________________
બારી-બારણાના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં કરોળીયાઓએ જાળા બાંધેલા હોય તો એ બારી વગેરે ખોલવાથી જાળા તુટી જાય. કરોળીયાઓનો ઘર ભંગ થાય. રે ! પુંજીને કરીએ તો ય આ વિરાધના અટકતી નથી. ઉલટું ઓઘાને લીધે જ એ જાળા તુટી જાય.
બારી-બારણા ઉપર ગોળીઓ ફરતી હોય છે. જોરથી બારી ખોલતા કે ઓઘા વડે પુંજીને ખોલતા કદાચ એ ગરોળી ઓઘામાં આવીને સંયમી ઉપર પડે તો સંયમી ચીસ પાડી ઊઠે, ગભરાઈ જાય, ગરોળીને ગમે ત્યાં ફેંકી દેવા પ્રયત્ન કરે........વગેરે ઘણા દોષો લાગે.
જો પુંજ્યા વિના બંધ કરો તો સાંધાના ભાગ ઉપર રહેલી ગરોળી કપાઈ જાય. એમ ત્યાં જો કીડી વગેરે હોય તો એ પણ પુંજ્યા વિના બારી-બારણા બંધ કરવાથી મરી જાય.
એટલે બારી-બારણા ખોલ-બંધ કરવામાં પણ વિરાધના છે જ. ચોમાસામાં બારીમાંથી અંદર પાણીની વાછટ આવતી અટકાવવા બારી બંધ કરીએ તો પાણીના જીવો એ બારી સાથે અથડાઈને મરે. અંદર પાણી ન આવવા દેવા બારી બંધ કરી, પણ એમાં ય જીવોની વિરાધના તો થઈ જ. (અલબત્ત પુષ્ટકારણસર બંધ કરવી પડે એ જુદી વાત.)
એટલે બને ત્યાં સુધી તો બારી-બારણા ખોલ-બંધ કરવા જ ન પડે એવી સ્થિતિમાં જ જીવવું. ગ૨મી-ઠંડી સહન કરવાનું સામર્થ્ય હોય તો જ આ શક્ય બને.
વર્તમાનમાં એવું જો૨દાર સત્ત્વ તો વિરલ સંયમીઓ જ ફોરવી શકે. એટલે ઠંડીમાં બધા બારીબારણાઓ બંધ કરવાની અને ગરમીમાં ખોલવાની પ્રવૃત્તિઓ મોટા ભાગના સંયમીઓ ક૨વાના જ. તો એ વખતે આ નિયમનું પાલન કરવાનું છે.
સૌ પ્રથમ તો બારી-બારણાના બધા ભાગો આંખથી બરાબર જોઈ લેવા. જો કરોળીયાના જાળા, નિગોદ વગેરે હોય તો તો પછી એ ન જ ખોલાય. એટલે વગર જોયે ખોલવાની ક્રિયા ન કરવી. પણ જોયા પછી લાગે કે બારી-બારણા ઉપર કોઈ જાળા-નિગોદાદિ નથી. તો પછી બરાબર પુંજીને પછી ખોલ-બંધ કરવા.
કેટલાંકો ‘જાણે કે બારીને મંત્રિત કરતા હોય’ એમ બારીને ઓઘો અડે જ નહિ એ રીતે ઓથો હવામાં ફેરવીને બારી ખોલતા હોય છે. આનો શું અર્થ ? અહીં એવો તો કોઈ મંત્ર શાસ્ત્રોમાં બતાવ્યો નથી કે જેનાથી મંત્રિત કરેલી બારીમાં પછી કોઈ વિરાધના જ ન થાય.
કેટલાકો વળી ઓઘાને બારીઓ સાથે સ્પર્શાવે તો ખરા, પણ બારીના પ્રત્યેક ભાગો પુંજાય એવી - સૂક્ષ્મતા ન જાળવે. ઉપરછલ્લી પુંજવાની ક્રિયા કરે. એં પણ ન ચાલે. કેમકે કીડી-મંકોડા વિગેરે નાના જીવો તો એમાં રહી જ જવાના અને મરી જવાના. એટલે બારી-બારણાના પ્રત્યેક ખૂણાઓ, પ્રત્યેક સાંધાઓને ઓઘો બરાબર અડે, બરાબર ફેરવાય એ રીતે પુંજવું જોઈએ.
કેટલાકોને ઓઘાની દસી જ એટલી બધી ઓછી હોય કે જો તેઓ બરાબર પૂંજવા જાય તો - ઓઘાની દસીને બદલે ઓઘાની દાંડી જ બધા ભાગોમાં ઘસાય. આમાં તો આરાધનાને બદલે વિરાધના < જ ઊભી થાય છે.
ઓઘામાં પ્રમાણસર દસીઓ હોવી જોઈએ. જેથી એનાથી બરાબર પુંજી શકાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૨)ન