________________
એમાં બે લાભ છે. અનુમોદના કરનાર સંયમી આ ગુણપ્રશંસા દ્વારા મોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત કરે. એ ગુણ-આરાધના પોતાનામાં ન હોય તો એ પ્રાપ્ત થાય અને સામેવાળો સંયમી પોતાની આરાધનાની પ્રશંસા સાંભળીને વધુ આરાધના કરવા માટે ઉત્સાહિત બને. કદાચ એનો તે આરાધના ક૨વાનો પરિણામ મંદ પડી ગયો હોય તો એ પાછો જોરદાર બને. આમ આ ગુણપ્રશંસા સામેવાળા સંયમીને તે આરાધનામાં સ્થિર ક૨વાનું કામ પણ કરે. આ રીતે બીજાને ધર્મમાં ઉત્સાહી-સ્થિર કરનાર પ્રશંસક સંયમી પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત કરે એ સ્વાભાવિક છે. આવી પ્રશંસામાં આડે આવનાર કોઈ તત્ત્વ હોય તો એ છે ઈર્ષ્યા ! ઇર્ષ્યાળુ સંયમી બીજા સંયમીની આરાધના જોઈને સળગશે. એ તેની પ્રશંસા કરી તો નહિ જ શકે, પણ કોઈ કરતું હશે તો સાંભળી પણ નહિ શકે. દુ:ખી દુ:ખી બની જશે.
દા.ત..બે સંયમીઓને ૩૨મી ઓળી ચાલે છે. એક સંયમી આધાકર્મી ઢોકળા વગેરે પણ લે છે અને સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ બીજી કોઈ વિશેષ આરાધના કરતો નથી. જ્યારે બીજો સંયમી નિર્દોષ રોટલી-દાળ વગેરે ઉપર ઓળી ચલાવે છે અને એ ઉપરાંત જોરદાર સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ કરે છે. એ વખતે ગુરુ કે બાકીઓના સંયમીઓ સહજ રીતે આ સંયમીની અનુમોદના કરે જ કે ‘ઓળીમાં નિર્દોષ વાપરવું અને સાથે આવો જોરદાર સ્વાધ્યાય, વૈયાવચ્ચ....ખરેખર તમે તો જોરદાર આરાધના કરો છો.’’ આ શબ્દો બીજા ઈર્ષ્યાળુ તપસ્વી સંયમી માટે અસહ્ય બની જાય. એ પ્રશંસાના શબ્દો બોલી જ ન શકે. કદાચ વ્યવહાર ખાતર પ્રશંસા કરશે તો પણ એના મનમાં તો ખૂબ જ ખેદ હશે.
એમ સ્વાધ્યાયાદિ દરેક બાબતોમાં સમજી લેવું. ગુરુ કોઈક વ્યાખ્યાનકારના જોરદાર વ્યાખ્યાનોની પ્રશંસા કરે તો બીજા વ્યાખ્યાનકારો સહન ન કરી શકે. કોઈક ગુરુના ચાર-પાંચ શિષ્યોને તપસ્વી, સ્વાધ્યાયી, ગુણસંપન્ન જોઈ, શિષ્યો વિનાના કે વિચિત્ર શિષ્યોવાળા બીજા સંયમીઓ એ ગુરુની અનુમોદના ન કરી શકે.
ઈર્ષ્યાને કા૨ણે ગુણપ્રશંસા ન કરનારા સંયમીઓ વર્તમાનકાળમાં તો મોહોદયના ગુલામ છે જ. પણ નવું પાછું એવું ચીકણું કર્મ બાંધે કે ભવિષ્યમાં પણ એમને એ ગુણોની પ્રાપ્તિ ન થાય.
એના બદલે જો કોઈપણ સંયમીના કોઈપણ ગુણની ભરપેટ પ્રશંસા કરવામાં આવે. ખરા હૃદયથી, અતિશય બહુમાન સાથે પ્રશંસા કરવામાં આવે તો એ તમામ ગુણો પ્રશંસક સંયમીના આત્મામાં બહુ જ ઝડપથી ખીલવા માંડે.
શાંતસુધારસકાર કહે છે કે (૨૨)“બીજાના ગુણો જોઈને આનંદિત થનારા આત્માઓમાં એ જ ગુણો દૈદિપ્યમાન બનીને ઝળકી ઊઠે છે.”
બહુમાનપૂર્વક સંયમીઓના ગુણોની પ્રશંસા કરનારો સંયમી વર્તમાનમાં તો મોહનીયના ક્ષયોપશમવાળો છે જ. પણ ભવિષ્યમાં પણ વધુ ને વધુ ગુણવાન બનવાનો જ.
એટલે અહંકાર છોડી, ઈર્ષ્યા છોડી, જાતનું અસ્તિત્વ જ ભુલી જઈ સંયમીઓની વિશિષ્ટ આરાધનાઓને ભાવપૂર્વક અનુમોદો, પ્રશંસો.
કોઈક સંયમી એક જ દિવસમાં ૨૦-૩૦ ગાથા ગોખે, કો'ક સંયમી ૪૦-૫૦મી ઓળી ઉપાડે, કો'ક સંયમી સુંદર અભિગ્રહો ધારણ કરે. કો'ક સંયમી ગુરુની અપૂર્વ સેવા કરે. કો'ક સંયમી સંઘના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૪૭)