________________
આ જ શ્રેષ્ઠ માર્ગ છે. શાસ્ત્રકારોએ (૫૩)વાપર્યા પછી એંઠા હાથના પંજા ધોવાની અને અંડિલ વખતે છે પાણી વાપરવાની છૂટ આપી છે. એ સિવાય શરીરના કોઈપણ અવયવને પાણીથી ધોવાની મંજુરી ઉત્સર્ગ આ માર્ગે આપી નથી. એટલે લોચ પછી પાણીથી માથું વગેરે ધોવાની પ્રવૃત્તિ શાસ્ત્રમાન્ય તો નથી જ. જ
એટલે શક્ય હોય તો પાણીના એક પણ ટીપાનો વપરાશ કરવો ન પડે એમ ઉપર પ્રમાણે શુદ્ધિ : જ કરી લેવી. છે પણ આનાથી સંતોષ ન થતો હોય તો પછી કોરું કપડું પાણીથી ભીનું કરી એ કપડું માથા-મોઢા ૪ જ ઉપર ઘસવાથી પણ બધી રાખ કાઢી શકાય. છે. કેટલાંકો તો રીતસર પા-અડધો ઘડો જેટલું પાણી લઈ બધું સ્વચ્છ કરે. જાણે કે દર વર્ષે આવા મ બે સંપૂર્ણ સ્નાન જ કરી લેતા હોય એવું લાગે. કે કેટલાંક સાબુ લઈ એનું ફીણ કરી માથા ઉપર ઘસે. (શેક મળે એ આશયથી) એ સાબુ દ્વારા રે આ જ મોટું, પીઠ વિગેરે બધું જ સ્વચ્છ કરી લે. છે આ ઉચિત લાગતું નથી. આમાં તો સંયમી રૂપવાન દેખાય, વિભૂષા પોષાય. એટલે જ વધુમાં જ જ વધુ છૂટ તરીકે પાણીના પોતા દ્વારા જ સ્વચ્છતા કરવાની પ્રવૃત્તિ કરી શકાય.
સાબુ ઘસવાથી શું ફાયદો ? એ તો મને ય સમજાતું નથી. મસ્તક ઉપર શેક થાય એ માટે છે જ ગરમ પાણી અને હાથથી માલિશ કરવું પર્યાપ્ત છે. જ કદાચ માથા ઉપર સાબુની જરૂર હોય પણ મોઢા વિગેરે ઉપર સાબુ વાપરવાની શી જરૂર? અને છે એમાં લોચવાળા સંયમીને પણ આનંદ થાય તો ? કે ખરેખર તો એ ઉચિત લાગે છે કે કોરા કપડાથી કે ભીના કપડાથી માથુ વિગેરે ઘસી લીધા બાદ - જો લોચ નવો નવો હોવાના લીધે માલિશની જરૂર હોય તો કડવી બદામનું તેલ, બામ, સોફામાયસનની
ટ્યુબ વિગેરે તે તે સંયમીની તકલીફને અનુસારે ઘસી શકાય છે. : અનુભવીઓ કહે છે કે “નવો નવો લોચ થયા બાદ જો સંયમી પોતાનું જ માત્ર એ માથા ઉપર 1 લગાડે, ઘસે તો એના દ્વારા ખૂબ ઝડપથી રૂઝ આવી જાય. દુઃખાવો ઓછો થઈ જાય.”
- જેઓને લોચ ખૂબ જ કપરા પડતા હોય તેઓએ તો પોતપોતાના વડીલની સુચના પ્રમાણે પાણી- સાબુ વિગેરે બધાનો ઉપયોગ કરવો પણ પડે. પણ લોચ થયા બાદ જેઓને કોઈ દુઃખાવો વિગેરે થતા ન હોય, ખૂબ ઓછા થતા હોય તેઓએ તો શ્રેષ્ઠ વિકલ્પ જ અપનાવવા જેવો છે.
૯૨. હું શિયાળા અને ચોમાસામાં ર૫ દિવસ પૂર્વે આખો કાપ નહિ કાઢે અને ૧૫ દિવસ પૂર્વે જ કે અડધો કાપ નહિ કાઢે. - ' યતિજીતકલ્પ વગેરેમાં લખ્યા પ્રમાણે તો (૧૪)સંયમીઓએ વર્ષમાં એક જ વાર કાપ કાઢવાનો છે. જ ચાતુર્માસ શરુ થવાની તૈયારી હોય એની પૂર્વે બધી ઉપાધિનો એકવાર કાપ કાઢી લેવાતો હતો કે જેથી ૪ આ ભેજના વાતાવરણ વિગેરેને કારણે મલિનવસ્ત્રોમાં નિગોદાદિ થવાની વિરાધના અટકી જાય.
કાપ કાઢવાના અનેક દોષો છે.
(૧) ચોખા-ધોળા વસ્ત્રો પહેરવાથી વિભૂષા સેવાય. એ વસ્ત્રાદિ ઉપર રાગ થાય. એ વસ્ત્રો .
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૦૮) ( :