________________
બદલ, પોતાના મોક્ષની ચિંતા બદલ બેચેનીનો ભાવ ! ચિંતાતુરતાનો, ગંભીરતાનો ભાવ ! (૨) મળેલા સંયમ-શાસન બદલ, શાસનરાગ બદલ ધગધગતી ખુમારીનો ભાવ !
એ સિવાય આ ચેન-ચાળા વગેરે વખોડવા લાયક છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે (૧૮)‘આવા વાણી અને કાયાથી વિચિત્ર પ્રવૃત્તિઓ કરીને બીજાઓને હસાવનારા સંયમીઓ કાંદર્ષિકી ભાવનાવાળા કહેવાય. આવા સંયમીઓ ત્યાંથી મરીને કાંદર્ષિક કક્ષાના હલકા દેવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી પછી એમની દીર્ઘસંસારની ભ્રમણયાત્રા શરૂ થાય.”
એટલે ‘આ દોષો નાના-સુના છે' એવું ન માનવું.
વળી આ બધામાં કોઈ ફાયદો તો દેખાતો નથી. આ તો સાવ જ અનર્થદંડના પાપો છે. સમજુ શ્રાવકો પણ અનર્થદંડના પાપો ન કરે તો પંચ મહાવ્રતધારી સંયમી તો શી રીતે કરે ? માટે પ્રત્યેક સંયમીઓએ આવા પશુ-પંખીઓના અવાજો કાઢવા, કે કોઈની પણ ચેષ્ટાઓના ચેનચાળાદિ કરવાના પાપો સદંતર છોડી જ દેવા જોઈએ. દૃઢતાપૂર્વક આ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ.
વળી આવા ચાળાઓ કરવામાં ક્યારેક પરસ્પર સંયમીઓમાં મોટા ઝઘડા ઉભા થઇ જતા હોય છે. જેના ચાળા કરવામાં આવે એ સંયમી ગુસ્સે થઈને જેમતેમ બોલે અને એ રીતે પછી ઝઘડાઓ થાય. ૧૮. હું મારા કાગળોની પારિઠાવણી વિધિપૂર્વક કરીશ. ગમે ત્યાં નાંખી દઇશ નહિ ઃ
સંયમી પોતે જે કંઇપણ લખી લખીને નોટો બનાવે, ભણતી વખતે રફપાનામાં બધું લખે, સંયમી ઉપર બીજાઓના પત્રો આવે આ બધા જ કાગળો ગમે ત્યાં નાંખી ન દેવાય, કેમકે જો ગમે ત્યાં નાંખી દઈએ તો પછી એ કાગળો વાયુના કારણે કાયમ આમતેમ ઉડ્યા કરે. પુષ્કળ વાયુકાયની વિરાધના થાય. ઉડતા ઉડતા એ કાગળો નદી-તળાવમાં જઈને પડે તો અકાયની વિરાધના થાય. ક્યારેક કોઈ એનો તાપણામાં ઉપયોગ કરે તો તેજસકાયની વિરાધના થાય. વળી આ રીતે જ્ઞાનનું સાધન કાગળો ગમે તેમ ઉડ્યા કરે એટલે જ્ઞાનની વિરાધના તો ખરી જ.
એટલે આ બધા નકામા, પોતાના કાગળો ભેગા કરી એના ટુકડા કરી એને વિધિપૂર્વક પરઠવવા
પડે.
કોઈક જગ્યાએ પાણી વિનાના અવાવરા કુવા હોય છે. એ જો ઊંડા હોય તો પછી કાગળની પારિઠાવણીનું પોટલું બાંધી, દોરી વડે નીચે ઉતારી દોરી ધીરે ધીરે હલાવીને બધા કાગળો કુવામાં પરઠવવા. સીધા ઉપરથી નાંખી ન દેવાય, કેમકે એમાં વાયુ વિગેરેની વધુ વિરાધના થાય. એ કુવામાં નિગોદ વગેરે ન હોવા જોઈએ. આ રીતે કુવામાં પોટલું ઉતારતા કરોળિયાના જાળા વગેરે તૂટી ન જવા જોઈએ. ટૂંકમાં વિરાધના ન થાય એની કાળજી રાખવી પડે.
આવા કુવા ન મળે તો જ્યાં ખાડાઓ ખોદાયેલા હોય એમાં પણ કાગળની પારિઠાવણી કરી શકાય. દેરાસર, ઉપાશ્રયના ખાડા ખોદાતા હોય, ક્યાંક નવા મકાન વગેરે બનતા હોય તો એના ખાડા ખોદાયેલા હોય. ક્યાંક જમીનમાં પાઈપલાઈન વગેરેના ખાડાઓ ખોદાતા હોય. આ બધી જગ્યાએ કાગળ પરઠવી શકાય.
એમાં કાળજી એ રાખવી કે ખાડો જે દિવસે ખોદાય, ઓછામાં ઓછા ત્યારથી ૭૨ કલાક બાદ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૩૯)