________________
હવે જ્યારે નીચે જોઈને જ ચાલવાનો આચાર લગભગ વિલોપ થવા આવ્યો ત્યારે કેટલાંક ગીતાર્થીઓ એવી પણ સંમતિ આપી કે,“સંયમીઓ ! તમે વિહારમાં મનમાં નવકાર ગણશો, જુની ગાથાઓનું પુનરાવર્તનાદિ કરશો તો ચાલશે. અમારી સંમતિ છે.’
પણ દુઃષમકાળ કોનું નામ ? સંયમીઓએ ઈર્યાસમિતિનો ઉપયોગ છોડ્યો, ગીતાર્થોએ અપવાદ માર્ગે જેની રજા આપી છે એ સ્વાધ્યાય પણ છોડ્યો અને આખા વિહારમાં અલકમલકની વાતો કરતા કરતા ચાલવાની શરૂઆત કરી. એ વાતોમાં નિંદા, મશ્કરી, વિકથા વગેરે બધું જ શરૂ થયું. શાસ્ત્રકારોએ તો (૨૪)રસ્તામાં બે સંયમીઓને સાથે સાથે (આજુ બાજુમાં) ચાલવાની પણ ના પાડી છે. જ્યારે આજે તો કલાકો સુધી અવિરતપણે વાતચીતો સાથે માર્ગ કપાય.
(૨૫)અષ્ટપ્રવચનમાતાને તો સંયમરૂપી બાળકને જન્મ આપનારી, રક્ષણ અને વર્ધન કરનારી માતા કહી છે. આજે એમાંની પહેલી માતા ઈર્યાસમિતિના દર્શન જ દુર્લભ બન્યા છે. શી રીતે હવે સોહામણો સંયમ-બાળક જન્મ પામશે ?
ખેર ! આ પરિસ્થિતિને ના-છુટકે સ્વીકારી લઈને હવે જિનાજ્ઞા પ્રત્યે સાપેક્ષભાવ જાળવવા માટે સંયમીઓ નક્કી કરે કે, “હું ભલે ઈર્યાસમિતિના ઉપયોગપૂર્વક ચાલી શકતો નથી. પણ નિષ્ઠુર બનીને વાતો કરતો કરતો ન ચાલું તો ય જિનાજ્ઞા પ્રત્યે મારો આદરભાવ અકબંધ રહેશે. અને માટે જ ઉપયોગ રહે કે ન રહે, સ્વાધ્યાય કરું કે ન કરું પણ ચાલુ વિહારમાં વાતચીત તો નહિ જ કરું.”
જો આટલું પાળવામાં આવે તો પણ ઘણું. આજ કારણસર એક ગણિવરે પોતાના શિષ્યોને ત્યાં સુધી ૨જા આપી છે કે,“જો તમે વિજ્ઞાર કરતી વખતે ઇરિયાવહિ કરીને નીકળશો અને પછી વિહારમાં સ્વાધ્યાય કરશો. (પુનરાવર્તન વગેરે) તો તમારા એ કલાકો પ્રાયશ્ચિત્તમાં વાળી આપીશ.”
હા ! બે સંયમીઓ સાથે ચાલે અને કર્મગ્રંથાદિના પદાર્થોનો પાઠ પરસ્પર બોલતા બોલતા ચાલે તો એની પણ આ બાધામાં છૂટ સમજી લેવી. પણ એ સ્વાધ્યાયમાં બીજી કોઈપણ વાતચીત આવવી ન
જોઈએ.
કોઈક સંયમી સ્વાધ્યાય કે વાતચીત કંઈપણ કર્યા વિના માત્ર ઈર્યાસમિતિના જ ઉપયોગપૂર્વક ચાલી, શકતો હોય તો એ શ્રેષ્ઠ માર્ગ છે. એ જ અપનાવવા જેવો છે. આ નિયમ તો મધ્યમમાર્ગનો જાણવો.
૩૨. હું મુહપત્તીનો ઉપયોગ રાખીને જ બોલીશ :
જે સંયમી મુહપત્તીનો ઉપયોગ રાખ્યા વિના બોલે એને ષટ્કાયનો વિરાધક ગણ્યો છે. ભલે ષટ્કાયની વિરાધના થાય કે ન થાય પણ એ સંયમીમાં મુહપત્તી વિના બોલતી વખતે ચોખ્ખો પ્રમાદ હોવાથી ભાવથી તો ષટ્કાયની વિરાધનાનો દોષ લાગી જ જાય.
એક શ્રીમંતે કોઈક સાધર્મિકને પૂજાની જોડ ભેટ આપીને કહ્યું કે, “જો. આ મોંઘી પૂજા જોડ તને પૂજા માટે આપું છું. હવે રોજ જિનપૂજા કરજે. તારું પુણ્ય વધી જશે.” બે મહિના પછી શ્રીમંતે ખાનગીમાં તપાસ કરી તો ખબર પડી કે પેલા સાધર્મિકે બે-મહિનામાં માંડ પાંચ-દસ વાર જ જિનપૂજા કરેલી. શ્રીમંત ગુસ્સે થઈ ગયો ‘અલા ! તને પૂજાની જોડ પ્રભુની પૂજા માટે આપી છે. ઘરે મૂકી રાખીને એ પૂજાજોડની
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૫૩)