________________
પામ્યો છું.”
જો સંયમી વિદ્યાગુરુ પાસેથી ઉંચામાં ઉંચી કક્ષાનું શ્રુતજ્ઞાન મેળવતો જાય. પણ સામે એમની સેવા-ભક્તિમાં ઉપેક્ષા કરે, કંટાળો લાવે તો એને એ શ્રુતજ્ઞાન કદિ ન ફળે. એ શ્રુતજ્ઞાન ચિંતા અને ભાવનાજ્ઞાન રૂપે કદિ ન બને. શ્રુતજ્ઞાનની કિંમત અબજો રૂપિયાની છે, જ્યારે સંયમી જે કંઈપણ સેવાભક્તિ કરે એ બધાની કિંમત માંડ હજાર રૂપિયા જેટલી છે. વિદ્યાગુરુ જો અબજો રૂપિયાની કિંમતનું શ્રુતજ્ઞાન આપે તો સંયમી હજાર રૂપિયા જેટલી સેવા-ભક્તિ પણ ન આપે ?
એટલે સંયમીએ વિદ્યાગુરુની ભક્તિ મન મૂકીને કરવી જોઈએ. એમને બધી રીતે પ્રસન્ન રાખવા જોઈએ. ઉનાળામાં ઠંડુ પાણી, ગોચરીમાં અનુકૂળ દ્રવ્યો, વસ્ત્રોનો કાપ, વિહારમાં ઉપધિ ઉંચકવી વગેરે વગેરે શક્ય એટલી બધી જ ભક્તિ કરવી.
પણ આજની પરિસ્થિતિ બદલાઈ છે. પૂર્વે તો ઘણા મોટા દીક્ષાપર્યાયવાળા, ગીતાર્થ, પરિપક્વ સંયમીઓ વિદ્યાગુરુ બનતા, આજે તો એક-બે વર્ષના પર્યાયવાળા સંયમી પણ બીજા સંયમીઓને ભણાવતા હોય છે. ચાર પ્રક૨ણ ભણી ચૂકેલો સંયમી કર્મગ્રંથ ભણતો હોય અને બીજા સંયમીને જીવિ ચારાદિ ભણાવતો પણ હોય.
આ પરિસ્થિતિમાં એ નાનકડા વિદ્યાગુરુની પાઠ લેનારો સંયમી ઉપર મુજબ ભક્તિ કરે એ સંભવિત નથી. કદાચ કરે તો પણ એ ઉચિત ન દેખાય. આ નાનો વિદ્યાગુરુ એ બધું પચાવી ન પણ શકે. કદાચ બીજાઓની ઈર્ષ્યાનો ભોગ બને.
ન
આવા અનેક કારણોસર જો વિદ્યાગુરુની ઉંચી કક્ષાની ભક્તિ કરવી શક્ય ન હોય તો છેવટે આટલો નિયમ તો રાખવો જ કે સવાર-સાંજ વિદ્યાગુરુના કોઈપણ એક વસ્ત્રનું પ્રતિલેખન કરવું. જો ભણનારો સંયમી વિદ્યાગુરુનો આટલો પણ વિનય ન કરે તો પછી એ શ્રુતજ્ઞાન એને ફૂટી નીકળે એવી શક્યતા ઘણી છે. એટલે જ આ નાનકડા વિનયમાં તો ખાડો ન જ પડવો જોઈએ. એમાં ઉપેક્ષા-આળસ ન જ થવી જોઈએ. રોજ બે ય ટાઇમ ઉચિતકાળે વિદ્યાગુરુના વસ્ત્રનું પ્રતિલેખન થઈ જ જવું જોઈએ. હવે જ્યારે બાહ્ય ભક્તિ વધારે ન કરી શકાય ત્યારે આંતરિક બહુમાન તો પુષ્કળ વધા૨વું જ જોઈએ. વિદ્યાગુરુ છદ્મસ્થ હોવાથી એમનામાં પણ અનેક પ્રકારના દોષો હોવાના જ. એ બધાને નજરમાં લાવ્યા વિના એમના શ્રુતદાન નામના એક જ ગુણને નજર સામે રાખવો.
એક જોરદાર શાસનપ્રભાવક સંયમીએ પોતાના કરતા અડધા દીક્ષાપર્યાયવાળા સંયમી પાસે પાઠ લેવાની શરૂઆત કરી ત્યારથી શાસનપ્રભાવક દીર્ઘસંયમપર્યાયવાળા એ મહાત્માએ નિર્ણય કર્યો કે “આ વિદ્યાગુરુ મને વસ્ત્રોનું પ્રતિલેખન તો નહિ જ કરવા દે. પણ એ મારા વિદ્યાગુરુ છે એટલે હવે રાત્રે સંથારો કરતી વખતે એમના તરફ પગ ન થઈ જાય એની કાળજી અચૂક રાખીશ અને આમ તો મારો માત્રાનો પ્યાલો નાના સાધુઓને પરઠવવા આપું છું. પણ આ વિદ્યાગુરુ નાના હોવા છતાં ય એમને તો મારા માત્રાનો પ્યાલો નહિ જ આપું.” અને ખરેખર કડકાઇપૂર્વક એમણે એ નિર્ણયનો અમલ કર્યો.
વિદ્યાગુરુ પ્રત્યેનો કેવો જબરદસ્ત બહુમાનભાવ !
કેટલાંક સંયમીઓ વિદ્યાગુરુની સેવા-ભક્તિ તો ન કરે, ઊલટી એમની નિંદા-મશ્કરી કરે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૯)