________________
રે ! ખરેખર તો સંયમીએ નાના સંયમીની વસ્તુઓ પણ ન વાપરવી જોઈએ. એની પાસે પોતાની ઉપષિ છે જ. પછી બીજાની વસ્તુઓ વાપરવાની જરૂર શી ? ૧૦-૨૦ ડગલા પોતાની વસ્તુ લેવા માટે જવું પડે એટલા માટે બીજાઓની વસ્તુઓ વાપરવી એ ઉચિત ન જ ગણાય. છતાં હજી કદાચ નાના સંયમીની વસ્તુ વાપરીએ પણ વડીલ સંયમીની વસ્તુ તો ન જ વપરાય.
ક્યારેક તો એવું બને છે કે નાના સંયમીઓ રત્નાધિકો દ્વારા વારંવાર પોતાની વસ્તુ વપરાતી જોઈને કંટાળે છે અને સહનશીલતા ગુમાવીને સ્પષ્ટ સંભળાવી દે છે કે “તમારે મારી વસ્તુ લેવી નહિ. તમારી જ વસ્તુ તમે વાપરો ને ?” અને ત્યારે એ કડવા ઘુંટડા રત્નાધિકે ગળવા પડે છે.
નાનો સંયમી વડીલના આસન ઉપર બેસે એટલે પોતાના પગની ધુળ-મેલ વગેરે આસનને લાગે. આ પણ આશાતના જ છે ને ?
એટલે ખાસ ખ્યાલમાં લેવું કે રત્નાધિકોના વસ્ત્રો, પાત્રી, આસન, કામળી, દાંડો વગેરે ઉપધિ નાનાઓએ વાપરવી નહિ.
હા ! ગોચરી માંડલીમાં બધાના પાત્રા બધા પાસે જતા હોય છે. એટલે ત્યાં આ નિયમ પાળવાનો નથી. ત્યાં તો ગમે તેની પાસે ગમે તેનું પાત્ર આવે.
એમ ક્યારેક ખૂબ ઉતાવળ હોય, પોતાની વસ્તુ મળતી જ ન હોય વગેરે ગાઢ કારણસર વડીલની વસ્તુ વાપરવી પડે તો એ હજી ચાલે. વાંધો પ્રમાદ-આળસ-ઉપેક્ષાનો છે.
બે સંયમી પરસ્પર ગાઢ મિત્ર હોય તો એમાં નાનો સંયમી મોટા સંયમી મિત્રનો રત્નાધિક તરીકે વિનય ન સાચવે, એની વસ્તુઓ જાણે કે પોતાની જ છે એ રીતે વાપરે એવું ય જોવા મળે છે. પણ આવી મૈત્રીને જિનશાસનમાં સ્થાન નથી. આજ્ઞા-ઉલ્લંઘન કરીને કોઈપણ પ્રવૃત્તિ માન્ય ન બને. ભલે ગમે એટલી મિત્રતા હોય, ગાઢ સંબંધ હોય તો પણ જિનાજ્ઞા પ્રમાણે નાના સંયમીએ રત્નાધિકનો વિનય સાચવવો જ પડે.
એમ રત્નાધિકના આસન વગેરેને પગ લાગી ન જાય. વાતચીત કરતા એમના ઉપર થુંક ન ઉડે, રત્નાધિક સામે ઉદ્ધતાઇ ભરેલું, તોછડાઇ ભરેલું વર્તન, ઉચ્ચારણ ન થઈ જાય એની કાળજી મોક્ષાર્થી સંયમીએ ખાસ રાખવાની છે.
વડીલો પણ નાનાઓની ઉપધિ ન વા૫૨વાદિનો નિયમ ઉચિત રીતે લે તો એ ખોટું તો નથી જ. ૨૬. મારા ગ્રુપમાં રહેલા કોઈપણ સંયમીની રોજિંદી આરાધના કરતાં કંઈક વિશેષ પ્રકારની આરાધનાની હું વાચિક અનુમોદના-પ્રશંસા કરીશ.
ઉપબૃહણા નામનો સમ્યગ્દર્શનનો ખૂબ જ સુંદર આચાર પાળવાનો આ નિયમ છે. તે તે સંયમીઓની રોજીંદી આરાધનાઓની રોજે રોજ અનુમોદના-પ્રશંસા શક્ય ન પણ બને, કેમકે એવી અનુમોદના કરવી હોય તો બધા જ સંયમીઓની બધી જ રોજીંદી આરાધનાઓની પ્રશંસા કરવા કલાકો જોઈએ.
પણ કોઈ પણ સંયમી રોજ કરતા કંઇક વિશિષ્ટ આરાધના કરે તેની તો વાચિક અનુમોદના કરવી
જ જોઈએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૪૬)