________________
સૂર્યાસ્ત થાય ત્યાર પછી ૧૫ મિનિટ સુધીમાં તો વસતિઓ જોઈ જ લેવી. એ પછી પ્રકાશ ન રહેવાથી વસતિ જોવાનો કોઈ અર્થ સરતો નથી.
૬૫. હું મારો માત્રાનો પ્યાલો જાતે જ પરઠવીશ.
પ્રાચીનકાળમાં સાધુઓમાં શેષકાળમાં પ્યાલાનો ઉપયોગ જ ન હતો. અપવાદમાર્ગે જ શેષકાળમાં સાધુઓ પ્યાલાનો વપરાશ કરતા. સાધ્વીજીઓ ૧૨ માસ પ્યાલાનો વપરાશ કરતા. ઉપાશ્રય વિગેરેના વિશાળ વરંડામાં કે એવી કોઈ જગ્યામાં જ માત્રુ જઈ આવતા. સાધુઓ એટલે “માત્રાનો પ્યાલો કોણ પરઠવે ?” એવો પ્રશ્ન જ ઉભો ન થતો.
પણ આજે જે રીતે ઉપાશ્રયાદિની વ્યવસ્થા હોય છે એ મુજબ તો પ્યાલાનો ઉપયોગ આવશ્યક બન્યો છે. હવે કેટલાક સંયમીઓ આળસને કારણે પ્યાલો બીજાને પરઠવવા આપી દે છે. ચાર-આઠ વર્ષના પર્યાયવાળા સંયમીઓ પણ પોતાનાથી નાનાને પ્યાલો પરઠવવા આપી દેતા હોય છે. નાનાઓ ભક્તિભાવથી આ વૈયાવચ્ચ સ્વીકારતા હોય છે.
આમાં નાનાઓને તો નિર્જરા થવાની જ. પણ જે સંયમીઓ આ રીતે બીજાને જ પ્યાલો આપી દેવાની ટેવવાળા બને છે. તેઓ ધીમે ધીમે એવા આળસ કે પ્રમાદના ભોગ બને કે જ્યારે કોઈ નાનો સંયમી એ પ્યાલો લઈ જવા માટે ઉભો ન હોય ત્યારે પણ વડીલ સંયમી પ્યાલામાં માત્ર કરીને મૂકી રાખે. મનમાં વિચારે કે “કો’ક માત્રુ કરવા જશે, ત્યારે લઈ જશે.' અને આવી રીતે ઘણીવાર ૪૮ મિનિટ સુધી પ્યાલા પડ્યા રહે. સંમૂચ્છિમની વિરાધના થાય.
અથવા તો વડીલ સંયમી પ્યાલામાં માત્રુ કરીને જાતે પરઠવવા જવાની આળસને કારણે નાનાઓને આદેશ કરી દે કે “મારો પ્યાલો પરઠવી આવો.” પેલા નાના સંયમી કામમાં, સ્વાધ્યાયાદિમાં હોવા છતાં ના-છૂટકે જાય. પણ ધીમે ધીમે એમનો સદ્ભાવ તુટતો જાય.
જે વડીલ સંયમીઓને અનેક શિષ્યો હોય, બધા સેવા માટે દોડધામ ક૨વાના ઉલ્લાસવાળા હોય એ વડીલ સંયમીઓ પ્યાલો બીજાને આપી દે એ હજી ચાલે. પણ જેઓને કોઈ શિષ્ય નથી. શિષ્ય છે, તો એવા ઉલ્લાસ, ભક્તિભાવવાળો નથી. જે વડીલોનો વિશિષ્ટ દીક્ષાપર્યાય પણ નથી. રે ! પર્યાય હોય તો પણ એવું પુણ્ય નથી. તેઓ જો શિષ્યને કે બીજાઓને પ્યાલો આપતા થશે, તો તેઓ અપ્રીતિનું ભાજન બનવાની શક્યતા વધુ છે.
ચાતુર્માસમાં એક ગુરુ અને બે શિષ્યો સાથે હતા. ગુરુજી રોજ રાત્રે અગિયાર વાગ્યા સુધી શ્રાવકો સાથે ચર્ચા-વિચારણા કરે. વિનયી શિષ્યો દસ-સાડાદસ સુધી પાઠ કર્યા પછી સંથારો કરતા પહેલા છેલ્લીવાર માત્રુ જાય અને ગુરુજીને વિનંતિ કરે કે “પધારો, માત્રુ કરી લો.” ગુરુજી જવાબ આપે. “હમણાં મારે મીટીંગ ચાલે છે.” અને શિષ્યો માત્ર પરઠવી દઈ આખા દિવસના પરિશ્રમને લીધે સાડાદસ વાગે સંથારી જાય. એ પછી ગુરુ અગિયાર વાગે મીટીંગ પુરી કરીને પ્યાલામાં માત્રુ કરે. હવે પરઠવવા કોણ જાય ? ગુરુજી અડધો કલાક પહેલા જ થાકીને ઘસઘસાટ ઉંઘી ગયેલા શિષ્યને ઉઠાડે અને માત્રુ પરઠવવા જવાનો આદેશ કરે. પણ થોડુંક ચાલીને પોતે માત્ર પરઠવવા ન જાય. પેલો શિષ્ય ! ઊંઘ બગડે, કંટાળે છતાં ના-છૂટકે પ્યાલો પરઠવી આવે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૮)