________________
એટલે એ રીતે ઉત્તરપટ્ટા વિનાના સંથારા ઉપર ન ઉંઘાય.
બપોરે પણ આરામ કરવો હોય તો સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરીને જ આરામ કરાય.
ંઆ ન્યાય પ્રમાણે તો બેસવા માટે વપરાતા ઉનના આસન ઉપર પણ કોઈક સુતરાઉ વસ્ત્ર પાથરીને જ બેસવું યોગ્ય ગણાય અને કેટલાંક સંયમીઓ એ રીતે કરે પણ છે. પણ એમાં આસનને બદલે યતિની ગાદી ન બની જાય એનો ખ્યાલ રાખવો. છેવટે સંથારા માટે તો આ નિયમ પાળવો જ જોઈએ.
કોઈક સંયમીઓ ઉત્તરપટ્ટાને બદલે ચોલપટ્ટાનો પણ ઉપયોગ કરતા હોય છે. એ ન ચાલે. સંથારા ઉપર ચોલપટ્ટો પાથરીને ન સુવાય. દિવસે આરામ કરતી વખતે પાંગરણી કે કપડો પાથરીને ૧૦-૨૦ મિનિટ આરામ કરીએ એ હજીય કદાચ ચાલે. પણ સામાન્ય રીતે રાત્રે પણ ઉત્તરપટ્ટાને બદલે બીજા કોઈ વસ્ત્રને પાથરીને સંથારો ન કરાય.
૮૧. હું દિવસે ઉંઘીશ નહિ. કારણસર વધુમાં વધુ ૨૦ મિનિટ જ આરામ કરીશ.
દિવસે ઉંઘનારા સંયમીને શાસ્ત્રકારોએ (૫)એક લઘુમાસનું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. યોગોહનમાં તો બપોરે ઉંઘનારાનો દિવસ પણ પડાય છે. દિવસે સંયમીને ઉંઘતો જોઈ ગૃહસ્થોને સંયમીઓ માટે ખરાબ શંકા પણ થાય. તેઓ એમ પણ વિચારે કે “આ સાધુઓને તો કંઈ ધંધા-પાણી નથી એટલે આરામથી ઉંધે છે. અમે બધા તન-તોડ મહેનત કરીએ. અને આ બધા એક તો મફતનું ખાય અને પછી કોઈપણ કામ કર્યા વિના આરામ જ કર્યા કરે છે.' આવા શબ્દો બોલનારા અને વિચારનારા પણ હોય છે.
વળી ઉંઘ અને ખોરાક એ બે વસ્તુ એવી છે કે જેટલી વધારો એટલી વધે અને જેટલી ઘટાડો એટલી ઘટે. (અલબત્ત અમુક પ્રમાણમાં સમજવું.) એટલે જ શક્ય હોય ત્યાં સુધી દિવસના સમયમાં આરામ ન કરવો એ જ શ્રેષ્ઠમાર્ગ છે.
પણ માંદગી કે લાંબા વિહારના પુષ્કળ થાકને કા૨ણે બપોરે ઉંઘવું જરૂરી બને તો પછી ગૃહસ્થો ન જુએ એવા સ્થાનમાં આરામ કરવો. આવા વખતે અડધો કલાક - કલાક, જેટલો આરામ જરૂરી હોય એટલો કરી શકાય.
પણ આ બધા કારણો ન હોય તો ય ઘણીવાર એવું અનુભવાય છે કે બપોરે વાપર્યા પછી જો ૧૦-૨૦ મિનિટ આરામ કરી લેવામાં આવે તો પછી આખો દિવસ, રાત્રે ૧૧ વાગ્યા સુધી સ્ફુર્તિ રહેતી હોય છે. અને જો ૧૦-૨૦ મિનિટ આરામ ન કરે તો આખો દિવસ બેચેની રહે. ભણવા બેસે તો પણ મનની એકાગ્રતા ન આવે. આ બધા કારણોસર બપોરે ઉંઘવાનો એકાંતે નિષેધ કરવો ય શક્ય નથી. માત્ર ૧૦-૨૦ મિનિટ આરામ કરવાથી રાત્રે ૧૦-૧૧ વાગ્યા સુધી પ્રસન્નતા સાથે આરાધના થતી હોય તો લાભ-નુકસાનનું ગણિત માંડીને ૧૦-૨૦ મિનિટ આરામ કરવાની રજા આપવી પણ પડે.
એટલે પહેલો માર્ગ આ જ કે જો સ્ફુર્તિ રહેતી હોય, ઝોકા ન આવતા હોય તો બપોરે ન જ ઉંઘવું. પણ ન ઉંઘવાને કારણે બેચેની રહેતી હોય, ઝોકા આવતા હોય તો ૨૦ મિનિટ આરામ કરી શકાય. વધુ આરામ ન ક૨વો. આજુ બાજુમાં રહેલા સંયમીને સૂચન કરી દેવું કે તેઓ બરાબર ૨૦ મિનિટ પછી ઉઠાડી દે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૦૧)