________________
' મહોપાધ્યાયજી ૩૫0 ગાથાના સ્તવનમાં કહે છે કે (૨૦) જે ગીતાર્થ હોય, યતનાવંત=સંવિગ્ન છે જ હોય, ગંભીર હોય, બીજા પણ અનેક ગુણોવાળો હોય તેના વચનના સહારે સંસાર તરાય. બાકી છે ? જ ઉપદેશકમાં આ ગુણો નથી. એ તો દેશના આપીને બીજાઓને સંસારમાં ડુબાડનારો બને છે. એવા જ નિર્ગુણીઓના ટોળાઓ હોય તો પણ શું કામના? મહાનિશીથમાં આવા ઉપદેશકોને ભાષાકુશીલ કહેલા છે
ગીતાર્થ એટલે ઉપરના ગ્રંથો ઉપરાંત બીજા અનેક ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો અને ઓછામાં જ જ ઓછી નિશીથપીઠિકા, બૃહત્કલ્પપીઠિકા અને વ્યવહારસૂત્ર પીઠિકાનો સાંગોપાંગ અભ્યાસ કરી ચૂકેલો ? છે. મહાત્મા. છે આ તો જઘન્યમાં જઘન્ય ગીતાર્થ કહેવાય. આવા સંયમીને હજી ય દેશના આપવાનો અધિકાર છે જ માની શકાય. પણ એ સિવાય બીજાઓને દેશનાનો અધિકાર નથી.
આજે તો બે બુક પણ નહિ ભણેલા, ચાર પ્રકરણાદિના પણ બોધ વિનાના સંયમીઓને ૪ છે ગુજરાતીના સહારે વ્યાખ્યાનો કરતા જોઉં છું ત્યારે મનમાં પ્રકંપ થાય છે કે શું આજે આ પરિસ્થિતિ ઊભી છે. થઈ ?
સંઘો સાચવવા, સંઘના આરાધકોની આરાધનાઓ ટકાવવા આજે આ નવા, અપરિપક્વ, જ જ અગીતાર્થ સંયમીઓને પણ વ્યાખ્યાનાદિની અનુમતિ અપાય છે. પણ “એ યોગ્ય છે કે કેમ?” એ તો ? જે વર્તમાનકાળના ગીતાર્થપુરુષો ભેગા મળીને નક્કી કરે. છે ભલે વધુ અભ્યાસ ન થાય પણ કમસે કમ બે બુક ભણ્યા બાદ થોડું-ઘણું વાંચન કરીને છે જ દશવૈકાલિક (હારિભદ્રી ટીકા અથવા સુમતિસાધુ ટીકા), આવશ્યકનિર્યુક્તિ (મલયગિરિ ટીકા, અથવા
હારિભદ્રી ટીકા) ઓઘનિર્યુક્તિ (દ્રોણાચાર્ય ટીકા), પિંડનિર્યુક્તિ (મલયગિરિ ટીકા), આચારાંગ ? છે (શીલાંકાચાર્ય ટીકા)... આ પાંચ ગ્રંથો કોઈક પીઢ વ્યક્તિ પાસે સારી રીતે ભણ્યા બાદ એ બધા પદાર્થો છે - વ્યવસ્થિત સમજ્યા બાદ જ ધર્મોપદેશ આપવો એવો નિયમ જો સંયમીઓ લે તો પણ ઘણું બચી જવાય. ૪
આ બધા ગ્રંથો વાંચવાને લીધે ઘણી પરિપક્વતા આવશે અને આ કાળમાં જાતની રક્ષા કરવી શક્ય જ બનશે. છે આ પાંચ શાસ્ત્રો બતાવ્યા, કોઈ બીજા ગીતાર્થ મહાપુરુષ બીજા કોઈ ગ્રંથો સૂચવે તો ભલે છે જ એ ગ્રંથો ય ભણો. પણ બિલકુલ શાસ્ત્રબોધ વિના વ્યાખ્યાન કરવા લાગી જવું એમાં આત્મહિત ઘણું ૪ જ બધું જોખમમાં છે એવું માન્યા વિના છૂટકો નથી. બીજાઓ આ પાળે કે ન પાળે પણ આત્માર્થી સંયમીઓ આ છે સ્વયં આના માટે કટિબદ્ધ બને.
. વ્યાખ્યાનકારને માન-સન્માનાદિ વધુ મળે, અને બીજાઓને ઓછા મળે એ વાત સાચી, પણ ૪ સંયમીઓએ એ તુચ્છ માન-સન્માનાદિની ઉપેક્ષા કરીને પરલોક, જિનાજ્ઞા, આત્મહિત તરફ જ મીટ $ માંડવી જોઈએ.
હોસ્પીટલના બારણા પાસે ઉભેલા ગુરખાને કોઈ બિમાર આવીને પૂછે કે “ડોક્ટર છે?” ગુરખો જ છે ના પાડે અને પેલો બિમાર (મૂર્ખ હોય તો) કહે કે “તું જ દવા આપી દે ને?” તો ગુરખો સારો હશે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૪૧)