રીતે મળી શકે ?
આવા ઢગલાબંધ શાસ્ત્રપાઠો જોયા પછી આત્માર્થી સંયમીએ સાધ્વીજીઓના પરિચયથી બાર ગાઉ છેટા રહેવું જોઈએ.
વળી સાધ્વી-પરિચયની જરૂર જ શી છે ? સાધ્વીજીઓની બધી જવાબદારી મુખ્ય આચાર્ય ભગવંત સંભાળે જ છે. બાકીના સાધુઓએ એમાં પડવાની કે એના માટે સાધ્વીજી સાથે વાતચીત ક૨વાની કોઈપણ જરૂર જ નથી.
પરસ્પર સુખશાતા પુછવાની, વંદનાદિ કરવાની જો શાસ્ત્રકારો જ ના પાડતા હોય તો આપણે શાસ્ત્રકારો કરતા ય વધુ બુદ્ધિમાન બનીને સુખશાતા-વંદનાદિ કરીએ એ કેટલું યોગ્ય ગણાય ?
પરોપકારની એકમાત્ર ભાવનાવાળા, મહાગંભીર, મહાગીતાર્થ, સર્વજ્ઞતુલ્ય ચૌદ પૂર્વધરાદિના વચનો પણ જો માન્ય ન રાખવાના હોય. તો પછી આપણા પાસે જિનવચન શ્રદ્ધાન રૂપી સમ્યક્ત્વની હાજરી શી રીતે માની શકાય ?
કેટલાંકો વળી બહેન મહારાજ, ભાઈ મહારાજ વિગેરે સંબંધોને કારણે પરસ્પર વંદના-સુખશાતા કરતા હોય છે. પણ ગચ્છાચારનું વચન છે કે (૩)/સાધુઓ સગી બહેન કે બા સાથે પણ વાતચીત ન
કરે.”
ભલે એમાં નિર્દોષ ભાવ હોય, ભલે પરસ્પરના સંયમની અનુમોદનાનો જ અધ્યવસાય હોય. પણ શાસ્ત્રવચનોનું શું ? ઉભી થતી અનવસ્થાનું શું ? જોનારા લોકોમાં ઉત્પન્ન થતી જાત-જાતની શંકાનું
શું ?
આમાં ઘણું કહેવા જેવું છે. પણ ટુંકાણમાં એટલી જ વાત કે પ્રત્યેક સંયમીએ નક્કી કરવું કે “સાધ્વીજીઓ સાથે વાતચીત નહિ કરું. તેઓ વંદન કરવા આવે તો નમ્રતાથી કહી દઈશ કે, “આચાર્ય ભગવંતને વંદન કરી લીધા છે, એટલે બીજાઓને વંદન કરવાની જરૂર નથી.”
આ ઉત્કૃષ્ટ માર્ગ પાળવો જો કપરો પડતો હોય તો પછી સંસારી સ્વજન સિવાયના સાધ્વીજીઓ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૧૫)