________________
આવા બોર્ડો હવે તો ઘણી જગ્યાએ જોવા મળે છે.
આ રીતે શ્રાવકોને પુછીને માત્રુ માટેના સ્થાનો જાણી લેવા એ પણ એક જાતની “અણુજાણહ જસુગહો”ની જ ક્રિયા થયેલી ગણાય.
૬૯. હું એક / દોઢ / બે કિલોમીટરની અંદર જો સ્થંડિલ જવાની જગ્યા હશે તો બહાર જ સ્થંડિલ જઈશ પણ વાડાનો ઉપયોગ નહિ કરું.
પ્રાચીનકાળમાં ગામડાઓમાં જ મોટા ભાગે રહેનારા સંયમીઓને સ્થંડિલની જગ્યા માટેનો પ્રશ્ન લગભગ સતાવતો ન હતો.
આજે સાચા કે ખોટા પણ અનેક કારણોસર સંયમીઓનો રહેવાસ શહેરોમાં, ભરચક વસ્તીમાં વધતો ગયો. સ્થંડિલની જગ્યાની મુશ્કેલીઓ ઉભી થવા માંડી. છતાં આજે અનેક સાધુઓ બોમ્બે, · અમદાવાદ, સુરત જેવા સ્થાનમાં પણ નિર્દોષ સ્થંડિલભૂમિમાં જ સ્થંડિલ જાય છે. ઘણા સાધુઓએ કહ્યું કે “બોમ્બેના દરેકે દરેક સ્થાનોમાં સ્થંડિલ જવા માટેની જગ્યા મળે છે.”
પણ એ બધી જગ્યાઓમાં જરાક પણ શાસનહીલના ન થાય એની કાળજી કરવી ખૂબ જરૂરી છે. પ્રાચીનકાળમાં સંડાસની વ્યવસ્થા ન હોવાથી બધા લોકો ખુલ્લામાં જ સ્થંડિલ જતા. પણ વર્તમાનકાળમાં સંડાસમાં જ જનારા અજૈન શહેરીઓ સાધુ-સાધ્વીઓની ખુલ્લામાં ઠલ્લે જવાની પ્રવૃત્તિને અત્યંત ધૃણાસ્પદ ગણે છે. સંમૂમિની વિરાધના, અપ્કાયની વિરાધના વિગેરે ગણિતો એ મિથ્યાત્વીઓને કોણ સમજાવે ? અને એટલે જ એ બધામાં સંયમીઓની સ્થંડિલ પ્રવૃત્તિ નિમિત્તે પુષ્કળ હીલના થવા પામી છે. “આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવશે ?' એ જ સમજાતું નથી.
‘સંડાસમાં ન જ જવાય.' એવો નિયમ લગભગ બધા સંયમીઓ જાણે જ છે અને મોટાભાગે પાળે પણ છે. પણ એ નિયમ સાચવવા માટે વિકલ્પરૂપે ત્રણ વસ્તુઓ છે. (૧) ખુલ્લામાં સ્થંડિલ જવું (૨) પ્યાલામાં કરી તે તે યોગ્યસ્થાને પરઠવી દેવું. (૩) વાડામાં જ જવું. ભંગી વિગેરે એને સાફ કરી દે.
જો સંયમીઓ શહેરો છોડી દે તો શ્રેષ્ઠકક્ષાનો પ્રથમ વિકલ્પ છે. અલબત્ત, શહેરોમાં આ વિકલ્પ પળાય છે ખરો. પણ એ ખૂબ જોખમમાં છે. અવનવા પ્રસંગો બને છે અને એ રીતે ખુલ્લામાં સ્થંડિલ જવું શહેરોમાં કપરું બનતું જાય છે. બે વર્ષ પહેલા જ એક સંયમી બોમ્બેમાં રેલ્વેના ડબ્બાઓની પાછળ સ્થંડિલ બેઠો. બે-ત્રણ પોલીસો ત્યાં ફરતા ફરતા આવ્યા. સંયમીને જોઈ ગુસ્સે થઈ જેમ તેમ બોલ્યા, “તમે અહીં બધી જગ્યા બગાડો છો ? અમારા બુટ બગડે છે, અહીં ચાલવાથી...'
ખુલ્લામાં સ્થંડિલ ગયેલા એક સંયમી ઉપર ગુસ્સે ભરાયેલા જૈન બહેને વહેલી સવારે ઉપરથી ડોલ ભરીને પાણી રેડ્યું.એક અતિવિરાટ બગીચામાં ઠલ્લે જતા સંયમીઓને કેટલાંક દિવસ બાદ ત્યાંની વ્યક્તિઓએ ધમકી આપી કે, “જો હવે અહીં ઠલ્લે આવ્યા છો, તો તમને માર મારશું.”
આવા તો અનેક અનુભવો અનેકોને થયા છે. એટલે આ નિયમમાં જે બહાર સ્થંડિલ જવાનો આગ્રહ બતાવાયો છે એમાં એ જગ્યાએ જવામાં લેશ માત્ર પણ શાસનહીલનાનો ભય ન હોય તો જ સમજવો.
જો સીધા ઠલ્લે જવામાં આવી મુશ્કેલીઓ પડતી હોય તો બીજો વિકલ્પ “પ્યાલામાં જઈને પરઠવી સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૯૧)