________________
૪ ૨૫૦ થી ૩૦૦ મહાત્માઓ ૧૦૮ ઓળી પૂર્ણ કરનારા બનવાની તૈયારીમાં છે. છે કે, આવા ઘોર તપસ્વીઓ નજર સામે જ છે, વિશાળ સંખ્યામાં છે એટલે આજે પણ વિગઈ ત્યાગ છે જ કરીને મસ્તીથી જીવન જીવી જ શકાય છે.
છતાં બધામાં આવો ઘોરાતિઘોર વૈરાગ્ય ન પ્રગટે તો તેઓ આવી બાધા લઈ શકે કે મહિનામાં છે પાંચ જ દિવસ મિષ્ટાન્ન વાપરીશ.
વધુ ૭ દિવસની છૂટ રખાય. એથી વધારે છૂટ ન રખાય.
અથવા જો મિષ્ટાન્ન ત્યાગ ન જ કરી શકાય તો પછી આવી બાધા પણ લેવાય કે “રોજ બે ૪ ટુકડાથી વધારે નહિ લઉં.” આવી બાધા લઈએ તો પણ ઘણું બચી જવાય. પુષ્કળ મળતું હોય તો પણ જ બે ટુકડાથી વધારે નહિ વાપરવાનો નિયમ એ વધારાના મીષ્ટનો ત્યાગ કરાવે.
સંયમીઓ ગમે તે રીતે આ બાધાને સ્વીકારે.
૪૪. મીષ્ટાન્નની છટના દિવસે પણ એક ચેતનો | છ ટુકડા, દોઢ ટોક્સીથી વધારે મીષ્ટ નહિ જ વાપરું :
જે દિવસે છૂટ હોય એ દિવસે જો અતિ વધારે પ્રમાણમાં મિષ્ટાન્ન વાપરીએ તો પછી અપચો જ થાય. શરીરમાં શક્તિ ઉત્પન્ન થવાને બદલે માંદગી ઉત્પન્ન થાય. એટલે પ્રમાણ જાળવવું જરૂરી છે. જ માંડલીના પાંચ મોટા દોષોમાં “અધિક પ્રમાણમાં વાપરવું એ પણ એક દોષ ગણેલો છે. એમાં જ છે ય મિષ્ટાન્ન અધિક પ્રમાણમાં વપરાય તો તો નક્કી અપચો વગેરે ઘણા નુકસાન થતા જોવા મળે છે. ૪ એટલે છૂટના દિવસે પણ દૂધપાક વગેરે મિષ્ટ એક ચેતનાથી વધારે નહિ. મોહનથાળ વગેરે મિષ્ટ ૪ ૬ ટુકડાથી વધારે નહિ અને શીરો વગેરે મિષ્ટ દોઢ ટોક્સીથી વધારે નહિ. એવો નિયમ લેવો. જ આમાં શક્તિ અને વૈરાગ્યની વૃદ્ધિનહાનિને અનુસારે ઉપરોક્ત પ્રમાણ કરતા ઓછું કે વધારે જ જે પ્રમાણ સ્વયં ધારી શકાય. છે. આ પ્રતિજ્ઞા મહિનાના પાંચ સાત દિવસની છૂટવાળા સંયમીઓ માટે છે. જેઓને કાયમી છૂટ છે. જ તેઓએ તો એક | બે ટુકડાથી વધુ મિષ્ટ ન વાપરવાની બાધા લેવી જ ઉચિત છે.
૪૫. હું મહિનામાં પાંચથી વધારે દિવસ તળેલું નહિ વાપરું :
તેલમાં તળીને જે બનાવવામાં આવે એ ભજીયા, ચેવડો વગેરે તળેલી વસ્તુઓ વૈદ્યોની દૃષ્ટિએ જ જ પણ શરીરને અત્યંત નુકશાનકારક છે. મીષ્ટાન્ન તો હજી શરીરને પોષણ આપે. આ તળેલી વસ્તુઓ જ છે તો શરીર માટે પણ હાનિકારક ગણી છે. ૪. એટલે ઘણા સંયમીઓ તળેલી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરે છે. છતાં એવી પ્રતિજ્ઞા લેવા મન ૪ જ તૈયાર ન થાય તો પછી મહિનાના પાંચ-સાત દિવસની છૂટવાળી આ બાધા લેવાય. (પૌંઆ, ઉપમા, જ આ ઢોકળા વગેરે બાફેલી વસ્તુઓ આ તળેલામાં ન ગણાય. એમ સેકેલા પૌંઆ વગેરે પણ આમાં ન છે જ ગણાય.).
અથવા તો આમાં પણ પ્રમાણ નક્કી કરીને એ રીતની બાધા લઈ શકાય.
3
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ - (૭૧)