________________
સંખડિમાંથી મોટા પ્રમાણમાં વસ્તુઓ વહોરતી વખતે ક્યારેય સામેવાળા શ્રાવકાદિના મુખ ઉપર દૃષ્ટિપાત કર્યો છે ખરો ? એના વિચારોમાં આવતા પરિવર્તનને નિહાળ્યું છે ખરું ? શું બીજાને દુર્લભબોધિ બનાવે, સંયમીઓ પ્રત્યે અસદ્ભાવ જન્માવે એવી ગોચરી વહોરવાની પ્રવૃત્તિ ઘોર પાપ બંધાવનારી ન બને ?
આ બધું જાણ્યા પછી પણ જો મન આ પ્રતિજ્ઞા લેવા તૈયાર ન હોય તો એને પરલોકભીતિ, મોક્ષપ્રીતિ શી રીતે માની શકાય ?
છેવટે સૌથી છેલ્લો વિકલ્પ આપ્યો જ છે કે,“એક ટોક્સી, પોણો ચેતનો કે ચાર ટુકડા કરતા વધુ મીષ્ટાન્ન સંખડિમાંથી ન લેવું.”
૪૧. હું રોજ એકાસણું કરીશ. ઉપવાસના પારણે એક દિવસ બેસણું કરીશ : દશવૈકાલિક સૂત્રમાં પરમાત્માની આજ્ઞા બતાવી છે કે “સંયમીઓએ રોજ એક જ ટંક વાપરવું. અર્થાત્ એકાસણું કરવું.”
ત્યાં અદ્દો ળિાં તવોમાંં શબ્દ લખીને શાસ્ત્રકારોએ એકાસણાને નિત્ય તપ કહ્યો છે. અને અદ્દો શબ્દ દ્વારા અહોભાવ વ્યક્ત કર્યું છે કે અહો ! પ્રભુએ આ કેટલી બધી સુંદર આજ્ઞા ફરમાવી છે. નિત્ય એકાસણા ઘણા દોષોનો ખાત્મો કરનારી બેનમૂન જિનાજ્ઞા છે. (આંબિલ એ પણ એકાસણું જ કહેવાય, કેમકે દિવસમાં એકવાર વાપરવું એ એકાસણું છે. પછી એ ભોજન વિગઈ વિનાનું હોય તો આંબિલ ગણાય..)
ઉપદેશપદકારે તો નિત્યએકાસણાનું રહસ્ય ખૂબ જ અદ્ભુત રીતે દર્શાવ્યું છે. ત્યાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે (૩૩)શાસ્ત્રકારોએ એકાસણાની પ્રશંસા કરી અને ઉપવાસની પ્રશંસા ન કરી ? આવું શા માટે? આમ તો ઉપવાસ જ શ્રેષ્ઠ તપ ગણાય ને ?”
એની સામે ભગવાન હરિભદ્રસૂરિજીએ ઉત્તર આપ્યો કે ઉપવાસ તો વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગે૨ે ગુણોનો ઘાત કરનાર તપ છે. જો ઉપવાસ જ કર્યા કરવામાં આવે તો અનંતગુણી નિર્જરા કરાવનારા વૈયાવચ્યાદિ ગુણો ખલાસ થઈ જાય. લોકમાં એ ઉપવાસ કરનારો ભલે ઘોર તપસ્વી તરીકે પંકાય. પણ તપનું વાસ્તવિક ફળ નિર્જરા તો એને ન જ મળે. જ્યારે જેઓ રોજ એકાસણા કરીને સંયમના સેંકડો યોગોને સુંદર રીતે આરાધે છે તેઓ લોકમાં ભલે તપસ્વી નં કહેવાય પણ એમને ખૂબ-ખૂબ કર્મક્ષયની પ્રાપ્તિ થાય.
એટલે આત્માને વધુ ઉપકારી તરીકે એકાસણાનો તપ છે. માટે શય્યભવસૂરિજીએ ઉપવાસની પ્રશંસા ક૨વાને બદલે એકાસણાની પ્રશંસા કરી. (હા, એનો અર્થ એવો નથી કે ઉપવાસ ન જ કરવા. જ્ઞાનપાંચમ, મૌન એકાદશી, ચૌદશ, આઠમ વગેરે તિથિઓએ ઉપવાસ ક૨વા એ પણ શાસ્ત્રાજ્ઞા જ છે. (૩૪)ટૂંકમાં સ્વાધ્યાય, વૈયાવચ્ચ, સંયમાદિ યોગો બિલકુલ હાનિ ન પામે એ રીતે પ્રવૃત્તિ કરવી એ જ વાસ્તવિક તત્ત્વ છે.)
એકાસણા કરવાના લાભો :
(૧) જેઓ નવકારશી કરે તેઓનો ‘સવારે દેરાસર જવું, ગોચરી જવું, ગોચરી વાપરવી’ | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૬૮)