________________
૫. સંયમીઓને ચેતવણી
આચારાંગસૂત્રકાર કહે છે શિથિલાચારનું સેવન કરવું એ પહેલા નંબરની મૂર્ખતા છે. પણ શિથિલાચારના સેવનની સાથે સાથે સારા આચારસંપન્ન સંયમીઓની નિંદા કરવી, મશ્કરી કરવી, અવહેલના કરવી એ બીજા નંબરની મૂર્ખતા છે. (૧)જેઓ સ્વયં શિથિલાચારી હોવા છતાં એના પશ્ચાત્તાપવાળા છે અને માટે જ જેઓ આચારસંપન્ન સંયમીઓ ઉપર અતિશય બહુમાનવાળા છે, એમના ખૂબ ગુણગાન ગાનારા છે. એમને બધી રીતે સહાય કરવા તલસે છે. તેઓ પ્રથમકક્ષાની મૂર્ખતાવાળા હોવા છતાં બીજી મુર્ખતાવાળા નથી. આ લોકો ભલે શિથિલ હોય છતાં તેઓ પાસે આ જે ગુણાનુરાગ છે, આચારસંપન્નસંયમીઓ પ્રત્યેનો જે આદર-સત્કાર, સન્માન છે. એ એમને આત્મિકવિકાસ કરાવવામાં મહત્વનું સાધન બની જાય છે. આ એક જ ગુણના પ્રતાપે તે શિથિલાચારીઓ ભવિષ્યમાં સાચા સંયમી બની સિદ્ધપદને પામે છે.
પણ જેઓ પહેલી મૂર્ખતાની સાથે સાથે બીજી મૂર્ખતાના પણ ધા૨ક બને છે તેઓની પરિસ્થિતિ તો અત્યંત દયનીય બને છે. મોક્ષમાર્ગથી તેઓ ખૂબ જ દૂર ધકેલાઈ જાય છે.
સંવિગ્નપાક્ષિકો શિથિલાચારી હોવા છતાં સંવિગ્નસંયમીઓના કટ્ટર પક્ષપાતી હોય છે અને એમનો આ ગુણાનુરાગ, પક્ષપાત એટલો બધો જ્વલંત હોય છે કે એ સંવિગ્નપાક્ષિકો ૨૦,૩૦,૪૦ વર્ષના દીક્ષાપર્યાયવાળા હોય તો પણ આજે જ દીક્ષિત થયેલા એવા સુવિહિતસંયમીને ભાવભરીને જાહેરમાં વંદન કરે. કોઈ એમને વંદન કરવા જાય તો કહે કે,“અમે આજ્ઞાભંજક છીએ, માટે જ અવંદનીય છીએ. અમને વંદન ન કરશો.”
સંવિગ્ન સાધુઓની સેવા-ભક્તિ કરવા મળે તો આ સંવિગ્નપાક્ષિકો ગાંડા-ઘેલા બની જાય. સંવિગ્નોની સેવા એ જ એમના માટે જાણે કે સંસાર તરવા માટેનું જહાજ બની જાય.
એ સંવિગ્નપાક્ષિકો ગમે એટલા જ્ઞાની હોય તો પણ કોઈપણ આત્માને પોતાનો શિષ્ય ન બનાવે. જે દીક્ષા લેવા આવે એ બધાને સંવિગ્નોની પાસે મોકલે.
· એમની એક આંખમાં પોતાના શિથિલાચાર બદલ પશ્ચાત્તાપના આંસુઓ વહે અને બીજી આંખમાં સંવિગ્નોના ગુણો બદલ હર્ષના આંસુ વહે. આ બે આંસુઓ રૂપી પાણી ભેગું કરીને જ તેઓ પોતાના આત્માના મેલને ધોઇને સાફ કરવાનું કામ કરે.
અલબત્ત આજે સંવિગ્નપાક્ષિકનો વ્યવહાર થતો નથી. પણ એ તો હકીકત છે કે જે શિથિલાચારી સંયમીઓ આચારસંપન્ન સંયમીઓ પ્રત્યે ભક્તિ-બહુમાનવાળા હશે, તેમની નિંદા કદિ ન કરનારા હશે, એમના પક્ષપાતી હશે તેઓ ભાવથી ત્રીજા નંબરના મોક્ષમાર્ગના મુસાફર ગણાશે.
પણ જેઓ આચારસંપન્ન સંયમીઓ પ્રત્યે ઈર્ષ્યાવાળા બનીને કે આચાર સંપન્ન સંયમીઓના વધતા જતા માન-સન્માન જોઈને અસહિષ્ણુ બનીને એમની નિંદા-મશ્કરી કરનારા બનશે તેઓ માટે મોક્ષપ્રાપ્તિ ઘણી ઘણી અઘરી બની રહેશે, એમ શાસ્ત્રકારોનું વચન છે..
આ વાત મારે એટલા માટે કરવી પડી કે અહીં અપાતા અભિગ્રહો બધા સંયમીઓ તો લેવાના સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૧)