________________
જ પોતાને ન દેખાય એ રીતે ભીંત વગેરેની આડશમાં મૂકાવી દેવા. એમ કર્યા પછી પાટ ઉપર બેસે તો જ ૪ પછી સ્થાપનાજીની આશાતનાનો દોષ ન લાગે.
* વર્તમાનમાં તો નાના સંયમીઓ પણ પોત-પોતાના સ્વતંત્ર સ્થાપનાજી રાખતા દેખાય છે. તો જ આચાર્ય ભગવંતાદિઓ જો કદાચ પેલો ઉપયોગ ન મૂકી શકે તો સંયમીઓએ સ્વયં આ કાળજી કરવી જ કે પોતાના સ્થાપનાજી કરતા જો કોઈક સંયમી ઉચે આસને બેઠેલ દેખાય તો પોતાના સ્થાપનાજી વધુ છે ઉંચે સ્થાને કે ભીંત વગેરેની આડશમાં મૂકી દેવા.
ધારો કે માત્ર પાંચ આંગળ ઉંચી પાટ હોય અને ૮-૧૦ આંગળ ઉંચી ઠવણી ઉપર સ્થાપનાજી જે હોય તો વાંધો નહિ. “ઠવણી ઉંચી નથી રાખવાની. સ્થાપનાજી ઉંચા રાખવાના છે” એ ખ્યાલ રાખવો.
૨૮. હું મારા ગુરના કોઈપણ આદેશને=નિર્ણયને સહર્ષ સ્વીકારીશ. કદાચ મને એ નિર્ણય છે બરાબર નહિ લાગે તો પણ હું માત્ર મારા ગુરુને જ એની સુચના કરીશ. પણ બીજા કોઈપણ સામે “એ આ નિર્ણય બરાબર નથી લાગતો, ખોટો છે, ગુરએ ભૂલ કરી છે.” એમ નહિ બોલું?
મારા આ બાધા લખવી પડે છે એ પણ આ ભયંકર હુંડા-અવસર્પિણી કાળની બલિહારી છે. શું છે ? જે જિનશાસનનું મૂળ જ ગુરુવિનય હોય એ શાસનના સૌથી ટોચના સ્થાને બેઠેલા સંયમીઓને કહેવું પડે છે જ ખરું? કે “તમારે તમારા ગુરુનો આદેશ માનવો. એની સામે કોઈ વિચાર-ઉચ્ચાર ન કરવો.”
પણ પરિસ્થિતિ ઘણી જ વિચિત્ર ઊભી થઈ છે. શિષ્યો સ્વચ્છંદી, સ્વમતિથી ચાલનારા, ગુરુના જ જે નિર્ણય સામે પોતાની બુદ્ધિપ્રતિભા (!) નો વિકાસ કરનારા બને એટલે પછી તેઓ ગુરુના આદેશનું છે ઉલ્લંઘન કરનારા થાય. છે તો બીજી બાજુ અત્યારે ગીતાર્થ-સંવિગ્ન-ગંભીર સંયમીઓ સિવાયના પણ કેટલાંક અગીતાર્થ છે અસંવિગ્ન-અપરિપક્વ સંયમીઓ ગુરુપદવી પામે છે. તેઓ યોગ્ય નિર્ણયો, આદેશો કરી શકતા નથી. જે ક્યારેક પક્ષપાત ભરેલા, ક્યારેક સંયમને ઘા પહોંચાડનાર, ક્યારેક શિષ્યના આત્માનું જ મોટું અહિત જ થાય એવા નિર્ણયો લઈ લે તો શિષ્યોને પણ એ નિર્ણય ન સ્વીકારવાના વિચારો આવે એ શક્ય છે. જે
- એટલે દોષ શિષ્યોનો ગણો કે ગુરુનો ગણો પણ એ હકીકત તો છે જ કે વર્તમાનકાળમાં ગુરુ- ૪ શિષ્ય વચ્ચેનો શાસ્ત્રમાન્ય લોકોત્તર વ્યવહાર ખોરંભાયો છે. ગુરુએ બોલવું જ ન પડે અને શિષ્ય ગુરુની ઈચ્છા જાણીને.બધા કાર્યો કરી લે એ પ્રાચીન કાળ હવે લગભગ સ્વપ્નનો વિષય છે. હવે તો ગુરુ ઘણું છે છે સમજાવે, ઘણી મિટિંગો કરે ત્યારે ય માંડ માંડ શિષ્યો માને કે ન ય માને એવો ઘાટ જોવા મળે છે. આ
પણ વર્તમાનકાળને નજર સામે રાખીને આ તો નક્કી માનવું જ પડશે કે જો સંયમીઓના ગુરુ જ મૂલગુણમાં કોઈ ખામીવાળા ન હોય. અર્થાત્ વાચિક-કાલિક બ્રહ્મચર્ય બરાબર પાળતા હોય, સાક્ષાત્ ?
પૈસા-સોના-ચાંદી ન રાખતા હોય, બેંકમાં જેમના નામના ખાતા ન હોય, જે જાણવા છતાં સચિત્ત આ વસ્તુઓ, આઈસ્ક્રીમ-ઈંડાના રસવાળી કેડબરીઓ વગેરે શ્રાવકોને પણ અભક્ષ્ય વસ્તુઓ વાપરતા ન $ હોય...) તો એ ગુરુના રોજ-બરોજના નિર્ણયોને-આદેશોને તો પ્રત્યેક સંયમીએ સ્વીકારવા જ જોઈએ.
મૂલગુણમાં વ્યવસ્થિત ગુરુના નિર્ણયો પક્ષપાતવાળા દેખાય, નાની-નાની ભૂલોવાળા દેખાય તો ? છે પણ સંયમીએ એ સ્વીકારી જ લેવા જોઈએ. દા.ત. વિહાર ક્યારે કરવો ? ક્યાં કેટલા દિવસ રોકાવું?
સંવિગ્નસંયમીઓની નિયમાવલિ ()