________________
આજ્ઞા માથે ચડાવવા રૂપે કેસરનો વિશાળ, ચકમકતો ચાંદલો કરવાનું મને ખૂબ ગમે. મને એમાં ખૂબ જ જ હર્ષ થાય છે. એ ચાંદલો વ્યવસ્થિત કરવા માટે દર્પણમાં જોવું આવશ્યક બને છે. પણ ત્યારે મોઢાનું છે રૂપ જોવાઈ જવાનું પાપ ન થઈ જાય તે માટે ખેસનો આઠપડવાળો મુખકોષ બનાવી છેક આંખ સુધી આ - એવી રીતે બાંધુ કે કપાળ અને આંખ સિવાય કંઈ ન દેખાય. એટલે મને મારા રૂપ ઉપર રાગ ન થાય.” જ
સંસારમાં રહેલા મુમુક્ષુમાં જો આવી સમજણ અને વૈરાગ્ય હોય તો પછી મહાવ્રતધારી, સંસારત્યાગી, મહાવૈરાગી આત્માની તો અધ્યાત્મદશા કેવી ઉજ્જવળ હોય ? છે એટલે જ્યાં પોતાના મુખના દર્શન થવાની શક્યતા પડી હોય ત્યાં એક ઝાટકે આંખ ખેંચી લેવી જ જ જોઈએ. માટે જ ઉપાશ્રયોમાં સ્ટીલની પરાતો ન વપરાય તો ઘણું સારું. દર્પણ હોય તો એ કઢાવી નાંખવા ? જોઈએ અથવા એના ઉપર કાગળ ચોંટાડી દેવા જોઈએ કે જેથી પ્રતિબિંબ ન દેખાય.
૮૪. હું ધાર્મિક ફોટાઓના આલ્બમો પણ જોઈશ નહિ.
સંયમીઓ કોઈના લગ્ન વિગેરેના આલ્બમો તો ન જ જોતા હોય એટલે એનો નિષેધ કરવાની જરૂર નથી. પણ પોતાના કે બીજાઓની દીક્ષાના ફોટાઓનો આલ્બમ, કોઈકની મોટી તપશ્ચર્યા પ્રસંગના છે આ ફોટાઓનો આલ્બમ, ઉપધાન-છરીપાલિત સંઘ વિગેરે સંબંધી આલ્બમો, સિદ્ધચક્રપૂજનના આલ્બમો જ
વિગેરે આલ્બમો પણ જોવા જોઈએ નહિ. છે ભલે આ આલ્બમો ધાર્મિક પ્રસંગના છે. પણ આવા પ્રસંગે ઉપસ્થિત થનારા ભાઈઓ અને ૪ આ બહેનો પુષ્કળ શણગાર સજીને, સારા-સારા કપડા પહેરીને જ આવેલા હોય છે અને આલ્બમોમાં બહેનો જ
તથા ભાઈઓ બધાયના ફોટાઓ એકસાથે હોય છે. એ ફોટાઓ જોનારા સંયમીને બ્રહ્મચર્યની પરિણતિ છે જ મલિન થવાની શક્યતા ઘણી છે. શાસ્ત્રકારો ભીંત ઉપર રહેલા કોઈપણ વિજાતીયના ફોટાને જોવાની ના જ આ પાડે છે. (૫૨) ધગધગતા સૂર્ય સામેથી જેમ દષ્ટિ પાછી ખેંચી લઈએ એમ સ્ત્રીના ફોટા ઉપરથી દષ્ટિ ખેંચી ? જ લેવાની આજ્ઞા કરે છે. તો શણગારવાળા, રૂપવાળા વિજાતીયના ફોટાઓ શી રીતે જોઈ શકાય?કહેવાતા જ છે ધાર્મિક પ્રસંગના આલ્બમોમાં માત્ર ભગવાનના ફોટા કેટલા? એમાં ભગવાન તો હોય કે ન હોય પણ છે આ ભાઈ-બહેનોના ફોટાઓ તો હોય જ છે.
એટલે “આ તો કોઈકના દીક્ષા પ્રસંગના આલ્બમ છે” એમ વિચારીને એ જોવાનું સાહસ કોઈએ ન પણ કરવા જેવું નથી. ધાર્મિક આલ્બમો જોવાના બહાને અંદરની વૃત્તિઓને સંતોષ આપવાની પ્રવૃત્તિ જ જ થતી હોય તો એ નકારી શકાય એમ નથી.
આજે ય ઘણા સંયમીઓ એટલા કડક છે કે કોઈપણ ધાર્મિક પ્રસંગના આલ્બમને હાથ સુદ્ધાં જ લગાડતા નથી. શ્રાવકો હોંશે હોંશે બતાવવા આવે તો ખૂબ જ હોંશિયારી પૂર્વક એને સમજાવી દઈ દોષ જ સેવવાનું ટાળી દેતા હોય છે. ધન્ય છે એ વિરલ વિભૂતિઓને !
જેના સંયમ પરિણામ ખલાસ થઈ ગયા હોય, દીક્ષા છોડવાની ભાવના જેના માનસ ઉપર સવાર ૪ જ થઈ ચૂકી હોય એવા મહાત્માને એની દીક્ષાનો આલ્બમ દેખાડવાથી કદાચ એનો વૈરાગ્યભાવ પાછો જ જ પ્રગટી જાય એટલે એવા સંયમીને એની દીક્ષાનો આલ્બમ દેખાડવો અપવાદમાર્ગે ઉચિત લાગે છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૦૩)