________________
કા૨ણે પણ ગોચરીના દોષો સેવતો અટકે. (૨) સંયમી એકલો હોય તો બહેનો વગેરે સાથે વાતચીત કરવા લાગી પડે. ‘સાધ્વીજીઓ પણ વહોરવા જાય ત્યારે બહેનો સાથે અડધો કલાક વાતચીત કરતા હોય છે' એવું સાંભળ્યું છે. આ બધુ ઉચિત નથી. આમાં સાધુને તો બ્રહ્મચર્યની દૃષ્ટિએ મોટું નુકસાન થાય. સાથે સંઘાટક હોય તો સંયમી બહેનો સાથે વાતચીત વગેરે ન કરી શકે. (૩) એકલો સંયમી પોતે નિર્વિકારી હોય તો પણ ક્યારેક સામેનું તત્ત્વ જ ખરાબ હોય અને સંયમીને ફસાવી દે એવું બને. પણ જો સંઘાટક સાથે હોય તો પછી ખરાબ તત્ત્વ પણ કંઈ ન કરી શકે. કપિલાના પ્રસંગ બાદ સુદર્શન શ્રાવકે પણ પ્રતિજ્ઞા કરેલી કે ‘કોઈના પણ ઘરે એકલા ન જવું.' તો સંયમીની ફરજ શું ? (૪) એકલો ગોચરી ગયેલો સંયમી ક્યારેક ચક્કર વગેરે આવવાથી પડી જાય તો એને કોણ મદદ કરે ? હમણાં જ એક સંયમીનું આખું શાકનું પાત્રુ રસ્તા ઉપર પડીને ઢોળાઈ ગયું. શું થાય ? એક સંયમીની દૂધની ત૨૫ણી શ્રાવકના ઘરમાં જ પગ લાગવાથી ઢોળાઈ ગઈ.
આવા પ્રસંગમાં એકલો સંયમી મૂંઝાઈ જાય. પણ સાથે બીજાં સંયમી હોય તો ઘણા રસ્તા નીકળે. એટલે કોઈપણ ભોગે સંઘાટક વ્યવસ્થા ફરી શરૂ થવી જ જોઈએ.
પણ આજે જ્યારે પણ સંઘાટક વ્યવસ્થાની વાત આવે એટલે સંયમીઓ અરુચિ દર્શાવતા હોય છે. એના ઘણા કારણો છે : (૧) ગોચરી એકલા જવાનું હોય તો માત્ર ત્રણ-ચાર સંયમીઓને જ ગોચરી મોકલવાના રહે. જ્યારે સંઘાટક ગોચરી મોકલીએ એટલે છ-આઠ સંયમીઓને મોકલવા પડે. એટલે પછી પાણી લાવવું-કાજો-લુણા વગેરે બાકીના કામોમાં સાધુની ખોટ પડે. હવે જો સંઘાટક વ્યવસ્થા ગોઠવવી હોય તો બધાને બે-બે કામ સોંપવા પડે. અને આજે કેટલાંક સંયમીઓને આ બે-બે કામ ક૨વા ગમતા નથી. વર્ષોથી એક જ કામ કરવાની ટેવ હોવાથી હવે બે કામ કરવા મનને ભારે પાડે છે. કદાચ સંસારમાં હોત તો દિવસના આઠ કલાક-દસ કલાક સખત કામ કરત. જ્યારે આજે દિવસના કલાક કે દોઢ કલાકનું જિનાજ્ઞાપાલનરૂપ, સંયમીઓની ભક્તિરૂપ, પ્રચંડ કર્મક્ષયના કારણભૂત એવું પણ કામ કરવા કેટલાંક સંયમીઓ તૈયાર થતા નથી.
(૨) કેટલાંક સંયમીઓ દોષિત વહોરતા જ હોય છે. એમાંય સચિત્તનો સંઘટ્ટો, મિશ્રદોષ વગેરે નાના-મોટા દોષો તો તેઓ ગણતા જ નથી હોતા. “વ્યવસ્થાપકે જેટલી ગોચરી મંગાવી એટલી લાવીને માંડલીમાં મૂકી દેવી” એ જ તેઓ કર્તવ્ય સમજે છે. પણ “એ ગોચરી જિનાજ્ઞા પ્રમાણે નિર્દોષ જ લાવવી” એને કર્તવ્ય સમજતા નથી. અને માટે જ કેટલાંક સંયમીઓ ગૃહસ્થોના ઘરમાં મોટા પ્રમાણમાં લાભ (!) આપી (કે ધાડ પાડી ?) ઝડપથી આવી જતા હોય છે અને આવી રીતે જલદી ગોચરી વહોરીને આવી જનારાઓની બીજા સંયમીઓ પ્રશંસા પણ કરતા હોય છે. પરિણામે પેલા સંયમીને દોષિત વહોરવા વગેરેની ટેવ વધુ દૃઢ બનતી જાય છે. હવે આ સંયમીને સંઘાટકગોચરી ન જ ફાવે એ સ્વાભાવિક છે, કેમકે એમાં તો સાથેનો સંયમી એની અશાસ્ત્રીય પ્રવૃત્તિ જોઈ આખા ગચ્છમાં પણ વાત કરે એટલે પોતાની અસંયમી તરીકેની છાપ પડે. આ બધું અટકાવવા આવા સંયમીઓ સંઘાટક ગોચરી ન જ ઈચ્છે. (૩) ક્યારેય એવું બને કે સાથે જે સંઘાટક સંયમી આવવાનો હોય એ વૃદ્ધ હોય અથવા તો યુવાન હોવા છતાં ધીમે ધીમે ચાલનારો હોય તો પેલા ઝડપી સંયમીને આની સાથે ગોચરી જવું ન ગમે. અને એ કારણસર પણ એ ના પાડે. (૪) ગોચરીના બહાને બહેનો વગેરે સાથે પરિચય કરવાની સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૬૧)