________________
૫૨. હું માડલીમાં આવેલી વસ્તુ મારી જાતે વાપરવા નહિ લઉં, પણ વડીલના હાથે જ લઈશ?
માંડલીમાં આવેલી તમામ વસ્તુઓની માલિકી ગુરુની હોય છે ઉપરાંત ગુરુએ જેને માંડલીમાં ગોચરી વહેંચવા નીમેલા હોય તેઓની પણ અપેક્ષાએ એ વસ્તુઓની માલિકી ગણાય. એટલે માંડલીમાં ૪ આવેલી વસ્તુઓ જો સંયમી પોતાની જાતે લઈને વાપરે તો ગુરુ-અદત્તાદાનનો દોષ લાગે, કેમકે ગુરુએ ? : નહિ આપેલી વસ્તુ એ સંયમી લઈ રહ્યો છે.
વળી જો બધા સંયમીઓ પોતાની જાતે જ વસ્તુઓ લેતા થઈ જાય તો પછી વ્યવસ્થા જ તુટી ? છે જાય. બધા સંયમીઓ પોત-પોતાને અનુકૂળ વસ્તુ લેવા માંડે એટલે પરસ્પર સંક્લેશ પણ થાય. “પેલા છે જ સંયમીએ સારી સારી વસ્તુ લઈ લીધી. હવે ભંગાર જ બાકી રહ્યો છે.” આવા વિચારો પણ કેટલાંકોને આ આવે.
આવા ઘણા કારણોસર માંડલીમાં આવેલી ગોચરીમાંથી કોઈપણ વસ્તુ સંયમીએ પોતાની જાતે જ જે ન લેવી. પરંતુ માંડલીમાં ગોચરી વહેંચનારાઓના હાથે જ લેવી. છે એક ગ્રુપમાં અમુક સંયમીઓ ગોચરીમાં સારા સારા શાક જુદી ટોક્સી વગેરેમાં લાવી તરત જ જ એ શાક પોતાની જગ્યાએ જ મૂકી દેતા. આ વાતની બીજાઓને ખબર પડતા પરસ્પર ઘણો સંક્લેશ પણ જ થયો. વળી આમાં નાના સંયમીઓને પણ દુઃખ થાય કે વડીલોએ વીણી-વણીને વસ્તુ લઈ લીધી. અમને ?
તો કાંઈ ન મળ્યું. છે એક સંયમીએ એકવાર પોતાની જાતે જ માંડલીની કોઈક વસ્તુ લીધી. એ વાપરવા જ જતો હતો
કે ત્યાં વ્યવસ્થાપકે બૂમ પાડી. “તમને કોણે સત્તા આપી, આ રીતે જાતે ગોચરી લેવાની. મૂકી દો એ છે જ વસ્તુ !” ૪ એટલે પ્રથમ વિકલ્પ તો આ જ છે કે વ્યવસ્થાપકના હાથે જ ગોચરી લેવી: ધારો કે વ્યવસ્થાપક
કંઈક કામમાં હોય, તો છેવટે વ્યવસ્થાપકની અનુમતિ લઈને એ વસ્તુ લેવાય. પણ એમાં ય રોટલી, છે ૪ શાક, દાળ, ભાત, દૂધ એ પાંચ જ વસ્તુ જાતે લેવી. મિષ્ટાન્નાદિ જાતે ન લેવા.
કોઈક સંયમીને શારીરિક કારણોસર અમુક જ વસ્તુઓ ચાલતી હોય. બાકીની વસ્તુઓ ન જ જ ચાલતી હોય તો પણ એણે વ્યવસ્થાપકને જ એ બધી વાત કરી દેવી. વ્યવસ્થાપક એ બાબતની કાળજી જ ? રાખી એ વસ્તુઓ એ જ સંયમીને પહોંચાડે.
૫૩. હું પોણો ચેતનો કરતા વધારે દૂધ નહિં વાપરું અને પોણો ચેતનો કરતા વધારે ચાહ નહિ ?
વાપરું:
એક પ્રાચીન આચાર્યભગવંતના ગ્રુપમાં એકાસણા કરનારા સાધુઓને પણ માત્ર અડધી ટોક્સી 1 જ દૂધ વાપરવા મળતું. આચાર્યદેવ ખૂદ દૂધ વહેંચવા નીકળતા. અડધી ટોક્સીથી વધારે દૂધ કોઈને ન જ મળતું. જેમને ચાહનું વ્યસન હોય તેઓને એક જ ટોક્સી ચાહ મળતી. (ચાહ નિવીયાતું હોવાથી એમાં છે દૂધની અપેક્ષાએ વિકારતા ઓછી, પણ વ્યસનની દષ્ટિએ ચાહ ઘણી જ ખરાબ.) અને જે ચાહ લે એને
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૭૮)