________________
૧૩. હું પુસ્તકોને કે વડીલોને પગ થાય એ રીતે નહિ બેસું, નહિ ઊંઘું :
જો પુસ્તકો કે વડીલોને પીઠ ન કરાય તો પગ તો ન જ કરાય એ સ્વાભાવિક છે. ઘણીવાર નાના ઉપાશ્રયોમાં રાત્રે સંથારો કરતી વખતે આ મુશ્કેલી ઉભી થતી હોય છે. જગ્યા જ એવી હોય કે વડીલો તરફ પગ થાય એ રીતે સંથારો કરવો પડે. પણ એ વખતે ગમે તે વ્યવસ્થા કરીને આ આશાતના ટાળવી. એક ભવભીરુ આચાર્યદેવ વાસણાના ઉપાશ્રયમાં પાટ ઉપર સંથારો કરતી વખતે સાથેના સાધુને કહ્યું કે, “દૂર જે પેલો દરવાજો છે, એના ઉપર કોઈક સ્ટીકરો ચોંટાડેલા મેં જોયા હતા. એટલે એ તરફ પગ રાખું તો જ્ઞાનની આશાતના થાય.” અને એમ કહી પોતાની જગ્યા ફેરવી.
૨૫ ડગલા દૂર રહેલા સ્ટીકરના અક્ષરો તરફ પણ પગ ન કરવાની કેટલી બધી સૂક્ષ્મ કાળજી ! નાના સંયમીઓએ સંથારો કરતી વખતે પહેલેથી જ આ ઉપયોગ રાખવો કે પોતાના પગ વડીલ
જ્ઞાન તરફ ન થાય.
એમ સ્થાપનાચાર્યજી તરફ પણ પગ ન થવા દેવા. દેરાસર તરફ પણ પગ ન થવા દેવા. હા ! આપણા પગ અને પુસ્તક / વડીલ વચ્ચે ટેબલ વગેરે કંઈક મૂકી દઈએ તો પછી વાંધો નહિ. વચ્ચે ટેબલની આડશ આવી જવાથી આશાતનાનો દોષ ન લાગે.
૧૪. હું શાનની કોઈપણ વસ્તુ જમીન ઉપર નહિ મૂકું :
ખરેખર તો સંયમીઓને આ સાવ સામાન્ય વાત કહેવાની જરૂર જ નથી. સંયમીઓ પુસ્તકાદિને જમીન ઉ૫૨ મૂકે એ શૈક્ય જ નથી. છતાં કેટલાંક પ્રસંગો જોયા છે એટલે આવો નિયમ પણ લખવો પડ્યો.
•
કેટલાંક સંયમીઓ પુસ્તક પણ સીધું જમીન ઉપર મૂકી દેતા હોય છે. કેટલાંકો વળી પુસ્તક તો જમીન ઉપર ન મૂકે. પણ છાપાઓ જમીન ઉપર પાથરીને વાંચતા હોય છે. કેટલાંકો વળી પોસ્ટરો, પત્રિકાઓ, પોસ્ટકાર્ડાદિ સ્ટેશનરીઓ, બોલપેન, પેન્સિલ વગેરેને જમીન ઉપર મૂકતા હોય છે.
લેવી.'
જ્ઞાનના કોઈપણ સાધનો જમીન ઉપર ન મૂકાય. એને ટેબલ વગેરે ઉપર મૂકવા જોઈએ. નવકારવાળી, નવકારવાળીનું ઝોળીયું, પ્રતની પોથી આ બધા માટે પણ ઉપરની વાત સમજી
૧૫. હું ગોચરી વાપરતાં વાપરતાં પુસ્તક-પાના નહિ વાંચુ :
કેટલાંકોને આવી પણ ટેવ હોય છે કે જે કોઇ ટપાલો, પત્રિકાઓ આવી હોય એ ખોળામાં રાખીને વાંચતા જાય અને બીજી બાજુ ગોચરી વાપરતા જાય અથવા એક હાથમાં ટપાલાદિ પકડીને વાંચે અને બીજા હાથથી ગોચરી વાપરે.
જો કે આ વખતે સંયમી બોલતો નથી એ સાચી વાત. છતાં મોઢું એઠું હોવાને લીધે આ રીતે વાંચવું ઉચિત તો નથી.
બીજી વાત એ છે કે ગોચરી વાપરતી વખતે ગોચરીના પ્રત્યેક કોળીયામાં ઉપયોગ રાખવાનો છે. કદાચ કોઈ જીવ એમાં આવી ગયો હોય, કદાચ સચિત્ત દાણો આવી ગયો હોય તો એ ઉપયોગપૂર્વક
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૩૫)