________________
પૂજા નથી કરવાની. લાવ, પૂજા ન કરવી હોય તો જોડ પાછી આપી દે.”
સદ્ગુરુઓએ જિનેશ્વરદેવોની આજ્ઞાને અનુસરીને દીક્ષા દિવસે આપણને બધાને મુહપત્તી આપી, અને કહ્યું કે, “જુઓ. આ મુહપત્તીની લોકોત્તર શાસનમાં કિંમત ઘણી મોટી છે. જ્યારે પણ તમે બોલો ત્યારે મોઢા આગળ બરાબર મુહપત્તી રાખીને જ બોલવું. મોઢાનો એકપણ ભાગ મુહપત્તી વિનાનો, ખુલ્લો રહેવો ન જોઈએ. તમને આ માટે જ મુહપત્તી આપવામાં આવે છે.” હવે જો દીક્ષા બાદ સંયમી મુહપત્તીનો ઉપયોગ જ ન કરે. ખુલ્લા મોઢે જ બોલવાની ટેવવાળો બને તો શું સદ્ગુરુ પણ એને કહી ન શકે ? કે “શિષ્ય ! તારે મુહપત્તીનો ઉપયોગ કરવો જ ન હોય તો મને પાછી આપી દે. મારે બીજાને આપવા માટે કામ આવશે.”
મારા ગુરુદેવ મુહપત્તી વિના બોલનારા સંયમીઓને મીઠી ભાષામાં કહેતા ય ખરાં કે, “તારી મુહપત્તી મને આપી દે ને ? મને કામ આવશે......” અને ત્યારે એ સંયમી શરમાઈ જતો.
જ્યારે કારણસર બોલવું જ પડે ત્યારે જો મુહપત્તી વિના બોલે તો (૧) વાયુનો વેગ વધારે જવાથી વધુ વિરાધના થાય. (૨) ખુલ્લા મોઢામાં મચ્છર-માખી વગેરે જીવો ઘુસીને મરી જાય. (એવું ઘણીવાર બનતું અનુભવ્યું છે.) (૩) સામે ગુરુ કે વડીલ વગેરે ઉપર મોઢાનું થુંક ઊડે એટલે એમની આશાતના થાય. તેઓને પછી આપણી સાથે વાત કરવાનું પણ મન ન થાય. (૪) વધારે પ્રમાણમાં મોઢામાંથી ઉડેલું થૂંક જમીનની ટાઈલ્સ વગેરે પર પડે અને લુંછવાનું રહી જાય તો સંમૂચ્છિમની વિરાધના થાય. (મુહપત્તીમાં એ થુંક ચૂસાઇ જવાથી વિરાધના ન થાય.) (૫) નજીકમાં જ દીવો વગે૨ે હોય તો મોઢાના પવનની થાપટ લાગવાથી તેજસકાયની વિરાધના થાય. (૬) કદાચ આજુબાજુમાં સચિત્ત પાણી ઢોળાયેલું પડ્યું હોય તો મોઢાનું થુંક એ પાણીમાં પડવાથી અટ્કાયની પણ વિરાધના થાય. (૭) જિનાજ્ઞાનો ભંગ તો છે, છે ને છે જ.
ખરેખર તો સંયમી મુહપત્તી વિના બોલે એ જ બેહુદું લાગે છે. મુખ પાસે મુહપત્તી રાખી હોય અને સંયમી બોલતો હોય એ દૃશ્ય જ ખૂબ જ શોભાસ્પદ છે.
એક અપરિપક્વ સંયમીએ વડીલ-વ્યાખ્યાનકાર સાથે મુહપત્તી વિના વાતચીત કરતાં કરતાં પાંચ મિનિટમાં તો વડીલનું મોઢું થૂંકની વર્ષાથી ભરી દીધું. વડીલ શું બોલે ? વસ્ત્ર રાખીને થુંક લુંછતા ગયા. ગૃહસ્થપણામાં જ્યારે હું મારા ગુરુદેવ પાસે કર્મગ્રંથાદિ ભણતો ત્યારે જે પળે મારો મુહપત્તીનો ઉપયોગ જાય, તે જ પળે મને ગાલ પર ટપલી મારીને ઠપકો આપે અને મુહપત્તીનો ઉપયોગ રખાવડાવે. કેટલાંક શ્રાવકો ય એવા ચૂસ્ત હોય છે કે સંયમી સાથે વાતચીત કરતી વખતે અવશ્ય રૂમાલાદિનો ય ઉપયોગ રાખીને જ બોલે.
ભગવાન સુધર્મસ્વામીથી માંડીને આપણા અતિમહાન સેંકડો મહાપુરુષોએ જે આચાર ખૂબ નિષ્ઠાથી પાળ્યો. એમાં કોઈ ઉણપ ન આવવા દીધી. એ આચારને અભરાઈ પર ચડાવી દઈને નવી પેઢીમાં એ પરંપરા જ તોડી નાંખવાનું ગોઝારું પાપ કયો બુદ્ધિમાન સંયમી પોતાના માથે લે ? એ મહાપુરુષો મુહપત્તીનો ઉપયોગ અત્યંત આવશ્યક સમજતા અને આપણે એને ઉપેક્ષીએ તો શું એ યોગ્ય ગણાય ?
વળી આમાં શું નડે છે ? આમાં આંબિલાદિ ક૨વાની વાત જ ક્યાં છે ? કે ‘વિગઇઓ છોડી દેવી
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૫૪)