________________
છે એકાસણા કર્યા. ઘણા સંયમીઓ માત્ર ત્રણ કે ચાર દ્રવ્યના એકાસણા કરનારાઓ છે. . '
આમાં રોટલી, પુરી, થેપલા, ભાખરી, પરોઠા વગેરે એક જ દ્રવ્ય ગણાય. અડદદાળ, મગની છે ૪ દાળ, તુવેરની દાળ, કઢી વગેરે પણ એક જ દ્રવ્ય ગણાય. જુદા જુદા અનેક પ્રકારના શાક લો તો પણ ૪ $ એક જ દ્રવ્ય ગણાય. બધા બાફેલા ફરસાણો (ઢોકળા પુડલા વગેરે) એક દ્રવ્ય ગણાય, ભાત-ખીચડી એક ? જ દ્રવ્ય ગણાય. દૂધ એક દ્રવ્ય ગણાય.
આમાં બધાની જુદી જુદી વિવેક્ષાઓ હોય છે. કેટલાંકો બે જુદા જુદા મીષ્ટ હોય તો એને જુદા જ ૪ જુદા દ્રવ્ય ગણે છે. આ બધું બાધા લેતી વખતે મનથી ધારી લેવું. જેટલો ત્યાગ વધે એટલો સારા માટે ૪ જ છે.
દૂધ અને રાબ, દૂધ અને ખીર, દૂધ અને દૂધપાક એ બધા જુદા દ્રવ્યો ગણાય. એમ તમામ ? જે વસ્તુઓમાં ગ્રુપના વ્યવહાર પ્રમાણે જાણીને એ પ્રમાણે આ બાધા લઈ શકાય.
જેઓ એકાસણું ન કરતા હોય તેઓએ દ્રવ્યસંક્ષેપ વધારે કરવો જોઈએ. એટલે તેઓ દરેક ટંક ? ૪ દીઠ ચાર દ્રવ્યની બાધા લઈ શકે. છેવટે જેવો જેનો વર્ષોલ્લાસ!
એકાસણા ન થાય એટલે નવકારશી જ કરવી એ તો યોગ્ય નથી. એકાસણાને બદલે બેસણા થઈ જ શકે. બેસણા ન થાય તો ય ધારણા-અભિગ્રહ કરીને ત્રણ ટંકનો નિયમ લઈ શકાય. પોરિસીનું જ પચ્ચખાણ કરી શકાય. કેટલાંક સંયમીઓ છુટી નવકારશી કરે. ગમે ત્યારે મન થાય ત્યારે વાપરે. જે જે દિવસમાં પાંચ-સાત ટંક કરી લે. વાપરતા-વાપરતા પણ ઉભા થઈને આમ તેમ જઈ આવે. નવકારશી છે જ હોવાથી પચ્ચખ્ખાણભંગ થવાનો નથી. પણ આમાં ઔચિત્ય દેખાતું નથી. જેમ બેસણામાં બે ટંક કરીએ. આ
એમ નવકારશીમાં ત્રણ ટંક કરવા. બાકીના ટંક બંધ કરવા. વાપરતા વાપરતા ઉભા થવું વગેરે પણ બંધ જ જ કરી શકાય. આ પણ એક પ્રકારનો વિરતિપરિણામ છે.
છેવટે જેવી જેની જેટલી શારીરિક જરૂરિયાત એ પ્રમાણે એણે નિયમ ધારણ કરવો. ૪૩. હું મહિનામાં પાંચ દિવસથી વધારે વાર મીષ્ટાન નહિ વાપરું :
જે આવો તે ખપે, બાવો બેઠો જપે.” એ સૂત્ર અજૈન સંન્યાસીઓ માટે છે અને એ પણ મશ્કરી છે જ રૂપે છે. જૈન શ્રમણો માટે આ સૂત્ર નથી. સંયમીઓ તો ખૂબ-ખૂબ ત્યાગી હોય.
શાસ્ત્રોમાં વિગઈઓનો ત્યાગ કરવા ઉપર ખૂબ જ ભાર મૂકાયો છે. રે ! નિવયાતાઓનો પણ જ ત્યાગ કરવાની ભારપૂર્વક પ્રેરણા પ્રવચનસારોદ્ધાર (૩)વગેરે ગ્રંથોમાં કરી છે. “સંયમીઓ એકાસણા જ કરનારા હોય છે એવું જાણવા છતાં મહાપુરુષોએ વિગઈ કે નિવીયતાનો ભોગ કરવાની બિલકુલ સંમતિ આપી નથી. નાછૂટકે અપવાદ માર્ગે એ વાપરવાની રજા આપી છે.
એટલે જ “એકાસણામાં આ બધું વાપરવાની છૂટ’ એવું માની ન શકાય. આજે ય આપણી સામે કેવા આદર્શો છે !
એક સ્વર્ગસ્થ આચાર્યદેવે ૨૬૮ ઓળીઓ કરી. એક બીજા સ્વર્ગસ્થ આચાર્યદેવે ૧૦૮ જ ઓળીઓ કરી. એક ત્રીજા આચાર્યદેવે તો આંબિલો અને ઉપવાસોનો રેકોર્ડ સર્યો છે. આજે જૈનસંઘમાં છે
સંવિગ્નસંયમીઓની નિયમાવલિ (૭૦)