________________
હવે જો અજવાળામાં એવું સ્થાન જોઈ રાખીએ કે જ્યાં ઘાસ ઉગ્યું ન હોય. કીડીઓના નગરા, દર વિગેરે ન હોય. નિગોદ થયેલી ન હોય. તો પછી રાત્રે જ્યારે માત્રુ કરવું પડે ત્યારે એ જ સ્થાને પરવી શકાય. એટલે વિરાધના ન થાય. (હા. એ જ વખતે ત્યાં કીડી વિગેરે આવી ગયા હોય તો એમને કિલામણા થવાનો સંભવ તો છે જ. પણ જો કીડીના નગરા હોત, તો તો હજારો કીડીઓની વિરાધના થાત. એ નગરાના કાણા દ્વારા જમીનમાં કીડીના ઘરમાં ગયેલું માત્રુ કેટલાંય જીવોની વિરાધનાનું કારણ બનત. પણ સવારે નગરા વિનાની જગ્યા જોયેલી હોવાથી, રાત્રે માત્ર પરઠવતી વખતે કદાચ કોઈક કીડીઓ આમતેમથી ત્યાં આવેલી હોય તો પણ પેલી મોટી વિરાધનાઓ તો ન જ થાય.)
=
જો અજવાળામાં કોઈ સ્થાન જોઈ રાખ્યું ન હોય તો રાત્રે જ્યારે માત્રુ ક૨વા જવું પડે અને ગમે ત્યાં, નહિ જોયેલી જગ્યાએ પરઠવીએ તો કદાચ ત્યાં ઘાસ હોય, કદાચ નિગોદ હોય કદાચ કીડીઓના મોટા દર હોય, આ બધાની વિરાધના થાય. એટલે રાત્રિમાં માત્રુ-ઠલ્લે પરઠવવા માટે અજવાળામાં વસતિ જોઈ રાખવાની વિધિ છે.
વસતિમાં મુખ્યત્વે આ જ જોવાનું છે કે એ સ્થાનમાં નિગોદ નથી ને ? કીડીઓના દર નથી ને? ઘાસ કે નાના નાના ફણગા ફુટેલા નથી ને ? કોઈ અનાજના સચિત્ત દાણા વિગેરે પડેલા નથી ને ? એમાં ય કીડીના દર તો સૂક્ષ્મદૃષ્ટિથી જોવાથી જ પકડી શકાય. જમીનમાં સોંયના અગ્રભાગ કરતા જરાક જાડું એવું કાણું હોય તો એ ય લાખો કીડીનું દર હોઈ શકે છે. નીચે નમીને ઉપયોગ મૂકીને આ હકીકત ચકાસવી પડે. ઉપરછલ્લી દૃષ્ટિએ તો એ વસતિ ચોખ્ખી જ લાગે.
અત્યારે જે જમીનમાં ખાડા ખોદાવીને, ઈંટ-કપચી વિગેરે પાથરીને માત્રુ પરઠવવાની કુંડી તૈયાર કરાય છે. એમાં સંયમનું પાલન દુર્લભ છે. કારણ કે એ કુંડીમાં ઉપર ભલેને કોઈ જીવો ન દેખાય. અંદરથી એ કુંડીમાં ઘણું પોલાણ હોવાથી પુષ્કળ ત્રસ જીવો હોવાની સંભાવના છે. એકવાર મેં એક કુંડીમાંથી અડધી વેંત જેટલી કપચી દૂર કરી તો તરત જ નીચે ખદબદતા કીડાઓ દેખાયા. આવી પોલાણવાળી જગ્યાને શાસ્ત્રમાં ‘ઝૂષિર’ કહે છે. અને એમાં માત્રુ વિગેરે પરઠવવાનો નિષેધ છે. અંદર પોલાણ છે, માટે જ માત્રુ પરઠવતાની સાથે જ એ ઝડપથી જમીનમાં ઉતરી જાય છે. જો ખોદ્યા વિનાની સીધી જમીન ઉપર પરઠવશો તો એમાં માત્ર ઝડપથી નીચે નહિ ઉતરે. કેમકે એ જમીનમાં ઝૂષિર=પોલાણ ન હોવાથી (વ્યવહા૨થી) એમાં પાણી ઝડપથી જઈ શકતું નથી.
જ્યાં એક જ કુંડીમાં ૧૫-૨૦ સંયમીઓના માત્રા પરઠવાતા હોય ત્યાં ૧૫ દિવસ કે મહિના બાદ એ કપચી અડધા-એક વેંત જેટલી દૂર કરીને જોશો તો પ્રાયઃ નીચે ખદબદતા કીડાઓ દેખાશે.
એટલે જો સીધી જમીન મળતી હોય તો આવી કપચીવાળી કુંડીઓ, રેતી વાળી કુંડીઓ વિગેરેનો ઉપયોગ ન કરવો. ચોમાસામાં બધી જમીનો નિગોદવાળી થવાને લીધે કે એવા કોઈ કારણસર પછી કુંડી વિગેરેમાં પણ પરઠવવું પડે.
આમાં ઘણી બાબતો છે. એ અમે વિરતિદૂતમાં જણાવીશું.
શક્ય હોય તો સૂર્યાસ્ત ક૨તા ૪૫ મિનિટ પૂર્વે આ વસતિ જોઈ લેવી. છેવટે મોડામાં મોડું
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૭)