________________
છે બીજા દિવસે ઉપવાસ કરવો. એક વાર એ સંયમીના સંસારી સ્વજનો મળવા આવ્યા, મિષ્ટાન્નાદિનો છે જ લાભ આપવા માટે ખૂબ જીદે ચડ્યા. ગુરુએ એ સંયમીને કહ્યું કે “તું જઈને આ બધું વહોરી આવ.” જ સંયમીએ કહ્યું કે “ગુરુદેવ! વહોરી તો લાવું. પણ એ વાપરું તો મારે આવતીકાલે ઉપવાસ કરવો પડે.” ? છે આ સાંભળતા જ ગુરુએ ના પાડી અને સ્વજનોએ પણ જીદ છોડી દીધી. એક રીતે સ્વજનોને આ આ સંયમીની નિઃસ્પૃહતા માટે ખૂબ જ આનંદ થયો.
આમ આ નિયમે સંયમીને અભ્યાહતદોષ, વિગઈ ભોજન, આસક્તિ વગેરે અનેક દોષમાંથી જ બચાવી લીધો. '
એક પ્રમાદી સંયમીએ રાત્રે પ્યાલો પૂજ્યા વિના જ સીધું એમાં માત્ર કરવાનું શરૂ કર્યું. એ જ ૪ પ્યાલામાં એક વીંછી આવીને રહેલો હતો. માત્રાનો સ્પર્શ થતા જ વીંછીએ સંયમીને ડંખ મારી દીધો. જ મહામુશ્કેલીએ પ્રાણ બચ્યા.
એ વખતે જો એ સંયમીને નિયમ હોત કે, “રાત્રે પ્યાલો પૂંજ્યા પછી જ માત્ર કરવું.” તો આ ? જે પરિસ્થિતિ કદાચ ન સર્જાત.
આવી સેંકડો બાબતો છે. અભિગ્રહોનું પાલન અનેક નુકસાનોથી આપણને બચાવે છે. આપણા છે જ વિરતિ પરિણામોની રક્ષા કરે છે અને એને વધારે છે.
વધુ તો શું કહ્યું? જાતે જ આવા અનેક અનુભવો અભિગ્રહધારી સંયમીઓને થશે જ એટલે મારે ? જ વધારે કંઈ કહેવાની જરૂર નથી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨૦)