________________
બને. અને પછી સંયમી લેશપણ પ્રમાદ કરે તો એ બધા જીવોની વિરાધના થાય. આવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે ગંધવાળા પાત્રા-ત૨૫ણી વગેરે ઉપર જીવો આવી જાય છે અને આપણા પ્રમાદાદિથી એની વિરાધના થાય છે.
જેમાં દાળ લાવી હોય એ ત૨૫ણીમાં પીવાનું પાણી ભર્યા પછી એક કલાક બાદ જો એ પાણી વાપરશો તો એ પાણી તીખું લાગશે. ઘુંટડો ગળતી વખતે ગળામાં બળતરા થશે. આનો અર્થ જ એ કે ત૨૫ણી ધોઈ હોવા છતાં એમાં મરચા વગેરેના અવયવો રહી જ ગયા હતા માટે જ પાણી તીખું બની ગયું. એટલે શાસ્ત્રકારોની વાત એકદમ વ્યાજબી છે.
કેટલાંકો તો એક કે બે પાણીથી જ પાત્રા ધોઈને લુણાથી લૂંછી લેતા હોય છે. એ જ્યારે લુણાથી પાત્રા લુંછે ત્યારે પાત્રા ઉપર દાળ-શાકના અવયવો ચોખ્ખા દેખાતા પણ હોય છે. છતાં લુણાથી લુંછીને પાત્રા મૂકી દે. આવા પાત્રા ચીકાશવાળા રહી જાય. અને એ લુણાઓ પણ દાળ-શાકના ડાઘાવાળા, તેલ-ઘીની ચીકાશવાળા બને. પછી એ લુણા ધોવા માટે પુષ્કળ સાબુ-સર્ફ-પાણીનો ઉપયોગ કરવો પડે. પાત્રા બરાબર ન ધોવાના કારણે પાછળ કેટલી બધી વિરાધનાઓ થાય ?
શાસ્ત્રીયવિધિ વિચારીએ તો જ⟩સંયમી બધુ વાપરી લીધા બાદ ત્રણ કોળીયા દ્વારા તથા આંગળી વડે ઘસી-ઘસીને પાત્રામાં ચોંટેલા બધા જ ખોરાકના અવયવો કાઢીને વાપરી લે. એટલે પ્રથમ તો પાણી વિના જ એ પાત્રુ ચોખ્ખું થઈ જાય. એક મહાત્મા તો પોતે ગોચરી વાપર્યા બાદ વગર પાણીએ એ પાત્રુ એટલું ચોખ્ખું કરી લે કે,“જોનારાને સામાન્યથી અંદાજ પણ ન આવે કે આ પાડ્યું એંઠું છે. ગોચરી વાપરેલું છે.”
આવું પાત્રુ કર્યા બાદ ત્રણ પાણીથી ધોવામાં આવે એટલે એમાં ગંધ સુદ્ધાં પણ પ્રાયઃ ન રહે. એટલે પછી જીવોની વિરાધના થવા વગેરે રૂપ કોઈપણ ભય રહેતો નથી. એ પાત્રા એવા તો ચોખ્ખા હોય કે જેમ પાણી વાપર્યા બાદ લુણાથી એ પાત્રુ લુંછીએ, તો એ લુણા ધોવાની જરૂર નથી પડતી. એમ આ ગોચરી વાપરેલા પાત્રા લુંછ્યા પછી પણ એ લુણા ધોવાની જરૂર જ ન પડે. સર્ફ-સાબુ-પાણી વગેરે વાપરવા જ ન પડે. વધુમાં વધુ એક પાણીમાં કાઢી લઈએ તો પણ ચાલે. પણ આ ત્યારે જ શક્ય બને
પાણીથી પાત્રા ધોતા પહેલા જ બરાબર એ પાત્ર આંગળી દ્વારા
જ સ્વચ્છ કરી લેવામાં આવે.
માત્ર એક કે બે પાણીથી પાત્રા ધોઈને લૂંછી નાંખવા એ તો સંયમને હાનિકા૨ક છે. કમ સે કમ ત્રણ પાણીથી પાત્રા ધોવા જ પડે.
ન
ઘી વગેરે ચીકાશવાળી વસ્તુઓની ચીકાશ જો ન નીકળે તો ગરમ પાણી, ગરમ દાળ વગેરેથી ઘસવાથી એ બધી ચીકાસ નીકળી જાય. કો૨ા ભાત ઘસવાથી પણ એ ચીકાશ નિકાળી શકાય.
ત્રણવાર પાણીથી ધોયા પછી પણ જો ચીકાશ લાગે તો ચોથી-પાંચમી વાર પણ પાણીથી ધોવા જરૂરી છે. ટૂંકમાં પાત્રાઓમાં ચીકાસ કે ગંધ ન રહી જાય એ અત્યંત આવશ્યક છે.
૫૦. હું એંઠા થયેલા લીલા મરચા, પાંદડા, કોકમ વગેરે જો વાપરી ન શકું તો એને જાતે જ રેતીમાં-રાખમાં ઘસી-ઘસીને પરઠવીશ. ગમે ત્યાં નાંખી નહિ દઉં કે માંડલીમાં મૂકીને નહિ જાઉં : શાસ્ત્રકારો કહે છે કે : “સુગંધ વા તુાંધ વા સવ્વ મુંને ન છઠ્ઠ” ગોચરીમાં આવેલી સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૭૬)