________________
પરમાત્મભક્ત, સ્વર્ગસ્થ પૂજ્યપાદ એક આચાર્યદેવ આચાર્યપદવી થયા બાદ અધ્યાત્મયોગની પ્રાપ્તિ માટે પોતાનાથી પદવીમાં નાના એવા યોગીપુરુષ એક પંન્યાસજી પાસે ત્રણ વર્ષ રોકાયા. ત્યારે આચાર્યદેવ દેરાસર જાય તો પણ પંન્યાસજીને પુછીને જાય. વ્યાખ્યાન કરવા જાય તો પણ પંન્યાસજી મ.ને પુછીને જાય. નાનામાં નાનું કાર્ય પણ આ મહાન આચાર્ય ભગવંત પંન્યાસજીને પુછીને કરતા. ખરેખર તો એમની લઘુતા એ જ સાચી મહાનતા હતી.
જો આવા મહાન આચાર્ય ભગવંતને પણ ગુરુને પુછી-પુછીને જ કામ કરવું અત્યંત આવશ્યક લાગ્યું. તો એમના કરતા ઘણી ઓછી આત્મશુદ્ધિવાળા, પ્રમાદમાં લપેટાઇ જવાની વધારે શક્યતાવાળા આપણા જેવાઓએ તો ગુરુને પૂછ્યા વિના કોઈપણ કામ કરી જ કેમ શકાય ?
પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીનો આ પ્રસંગ વાંચ્યા પછી પણ જે સંયમીઓ ગુરુને પૂછ્યા વિના જ કામ ક૨શે, તેઓ કાં તો એ મહાપુરુષ કરતા પણ ઘણા મહાન હશે કે જેથી એમને ગુરુપૃચ્છાદિની જરૂર નથી લાગતી. અને જો એમ ન હોય તો પછી તેઓમાં નિષ્ઠુરતાદિ દોષો હશે કે આ જાણવા છતાં પણ જીવનપરિવર્તન કરવાની તમન્ના સુદ્ધાં નથી જાગતી.
અહીં તો સ્તવન-સજ્ઝાયાદિ માટેની જ વાત કરી છે. પણ એ સમજી જ લેવું કે કોઈપણ કામ ગુરુને પૂછ્યા વિના ન જ કરવું. “માત્રુ-સ્થંડિલ જવું હોય તો પણ ગુરુની રજા લેવી પડે” આટલી વાતમાં બધું જ આવી જાય છે.
૯. હું ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર વગેરે કોઈપણ પ્રકારના છાપાઓ વાંચીશ નહિ : વર્તમાનકાળમાં સૌથી મોટું અનર્થદંડ તરીકેનું જો કોઈ પાપ હોય તો એ આ છાપાઓ છે. સંયમીને હિતકારી બને એવી એૐય વસ્તુ આમાં આવતી નથી છતાં સંયમીઓ શા માટે વાંચે છે ? એ ખબર પડતી નથી.
રે ! ગીતાર્થસંયમીઓ વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે અને એ દ્વારા શાસન-સંઘાદિના હિત માટેના મહત્ત્વના નિર્ણયો લેવા માટે આ છાપાઓ ઉપર નજર કરે તો તો હજી ય બરાબર. પણ જે સંયમીઓ આ વાંચ્યા પછી પણ કાંઇપણ સુધારી શકવાની શક્તિવાળા નથી. માત્ર વાંચવા, જાણવા કે કોઈકને એ સમાચાર કહેવા સિવાય જેઓ કંઈ જ કરી શકવાના નથી. તેઓ શા માટે આ પાપમાં પડે છે ? એ સમજાતું નથી.
હવે તો વાત ઘણી આગળ વધી છે. છાપાઓમાં માત્ર રાજકારણ કે સમાજના સમાચારો જ નથી આવતા, પણ ગંદા ચિત્રોવાળી પૂર્તિઓ આવે છે. કોઈપણ સંયમીના શુભપરિણામોને સળગાવીને રાખ બનાવી દે, એવા ઢગલાબંધ ચિત્રોથી ભરપૂર આ છાપાઓનો ઉપાશ્રયમાં પ્રવેશ જ અતિભયંકર
છે.
કોઈ વળી કહે છે કે “અમે માત્ર સમાચારો જ વાંચશું. પૂર્તિઓ નહિ વાંચીએ.’” પણ શું આવો વિવેક શક્ય છે ? છાની રીતે શું સંયમીઓ એ ખરાબ ચિત્રાદિ ઉપર દૃષ્ટિ નહિ પાડી દે ? શું ક્યારેક એ બધું જોવાની ઈચ્છાઓ નહિ પ્રગટે ?
શાસ્ત્રકારોએ (૧૫) “ઉપાશ્રયમાં સજાતીયનો કે વિજાતીયનો ફોટો સુદ્ધાં ન જોઈએ” એવા
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૩૧)