________________
(૩) ઉનાળામાં ગોચરી વહોરવા નીકળેલા સંયમીને એક ચેતનો પયસ વહોરવાનું હતું. છે જ શ્રાવિકાઓએ બધી વિનંતિ કરી પણ દૂધની કે કેરીના રસની ન કરી... સંયમી પૂછતો જ ગયો કે બીજું શું જ શું છે? બીજું શું છે?... અને છેવટે શ્રાવિકાએ જવાબ આપ્યો કે “સાહેબ ! કેરીનો રસ ફ્રીજમાં છે.” જ જે સંયમી સમજી ગયો કે, “આ શ્રાવિકા એમ સમજે છે કે મહારાજ સાહેબ કેરીના રસ માટે ફરી રહ્યા છે.” છે આવી ખરાબ છાપ ભૂંસવા માટે સ્પષ્ટતા કરવી પડી કે, “મારે દૂધનો ખપ છે, કેરીના રસનો નહિ.”
ઘણા ઘરોમાં શ્રાવિકાઓ બીજા બધી વસ્તુઓ વહોરાવ્યા પછી ખુલાસા કરે છે કે, “રસ ફ્રીજમાં જ જ છે.” ત્યારે આઘાત લાગે કે, “શ્રાવિકાઓના મનમાં સંયમીઓ માટે આવા ભાવ છે કે તેઓને ઉનાળામાં છે કેરીનો રસ જોઈએ જ.”
આ વાત શું વિચારણીય નથી ?
એટલે જ કદલી સિવાયના તમામ ફળો ત્યાગી દેવાય તો ખૂબ સરસ ! છતાં છેવટે કદલી+કેરી જ સિવાયના બધા ફળોનો ત્યાગ કરાય. જે ૫૫ વર્ષના વિશાળ દીક્ષાપર્યાયમાં કેરીનો સ્વાદ સુદ્ધાં ન ચાખ્યો હોય એવા પણ મહાત્માઓ જે નજીકના જ કાળમાં થઈ ગયા છે. વર્તમાનમાં પણ આખી જિંદગી માટે કેરીના ત્યાગવાળા સેંકડો ૪ મહાત્માઓ હશે એવું મને લાગે છે.
કદલીમાં પણ એક વાત ધ્યાનમાં લેવી કે જો આપણને વહોરાવવા માટે કદલીની આખી છાલ જ ઉતારે તો એ છાલ તેઓ કચરામાં નાંખે. સંયમી નિમિત્તે જ આ છાલ ઉતારાઈ અને કચરામાં નંખાઈ ? છે એટલે ત્યાં પછી એના દ્વારા જે જીવવિરાધના થાય એનો દોષ સંયમીને પણ લાગે. એટલે દરેક કેળાની છે જ અડધી જ છાલ ઉતારવા દેવી અને પછી એક-એક કેળામાંથી અડધું કેળું વહોરવું. વધેલું અડવું કેળું (છાલ
સાથેનું) એ ગૃહસ્થો પાસે જ રહેશે. એ અડધું કેળું જ્યારે તેઓ ખાવાના હશે, ત્યારે પોતાના નિમિત્તે ?
છાલ ઉતારીને કચરામાં નાંખશે એટલે એ વિરાધના એમના નિમિત્તે થશે. સંયમી નિમિત્તે નહિ. એટલે છે એ દોષ સંયમીને ન લાગે. જ આ પ્રમાણે અમારા સમુદાયની મર્યાદા છે. દરેક સંયમીએ પોતપોતાના સમુદાયની મર્યાદાઓ જે જ જાણીને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી.
૪૭. હું ખજુર અને બદામ સિવાય કોઈપણ પ્રકારનો મેવો વાપરીશ નહિ?
ખજુર, બદામ, દ્રાક્ષ, અખરોટ, જરદાળુ, પીસ્તા, કાજુ વગેરે મેવો આસક્તિપોષક છે એતો છે ૪ પ્રસિદ્ધ વાત છે. ગૃહસ્થો આ બધી વસ્તુઓ શરીરમાં પુષ્કળ શક્તિ વધારવા માટે વાપરતા હોય છે. ૪ સંયમીઓ માટે સંયમને અનુલક્ષીને વિચારીએ તો આ વસ્તુઓ ઉપયોગી નથી. છે છતાં વર્તમાનકાળમાં શારીરિક નબળાઈ વગેરેને કારણે વાપરવું પડે તો માત્ર ખજુર અને બદામ છે આ બે વસ્તુની છૂટ રાખી બાકીની તમામ મેવો ત્યાગી શકાય. બદામ મગજ માટે અને ખજુર પાચનશક્તિ વગેરે માટે અનુકૂળ ગણાય છે.
અંજીર અભક્ષ્ય હોવાથી એનો વપરાશ પ્રાયઃ કોઈપણ સંયમીઓ કરતા નથી. દ્રાક્ષ અભક્ષ્ય ન $ હોવા છતાં અતિ-આસક્તિનું કારણ લાગવાથી પૂ.પાદ દાનસૂરીશ્વરજી મ.સાહેબે પોતાના સમુદાયમાં
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૭૪) રદ