________________
તો કહેશે તો ‘સાહેબ ! હું દવા કરવા લાગું તો બિમાર માણસની બિમારી વધી જાય, ઘટે નહિ અને મારે નોકરીમાંથી હાથ ધોઈ નાંખવા પડે.”
એમ સમજુ સંયમી તો વ્યાખ્યાન માટે આગ્રહ કરનારા સંઘને નમ્રતાપૂર્વક કહી દે કે, “જ્યાં સુધી હું વ્યાખ્યાન આપવાનો અધિકારી ન બનું, ત્યાં સુધી મારાથી વ્યાખ્યાન ન અપાય.”
ક્યારેક ગુરુજનો જ સંયમીને વ્યાખ્યાનાદિ કરવાનો આગ્રહ કરતા હોય છે. આ વખતે સંયમીઓએ ભારપૂર્વક ગુરુજનને વિનંતિ કરી શકાય કે “આપ મને વ્યાખ્યાનમાં ન પાડશો.’ છતાં ગુરુજન આગ્રહ રાખે તો પછી છેવટે ગુર્વાશા એ જ પ્રમાણ કરવી રહી.
વ્યાખ્યાન શ્રેષ્ઠ વસ્તુ છે. પણ એ અકાળે કરવાનો જ નિષેધ છે. પાત્રતા આવી જાય પછી તો શાસ્ત્રાનુસારે વ્યાખ્યાન આપવાનો કોઈ નિષેધ નથી.
આ અભિગ્રહ ઘણાને અઘરો પડશે એવું લાગે છે. છતાં એ અત્યંત જરૂરી લાગવાથી લખ્યો છે. છેવટે સંયમીઓ આ અંગે પોતપોતાની રીતે બીજા પણ ઉચિત નિયમ લઈ શકે.
૨૦. હું પાંચતિથિ ઉપાશ્રયથી એક કી.મી.ની અંદર રહેલા ઓછામાં ઓછા એક દેરાસરે ચૈત્યપરિપાટી માટે જઈશ :
બે આઠમ, બે ચૌદશ અને સુદ પાંચમ આ પાંચ તિથિઓમાં ચૈત્યપરિપાટી કરવી જોઈએ. જ્યાં આપણે રહ્યા હોઈએ ત્યાંના દેરાસરે તો રોજ દર્શન ક૨વા જઈએ જ. પણ આ પાંચ તિથિઓમાં બીજા પણ એકાદ દેરાસરે દર્શન કરવા જવું જોઈએ.
આમ તો ઉપાશ્રયથી બે-ત્રણ કી.મી. દૂર દેરાસર હોય તો પણ ત્યાં દર્શન માટે જઈ શકાય. પણ એટલું દૂર જવું કદાચ સંયમીઓને ન ફાવતું હોય તો કમસેકમ એક કી.મી.ની અંદરના દેરાસરમાં જવાનો નિયમ તો રાખવો જ. મહિનાના ૨૫ દિવસ સામાન્યથી સંયમીઓ જ્ઞાન-ચારિત્રની આરાધના વિશેષ કરતા હોય છે તો આ પાંચ દિવસ સમ્યગ્દર્શનની આરાધના પણ કરવી. એક કિ.મી.ની અંદર ત્રણ-ચાર દેરાસર હોય તો બધે જાઓ એ સારું જ છે. છતાં કોઈપણ એકાદ દેરાસરે દર્શન કરી આવીએ તો પણ ચાલે.
દર્શન કરવા માટે સંયમી એકલો જાય એના કરતા બે-ત્રણ-ચાર જણ ભેગા જાય એ વધુ ઉચિત
છે.
જો ગૃહમંદિરમાં દર્શન કરવા જવું હોય તો ઓછામાં ઓછા બે સંયમી જાય એ વધુ સારું. અને ઘર દેરાસરમાં યોગ્ય સમયે જવું કે જેમાં તેઓને અપ્રીતિ વગેરે ન થાય.
વૃદ્ધ સંયમીઓ એક કિ.મી. દૂર જઈ શકે એમ ન હોય. તેઓ મુખ્ય દેરાસરમાં જ ઉ૫૨-નીચે દર્શન કરી લે, છેવટે કોઈપણ એક જિનપ્રતિમા સામે રોજ કરતા એક વધારે અરિહંત ચેઇઆણં કરી લે તો પણ ચૈત્યપરિપાટીનો સાપેક્ષભાવ જળવાઈ રહે છે.
જે અરિહંતદેવોએ આપણને આ સંયમ આપ્યું છે એમના ઉપકારની સ્મૃતિમાં, એમના પ્રત્યેના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૪૨)