________________
એમ થાય કે “પેલા સંયમી ઉઠી ગયા, એટલે એમને ખપાવવું ન પડ્યું. અને અમારે હેરાન થવું પડ્યું.” આમ બધાને ઉભા થઈ જનારા સંયમી પ્રત્યે અરુચિ થાય.
ઘણીવાર એવું બને કે એ વહેલા ઉભા થઈ જનારા સંયમીની જ ખપાવવાની શક્તિ વધારે હોય એ ઉભો થઈ જાય એટલે બીજા બધા, ઓછી શક્તિવાળાઓ ખૂબ હેરાન થાય. આમ ઉભા થઈ જનારા સંયમીને બાકીનાઓને સહાયક બનવાનો લાભ ન મળે.
એકવાર એક-બે સંયમી જાતે પચ્ચ. લઈને ઉભા થઈ ગયા. વ્યવસ્થાપકને ખબર પડતા એમને પણ ગુસ્સો આવ્યો. તરત કહી દીધું કે ‘હવે જેટલું વધે એ બધું તમારે જ રાખમાં પરઠવવું પડશે. બીજું કોઈ નહિ પરઠવે.’
કેટલાંક સંયમીઓ તો એવી ખબર પડે કે “ગોચરી વધી પડવાની છે.” એટલે ખપાવવું ન પડે એ માટે ઊભા થઈ જાય. પચ્ચ. જાતે લઈ લે. પાછળથી ઉપર મુજબ જ પરસ્પર સંક્લેશ થાય.
કેટલાંકો ચાલાકી એવી કરે કે આજુબાજુમાં બેઠેલા વડીલો પાસે પચ્ચ. લઈ લે. એ વડીલોને વધઘટનો ખ્યાલ ન હોવાથી પચ્ય. આપી દે. પેલા સંયમીને બચાવની તક મળે કે “મેં તો વડીલ પાસે પચ્ચ. લીધું છે.’
ખરેખર તો વડીલોએ જ નહિ, પણ સાક્ષાત્ ગુરુએ પણ માંડલી વ્યવસ્થાપકને પુછ્યા વિના પચ્ચ. ન અપાય, કેમકે વધઘટની બધી ખબર વ્યવસ્થાપકને હોય. ગુરુ પણ એ વાત જાણતા ન હોય. એટલે ગુરુ જો પચ્ચ. આપી દે તો પછી વ્યવસ્થાપકને ઘણી મુશ્કેલી ઉભી થાય.
એટલે જ આ નિયમ લેવો જોઈએ. પચ્ચ. જાતે તો ન જ લેવું. માંડલી વ્યવસ્થાપકની રજા સિવાય બીજા પાસે પણ ન લેવું. માંડલી વ્યવસ્થાપકની રજા લઈને બીજા પાસે પચ્ચ. લેવામાં વાંધો નથી.
૫૬. હું ગોચરીમાં મારું પાણી જાતે લઈને બેસીશ. પછી જ વાપરવાનું શરૂ કરીશ :
કેટલાંક સંયમીઓ પ્રમાદ, ઉતાવળ વગેરેને કારણે પાણી લીધા વિના વાપરવાનું શરૂ કરી દે અને પછી જ્યારે પાણીની જરૂર પડે એટલે બીજા સંયમીઓ પાસે માંગે. ક્યારેક તો નાના સંયમીઓ ન હોય તો વડીલો પાસે પાણી માંગવાનો વારો આવે. વડીલો તો પાણી આપીને વૈયાવચ્ચનો લાભ મેળવે પણ નાના સંયમીઓ પાણી માંગીને, વડીલોને કામ સોંપીને આશાતનાના ભાગીદાર બને.
શાસ્ત્રકારોએ તો (૪)નાના કે મોટા કોઈપણ સંયમીને કોઈપણ પ્રકારનું કામ સોંપવાનો સ્પષ્ટ નિષેધ કરેલો છે. હજી કદાચ નાનાઓને કામ સોંપીએ પણ મોટાઓને સોંપવામાં તો વધુ દોષ લાગે જ. વળી જો રોજ જ આવું બને કે સંયમી વાપરવા બેસી ગયા બાદ રોજ પાણી માંગે. તો આપનારાઓ પણ કંટાળે. ક્યારેક સંભળાવી પણ દે કે “જાતે પાણી લઈને બેસો ને ? રોજેરોજ શું માંગો છો ?’” આવા શબ્દો સાંભળવા પડે કે આપણા માટે કોઈને અરુચિ થાય એ પહેલા જ આપણી પ્રવૃત્તિ સુધારી લઈએ તો એ આપણા હિતમાં જ છે.
૫૭. હું એંઠી પાતરીમાં ઘડામાંથી પાણી નહિ લઉં :
સંમૂચ્છિમની વિરાધનાનું મોટું શક્ય સ્થાન આ છે ‘એંઠી પાતરીમાં ઘડામાંથી પાણી લેવું.’ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૦)
*********