________________
ખુલ્લેઆમ વિધાનો કરેલા છે. કોઈપણ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે, “જે ગીતાર્થ સંવિગ્ન સંયમીઓ હોય, તેમના ઉપાશ્રયમાં બહેનોના / ભાઈઓના ફોટાઓ હોય તો પણ વાંધો નહિ, કેમકે એ બધાં તો એ ફોટાઓને જોશે જ નહિ. અને કદાચ જોશે તો પણ એમને ખરાબ વિચારો નહિ આવે.”
આવું લખવાની હિંમત શાસ્ત્રકારો નથી કરતા તો “અમે છાપાની સાથે રહેલી પૂર્તિઓ નહિ જોઈએ. ભલે એ ભેગી આવતી.” એવું કહેવાની હિંમત કોણ કરી શકે ?
આજે તો બધા જ સમુદાયોમાં નવી દીક્ષાઓ ખૂબ થઇ રહી છે. બધે જ યુવાન સંયમીઓની મોટી સંખ્યા જોઈને હર્ષ થાય છે. પણ સાથે એ કહેવાનું ય મન થાય છે કે આવી વિશાળ યુવા શ્રમણસંસ્થાનું ૨ક્ષણ કોણ ક૨શે ? જો ઉપાશ્રયમાં છાપાઓ આવશે, એમાં ખરાબ ચિત્રોવાળી પૂર્તિઓ આવશે, ખરાબ લેખો આવશે તો આ અપરિપક્વ, અનાદિ કુસંસ્કારોના માલિક સંયમીઓની રક્ષા કેવી રીતે થશે ? ક્યારેક છાપાની પસ્તીઓમાંથી એવા લેખો, ચિત્રો કાઢી કાઢીને વાંચનારા અને જોનારા યુવાન સંયમીઓને જોઈને મારું હૈયું ધ્રુજી ઊઠ્યું છે.
સંયમીઓના હિત ખાતર પણ ઉપાશ્રયમાં છાપાઓનો પ્રવેશ અટકાવવો જ જોઈએ.
જે શાસનપ્રભાવક ગણાતા સંયમીઓએ છાપા વાંચવા જ હોય એણે છાપા લાવનાર શ્રાવકને પહેલેથી જ કહી દેવું જોઈએ કે ‘પૂર્તિઓ વગેરે ખરાબ ચિત્રો, લેખો કાઢી નાંખીને જ તારે મને છાપું આપવા આવવું.” અને એ છાપું વંચાઇ જતાની સાથે જ એક મિનિટનો પણ વિલંબ કર્યા વિના ઉપાશ્રયની બહાર જ એ છાપું મોકલી દેવું. ઉપાશ્રયની પસ્તીમાં પણ એ છાપું હોવું ન જોઈએ. (ભલે એ છાપામાં પૂર્તિ વગેરે નથી. પણ જે છે એ પણ રાજકારણાદિ બધું જ બાકીના સંયમીઓ માટે તદ્દન નકામું જ છે. જો એ પણ ઉપાશ્રયમાં હશે તો કો'ક સંયમીને આ રાજકારણાદિ વાંચવાનું પણ મન થશે. અને એ રીતે જો એને રસ પડી જશે, ટેવ પડશે તો ગુરુની ગેરહાજરીમાં છાપા મંગાવતો થઈ જ જશે. એ વખતે એ તો આવો કોઈ વિવેક કરવાનો જ નથી કે ‘પૂર્તિ વગેરે ન લાવવી? એટલે એને પુષ્કળ નુકસાનો થવાના.)
પણ જો વડીલો ઉપર પ્રમાણેની કોઈપણ વ્યવસ્થા ન જ ગોઠવે તો પછી બાકીના સંયમીઓએ પોતાના પુરુષાર્થ ઉપર સંયમ પાળવું પડશે. તેઓએ મક્કમ બનવું પડશે કે “મારી સામે છાપું પડ્યું હશે તો પણ હું એમાં નજર નહિ કરું. રાજકારણના સમાચાર પણ નહિ વાંચું. અગ્નિથી ભડકીને જેમ દૂર ભાગું છું એમ છાપાઓથી ભડકીને દૂર ભાગીશ.”
ખૂબ વિદ્વાન, અનેક ટીકાઓની રચના કરનારા, તપસ્વી અને શાસનપ્રભાવક એક ગણિવરે ૨૦ વર્ષના દીક્ષા પર્યાયમાં ક્યારેય છાપું વાંચ્યું નથી. છાપાના હેડીંગ ઉપર નજર સુદ્ધાં કરી નથી. આ એક શ્રેષ્ઠ આદર્શ છે. આવા મહાત્મા પણ જો છાપાઓથી દૂર ભાગતા હોય તો બાકીના મહાત્માઓએ તો અત્યંત મક્કમ બનીને આ પાપ દૂર ફગાવી જ દેવું.
સાધ્વીજીઓને તો આ છાપાઓ બધી રીતે નકામા જ છે. એટલે તેઓએ તો વહેલી તકે એને તિલાંજલિ આપવી.
વધુ દુઃખ તો એ વાતનું થાય છે કે સેંકડો શાસ્ત્રકારોએ શાસ્ત્રરચના કરતી વખતે એવી ભાવના સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૩૨)