________________
ઝઘડા મીટાવી દે. કો'ક સંયમી ગુરુના સખત ઠપકાને અમૃત સમજીને ગળી જાય. કો'ક સંયમી ગુરુની છે અત્યંત કપરી આજ્ઞાને પળવારમાં સ્વીકારી લે... કો'ક સંયમી માંડલીની જોરદાર ભક્તિ કરે.. આવા જ અનેક પ્રકારના સંયમીઓના તે તે વિશિષ્ટ ગુણોને ખુલ્લા હૃદયે, ઉત્કૃષ્ટ શબ્દોથી વધાવવા જોઈએ. અને ૪ એ પણ એ સંયમીના કાને સંભળાય એ રીતે એની હાજરીમાં અનુમોદના કરવી.
કેટલાંકોને બીજા સંયમીઓ પ્રત્યે ઈષ્ય નથી હોતી. પણ છતાં એ સંયમીઓને આવો ક્ષયોપશમ, સમજણ જ નથી હોતી કે “મારે આ વખતે આ સંયમીના આ ગુણોની અનુમોદના કરવી જોઈએ.” એટલે જ એ સંયમીઓ બીજા પ્રત્યે ઈર્ષ્યા ન હોવા છતાં, એના પ્રત્યે બહુમાન હોવા છતાં ય શાબ્દિક અનુમોદના ન કરે. આ પણ યોગ્ય નથી. ઉચિત પ્રવૃત્તિ એ પુણ્યાનુબંધિપુણ્યના ઉદયવાળાઓને પ્રાપ્ત થાય. હવે આ જ જો સંયમી આવી ઉચિત પ્રવૃત્તિ ન કરે તો એના પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયમાં નક્કી ખામી માનવી પડે.
એટલે વિહારમાં ચાલતી વખતે જેમ એક્સીડન્ટ ન થઈ જાય એ માટે સાવધ રહીએ છીએ. જ શિયાળામાં શરદી ન થાય એ માટે જાગ્રત રહીએ છીએ એમ ક્યારેક પણ યોગ્ય સ્થાને, યોગ્ય કાળે, જે છે યોગ્ય વ્યક્તિના યોગ્ય ગુણોની પ્રશંસા રહી ન જાય એ માટે અત્યંત ઉપયોગવાળા બનવું જોઈએ. અને છે જ માટે જ આ નિયમ પ્રત્યેક સંયમીએ લેવો જોઈએ.
ખાસ ધ્યાનમાં રાખવું કે રુક્ષભોજનથી સાધુઓની ભક્તિ ન કરાય એમ રુક્ષ=ભાવહીન શબ્દોથી જ કરાયેલી પ્રશંસા અસરકારક હોતી નથી. મહેમાન સંયમીઓની ભક્તિ કરવા કોઈ સંયમી લુખી છે રોટલીઓ લઈ આવે અને પછી બધા સંયમીઓને વપરાવે તો એ કેવું ગણાય? એમ હૃદયના ભાવો $
જેમાં ન ભળે એવા શબ્દોથી કરાતી પ્રશંસા મસ્કા રૂપે ગણાઈ જાય છે. ૪ ૨૭. મારી આંખ દ્વારા જે સ્થાપનાજી દેખાતા હોય એ સ્થાપનાજી કરતાં ઊંચા આસને હું ? બેસીશ નહિ?
પાટ ઉપર બેસનારા સંયમીઓએ આ કાળજી ખાસ કરવી પડે. ઉપાશ્રયમાં સ્થાપનાજી ઠવણી ઉપર કે નાના ટેબલ ઉપર મૂકેલા હોય અને પાટ એના કરતા ઊંચી હોય તો જો સંયમી એ પાટ ઉપર બેસે તો સ્થાપનાચાર્યજીની આશાતનાનો દોષ લાગે.
જેમ ગુરુ કે વડીલની સામે એમના કરતા ઉંચા આસને ન બેસાય એ જ રીતે વંદનીય જ સ્થાપનાજીની સામે ઉંચા આસન ઉપર ન જ બેસાય એ સ્વાભાવિક છે. '
પ્રાચીનકાળમાં તો મોટા સમુદાયમાં પણ સ્થાપનાજી બે-ચાર જ રહેતા. મુખ્યત્વે આચાર્ય - ભગવંત પાસે જ સ્થાપનાજી હોય અને એ ઉંચા સ્થાને રાખે એટલે અવિનય થવાનો પ્રસંગ ન આવે. જ વળી પ્રાચીનકાળમાં આચાર્ય ભગવંતો રોષકાળમાં પાટનો ઉપયોગ કદિ ન કરતા. ચાતુર્માસમાં પણ રાત્રે જ સંથારો કરવા સિવાય પાટનો ઉપયોગ ન કરતા. નીચે જ બેસતા. પણ આજે આચાર્યભગવંતો, ૪ ગણિવરો, ઉપાધ્યાયો, પંન્યાસભગવંતો, વાયુની તકલીફવાળા વૃદ્ધસંયમીઓ વગેરે પાટનો ઉપયોગ કરે ૪
તો એમણે આટલો ઉપયોગ રાખવાનો છે કે જ્યારે તેઓ પાટ ઉપર બેસે ત્યારે કોઈપણ જ છે સ્થાપનાજી પાટ કરતા નીચા સ્થાને નથી ને?’ એ જોઈ લેવું. જો હોય તો ઉંચા સ્થાને મૂકાવવા અથવા
સંવિન સંયમીઓની નિયમાવલિ (૪૮)