________________
બેઠા-બેઠા અપાતા ખમાસમણા પણ જમીનને મસ્તક અડકાવ્યા વિનાના તો નહિ જ આપું.”
કેટલાક સંયમીઓ તો તાવમાં કે મોટા વિહારમાં પણ ઉભા-ઉભા પ્રતિક્રમણાદિ કરવાની દૃઢ ટેકવાળા હોય છે. તેઓ અત્યંત વંદનીય છે.
જો માંદગી કે પુષ્કળ થાકને કારણે બેઠા-બેઠાં પ્રતિક્રમણ કરવું પડે તો એ વખતે પણ બેઠા બેઠા મસ્તક નમાવી શકાય, જમીનને અડકાવી શકાય. એ વખતે મસ્તક બિલકુલ નમાવ્યા વિના જ બધા ખમાસમણાઓ આપવા એ તો ઉચિત નથી.
કેટલાક સંયમીઓને તો એવી ટેવ હોય છે કે તબિયત સારી હોય, વિહારનો થાક વિગેરે કંઈ જ ન હોય તો પણ તેઓ ખમાસમણા બેઠા બેઠા આપે, મસ્તક નમાવ્યા વિનાના આપે. આ બધાની અસર આજુ બાજુના સંયમીઓમાં પણ ખૂબ જ ખરાબ પડે. માંદગી-થાકાદિ ન હોય તો તો ઉભા થઈને પંચાંગ પ્રણિપાત જ ખમાસમણા આપવા જોઈએ. ભલે, ઉત્કૃષ્ટ આજ્ઞાઓ ન પાળી શકીએ, પણ એ ઉત્કૃષ્ટ આજ્ઞાઓને નજર સામે રાખીને, આ કાળમાં સંઘયણ પ્રમાણે પાળવી સાવ સરળ એવી આશાઓ તો પાળીએ. આ સાપેક્ષભાવ જ ભવાંતરમાં ઉત્કૃષ્ટ આજ્ઞાઓ અપાવશે. (૪૯)પણ અત્યારે યથાશક્તિ પણ આ બધી આશાઓ જો નહિ પળાય તો ભવાંતરમાં ઉત્કૃષ્ટ આજ્ઞાઓ તો દૂરની વાત; જિનધર્મ સુદ્ધા નહિ
મળે.
કોઈક વળી એવો કુતર્ક પણ કરે કે, “હું સત્તર સંડાસા પ્રમાĒ વિના જ ખમાસમણા આપવાનો છું. હવે જો હું ઉભા થઈને આપીશ તો સાંધાના ભાગમાં વિરાધનાની શક્યતા રહે. એના બદલે બેઠાબેઠા જ આપું તો ?’’
•
આને શું કહેવું ? સત્તરસંડાસા ન સચવાય તો ય ઉભા ઉભા જ ખમાસમણા આપવા કેમકે (૧) જેમને ખમાસમણા અપાય છે એમનું બહુમાન જળવાય. (૨) વીર્યાન્તરાયનો ક્ષયોપશમ થાય. (૩) આજ્ઞાનો પક્ષપાત ઉભો રહે. સૂક્ષ્મબુદ્ધિથી આ વાત વિચારવી.
૭૮. હું પાણીનો ઘડો, તરપણી, પાત્રા, ચૂનાના તપેલા વિગેરે ખુલ્લા નહિ રાખું, ઢાંકેલા રાખીશ : ખુલ્લી, ઉંડી કોઈપણ વસ્તુ બીજા નાના જીવો માટે તો મોતનો કૂવો બની રહે છે. ઘડામાં ઠંડુ કે ગરમ પાણી પડ્યું હોય અને એ ઢાંકેલો ન હોય તો એમાં મચ્છરો, માખીઓ, મસીઓ પણ પડે અને મરે. એમ ત૨૫ણીમાં દૂધ-પાણી વિગેરે પડ્યું હોય. પાત્રામાં શાક-રોટલી વિગેરે પડ્યા હોય. આ બધામાં જીવો પડી પડીને મરી જવાની શક્યતા ઘણી બધી છે.
એક આચાર્યદેવ તો ટોકસીમાં પાણીનું ટીપું જ માત્ર પડેલું હોય તો પણ શિષ્યને ભારપૂર્વક પૂછે કે “પેલું ટીપું લુંછી નાંખ્યું. એ ટીપાને પણ જો નાનકડા જીવો સ્પર્શશે તો મરી જશે.” આવી સૂક્ષ્મ કાળજી એ મહાપુરુષ કરતા.
એની સામે આપણે પાણી ભરેલા ઘડાઓ, ડોલો, તપેલાઓ, ત૨પણીઓ માત્રાવાળા પ્યાલાઓ ખુલ્લા જ મૂકી દઈએ એ તો કેવું બેહુદું કહેવાય ?
કોઈપણ સાધન ખુલ્લું ન જ રહેવા દેવું. ઘડા ઉપર પાત્રી કે ટોક્સી ઢાંકવા. ચૂનાના પાણી વાળી ડોલ કે તપેલા ઉપર છીબું કે પરાત વિગેરે ઢાંકીને જ રાખવા.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૯૯)